30 Photos+ આવી દર્દનાક હતી ભારત-પાકિસ્તાન ના ભાગલા 1947 ની દુર્લભ તસવીરો, હૃદય દ્રવી ઉઠશે

0

વાત જયારે ભાગલાની હોય ત્યારે તેની અસર તો દેખાય જ છે પછી તે ભાગલા એક ઘરના હોય કે પછી ભારત અને પાકિસ્તાનના હોય. વર્ષ ૧૯૪૭માં જયારે અખંડ ભારતને બ્રિટીશના શાસનમાંથી સ્વતંત્રતા મળી ત્યારે આપણા અખંડ ભારતના ભાગલા થયા હતા, ૧૪ ઓગસ્ટના દિવસે પાકિસ્તાનને સ્વતંત્રતા મળી અને બીજે દિવસે એટલે કે ૧૫ ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશને સ્વતંત્રતા મળી. આ સમયે બ્રિટીશ ભારતમાંથી સિલોન એટલે કે અત્યારનું શ્રીલંકા અને બર્મા કે જે અત્યારે મ્યાનમાર નામે છે તેમને પણ અલગ કરવામાં આવ્યા હતા. પણ તેમને આપણા દેશના ભાગલામાં ગણવામાં આવતા નથી. એ સમયે નેપાલ અને ભૂતાન એક સ્વતંત્ર રાજ્ય હતા એટલે તેમની પર આ ભાગલાની કોઈ અસર થઇ હતી નહિ.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ ભારત અને પાકિસ્તાનના આ ભાગલાની અસર એ કરોડો લોકોના જીવન પર થઇ હતી. આ ભાગલા દરમિયાન જે હિંસા થઇ હતી તેમાં ૫ લાખથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કરોડો એવા લોકો હતા જે પોતાનું ઘર-બાર બધું છોડીને એ ભાગમાં આવી ગયા હતા જ્યાં તેમના જ્ઞાતિ અને જાતિના લોકો વધુ હોય. એટલે કે પાકિસ્તાનમાં રહેલા અનેક હિંદુઓ અને શીખ મિત્રો ભારતમાં આવી ગયા હતા અને ભારતમાંથી અસંખ્ય મુસ્લિમ લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.

આજે અમે તમને અમુક એવા દ્રશ્યો બતાવીશું જેનાથી તમે અંદાજો લગાવી શકશો કે ભારત અને પાકિસ્તાનના ૧૯૪૭ના ભાગલાની સામાન્ય લોકો પર કેવી અસર થઇ હતી.

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે ભારત અને પાકિસ્તાન બંને કાનૂની રીતે અલગ થયા. પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન ૧૪ ઓગસ્ટે કરાંચીમાં કરવામાં આવ્યું હતું આનું કારણ એટલું જ હતું કે છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન એ ૧૪ તારીખે કરાંચી પાકિસ્તાન અને ૧૫ તારીખે દિલ્હી ભારતમાં પોતાની હાજરી આપી શકે.

આવા સમયે પણ આપણે લોકોની વચ્ચે માનવતાના સંબંધો જોઈ શકીએ છીએ, બધા એકબીજાના પ્રાણ બચાવવા અને સુરક્ષિત જગ્યાએ પહોચવા માટે મથતા હતા.

જેમના પણ જીવ બચી ગયા હતા અને સુરક્ષિત એક જગ્યાએ પહોચ્યા હતા તેમની પણ પરીસ્થિતિ બહુ દયનીય હતી, દવા કરાવવાની વાત તો ઠીક રહી પણ તેમને એક સમયનું ભોજન પણ માંડ માંડ મળતું હતું.

ભાગલાના સમયે મૃત્યુ પામેલ લોકોની પરીસ્થિતિ બહુ જ ખરાબ હતી રસ્તામાં ગમે ત્યાં શબનો ઢગલો જોવા મળતો હતો.

લોકો ટ્રેન દ્વારા પણ પોતાનો જીવ બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોચવા માંગતા હતા, પણ બધાના નસીબ એવા નથી હોતા ફોટોમાં તમે જોઈ શકો છો શબ કેવી સ્થિતિમાં ત્યાં પડેલ છે. ફોટોમાં તમે જોઈ શકો છો એક પિતા પોતાની દિકરીને એક આશા સાથે પોતાને દેશ લઈને આવી રહ્યો છે.

લાખો લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમના શબને એકસાથે જ એક ખાડામાં ફોટોમાં બતાવ્યું છે એવી રીતે મુકવામાં આવતા અને બધા શબની પર એકસાથે પેટ્રોલ છાંટીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. શું ખરેખર આવા જ હોય અંતિમ સંસ્કાર? પાકિસ્તાનમાંથી આવેલ અનેક લોકો જ્યાં પણ રહેવા માટે જગ્યા મળતી હતી ત્યાં રહેતા હતા.

કેટલાય સંતાનોએ પોતાના માતા પિતાની આંખો સામે જ અંતિમ શ્વાસ લીધા હતા અને એ મજબુર માતા પિતા કશું જ કરી શક્યા હતા નહિ. લોકો ગાડા અને રસ્તાઓ દ્વારા પણ પોતાના દેશમાં આવવા તૈયાર થઇ ગયા હતા.

એ સમયે સૌથી વધુ કપરી પરીસ્થિતિ સ્ત્રીઓની હતી, એક માહિતી અનુસાર પાકિસ્તાનથી જીવતી પરત આવેલ સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હતા. તેઓ તો ડોક્ટરને પણ પોતાની કહાની સંભળાવતા ડરતી હતી. આવા સમયે જ વ્યક્તિ એકબીજાને હુંફ આપીને હિંમત આપી શકે છે.

અહિયાં રહેલ બાળક જેવા અનેક દ્રશ્યો ત્યારે બધે જ જોવા મળતા હતા.

આવી કપરી પરીસ્થિતિમાં પણ લોકો એકબીજાને સહકાર આપીને આગળ વધી રહ્યા હતા. અહિયાં તમે ફોટોમાં જોઈ શકો છો કે કેવા બે વ્યક્તિએ એક ને સહારો આપ્યો છે.

તમને આગળ જણાવ્યું તેમ આ ફોટોમાં તમે જોઈ શકો છો કે અમુક મૃતક લોકોના શબના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતા.

આપણે જયારે ઘર બદલીએ છીએ ત્યારે કેટલી તકલીફ થાય છે તો તમે વિચારો જયારે એ લોકોને દેશ બદલવાનું થયું હશે તો કેટલી તકલીફ થઇ હશે.

પીવાનું પાણી મેળવવા માટે લોકોની લાઈન તમે જોઈ શકો છો. વિચારતા પણ કમકમી આવી જાય છે એવી ખરાબ પરીસ્થિતિમાંથી આ લોકોને પસાર થવું પડ્યું હતું.

પાકિસ્તાનથી આવેલ અનેક લોકોએ દિલ્હીમાં ખાલી પડેલ દરગાહમાં આશરો લીધો હતો આ તસ્વીર પણ ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયની જ છે.

રેલ્વે સ્ટેશન પર તમે ભીડ જોઈ શકો છો લોકો ટ્રેનમાં ચઢવા માટેની આતુરતા જોઈ શકાય છે.ઘણી મસ્જિદમાં લોકોએ આશરો લીધો હતો અને નવી જગ્યાએ પોતાની જગ્યા બનાવવાના વિચાર કર્યા હશે. એ સમયે એવા ઘણા લોકો હતા જે નીકળ્યા હતા પોતાના દેશ જવા માટે પણ પહોચી શક્યા નહિ. જે અમે કહીએ છીએ કે ભાગલાથી ઘણા સામાન્ય લોકોને બહુ મોટો ફરક પડ્યો હતો એ તમે ફોટોમાં જોઈ શકો છો કે પોતાના ઘર બાર છોડીને એક નવીજ જગ્યાએ રહેવા આવે છે.

અમુક મૃતકના દ્રશ્યો જોઇને આપણું હૃદય કંપી ઉઠે છે આ ફોટોમાં મૃતક શબ સાથે ઉપર બેઠેલ ગીધ તમે જોઈ શકો છો. ભારત અને પાકિસ્તાનના ભાગલાએ ઘણા અધિકારીઓને પણ ચિંતામાં મૂકી દીધા હતા. ભાગલા દરમિયાનના આ ફોટોમાં તમે કેટલાક ઓળખીતા ચહેરા સાથે બ્રિટીશ અધિકારી પણ જોવા મળશે. બધે જ લોકોની ભીડ અને ટોળા જોવા મળતા હતા.

રેલ્વે સ્ટેશન પરની આ ભીડને જોઇને તમે અંદાજો લગાવી શકો છો લોકો કેટલા પરેશાન છે પોતાના દેશ પરત આવવા માટે.

લોકો ટ્રેનમાં ચઢવા માટે પડાપડી કરી રહ્યા હતા, બધા બસ પોતપોતાને સુરક્ષિત કરવા માંગતા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here