આઝાદીના પર્વની દેશભક્તિ હજુ ઠંડી પડી નહોતી ત્યાં દેશવાસીઓને બીજો અવસર મળ્યો દેશભક્તિ દેખાડવાનો….

0

હજુ એક દિવસ પહેલાં તો આ દેશ આઝાદીના ઉત્સવમાં રંગાયેલો હતો, દેશ માટેનો પ્રેમ, દેશ માટેની લાગણી, દેશ માટેની ભાવના હજુ હૈયામાં ઓગળી નહોતી ત્યાં બીજા જ દિવસે અટલજીના સ્વર્ગવાસ થવાના સમાચાર સમગ્ર દેશને એક ઊંડા શોકમાં લઈ આવ્યું. ઠંડી પડેલી દેશભક્તિ પાછી જાગી ઉઠી, પક્ષપાત ભૂલીને ભારતીય હોવાનો ગર્વ કરતાં ભારતીયો માટે અટલજીના મૃત્યુના સમાચારે વળી પાછી ખરાં ભારતીય હોવા ઉપર મહોર મારી.

અટલજીના સ્વધામ થયાના સમાચાર સાંભળી તેમના આત્માની શાંતિ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર જેવા તમામ સોશિયલ મીડિયામાં અટલજીના મૃત્યુ ઉપર આપણો દેશ શોકમગ્ન છે….. મને પણ અટલજીના સ્વર્ગવાસ થવા ઉપર ઘણું જ દુઃખ થયું…… ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પહેલા એક કવિ તરીકે હું એમને માન આપીશ….

આપણો દેશ પ્રાર્થનાઓમાં માને છે, વર્લ્ડકપની ફાઇનલ મેચમાં જો ભારત પહોંચી ગયું હોય તો કેટલાય હોમ હવનો કરવા લાગી પડે છે, કોઈ મોટો ફિલ્મસ્ટાર જો હોસ્પિટલમાં દાખલ હોય તો આમરણ ઉપવાસ અને પ્રાર્થનાઓ શરૂ કરી દે છે, અને ચમત્કાર પણ થતા આ દેશની જનતાએ જોયા છે. મુદ્દે વાત આપણો દેશ પ્રાર્થનાઓમાં માને છે, ઘરેથી બહાર કોઈ સારા કામ માટે જઈએ તો પણ મોઢું મીઠું કરીને અને ભગવાનના મંદિરમાં માથું ટેકવીએ છીએ, રસ્તામાં આવતા કોઈ મંદિર કે કોઈની નનામી દેખાતા આપણે પ્રાર્થના જરૂર કરીએ છીએ. ઘણાં લાંબા સમયથી અટલજી બીમાર અવસ્થામાં હતાં, એ આખો દેશ જાણતો હશે, પણ ત્યારે મેં એમના સ્વસ્થ થવા ઉપર કોઈ પોસ્ટ જોઈ નહોતી, આજે તેમના આત્માની શાંતિ માટે જેટલી પોસ્ટ જોઈ રહ્યો છું તે જોઈને યમરાજ પણ વિચારમાં પડી ગયા હશે કે “ભારત દેશમાંથી એક મહાપુરુષને હું અહીંયા લઈ આવ્યો.” ભલે આપણે દેખાદેખીમાં પોસ્ટ કરતાં હોઈએ કે સાચા દિલથી એ વાત સાથે મને કોઈ નિસબત નથી, પણ જો દિલમાં સાચી લાગણી હતી તો તેમના બીમારીના સમયે કોઈએ કેમ પ્રાર્થના ના કરી ??? કદાચ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળી લેતો !!! આપણે તો પ્રાર્થનાઓમાં માનીએ છીએ ને ?????

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here