અદભૂત મંદિર, જ્યાં ખુદ હનુમાનદાદા ડોક્ટર બની કરે છે ભક્તોનો ઈલાજ …

ગ્વાલિયર મુખ્યાલયથી ૭૦ કિમી દૂર આવેલા ભિંડ જિલ્લામાં સ્થિત દંદરૌઆ દેશમાં પ્રખ્યાત છે. અહીં હનુમાનજીને ડૉકટર હનુમાન ના નામથી ઓળખવામાં આવે છે. અહીં દેશવિદેશના હજારો શ્રદ્ધાળુઓ ડોક્ટર હનુમાન ના દર્શન કરવા માટે આવે છે. ભગવાન તેમના અસાધ્ય રોગોનું સરસ રીતે નિવારણ કરે છે.

રાખથી રોગનો ઉપચાર કરવામાં આવે છે. હનુમાનજી ની પાસે બધા જ પ્રકારના રોગોનો કારગર ઉપાય છે. અહીંયા ભક્તો દૂર દૂરથી આવે છે અને હનુમાનજી ના આશીર્વાદ રુપે આપેલી રાખ થી રોગનું નિવારણ મેળવે છે. ડોક્ટર હનુમાન બધા જ પ્રકારની બીમારીઓ ના ડોક્ટર છે. ખીલ ગુમડા અને ત્વચા સંબંધિત રોગો માટે ભભૂતી કારગર ઈલાજ કરે છે. અહીંયાં હનુમાનજીની મૂર્તિને નૃત્યની મુદ્રામાં દર્શાવવામાં આવી છે. આ દેશની એકલી એવી મૂર્તિ છે, જેમાં હનુમાનજીને નૃત્યના સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે. આ મૂર્તિ ત્રણસો વર્ષ જૂની છે. અને કહેવામાં આવે છે કે તે એક નદીમાંથી મળી હતી.

મંદિર ધામના મહંત રામદાસજી મહારાજ જણાવે છે કે પ્રભુની મૂર્તિ લગભગ 300 વર્ષ પહેલા એક તળાવ માંથી નીકળી હતી. ત્યાર પછી બાબા નાકના સંતે તેને અહીં પ્રસ્થાપિત કરાવી. તેને મંદિરના રૂપમાં સ્થાપના કરવામાં આવી. ત્યારથી મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. બધા જ પ્રકારની બીમારીઓ કેન્સર જેવી બીમારી મા પણ રાહત મેળવી શકાય છે. મંદિરની પાંચ પ્રદક્ષિણા કરે છે શ્રદ્ધાળુઓ. પોતાના રોગ મૂકતા જાય છે અને ખુશીઓ લેતા જાય છે. હનુમાનજી લોકોના દર્દ દૂર કરે છે એટલા માટે તેમને દુઃખ હર્તા દર્દ હર્તા કહેવામાં આવ્યા છે. એટલા માટે તે સ્થળનું નામ દંદરોહા થઈ ગયું.ભારત ખૂબ જ શ્રદ્ધાળુ દેશ છે. લોકો ભગવાન ઉપર અને એકબીજા ઉપર ખૂબ જ ઊંડો વિશ્વાસ મૂકેે છે.
વાત શ્રદ્ધાની છે. વાત આસ્થાની છે. હનુમાનજી બધી જ પ્રકારની મુશ્કેલીઓ દુઃખ , દર્દ અને રોગોનું નિવારણ કરે છે.

બોલો જય હનુમાન જી કી.. હનુમાન દાદા કી જય..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!