આટલા બદલાઈ ગયા છે “આશીકી” થી ફેમસ થયેલ રાહુલ રોય,ઓઢખવા પણ મુશ્કેલ – વાંચો આર્ટિકલ અત્યારે શું કરે છે

12 વર્ષો પછી ફિલ્મો તરફ પરત ફરી રહ્યા છે.

મહેશ ભટ્ટ ની ફિલ્મ આશિકી 1990 ની સાલ માં રિલીઝ થઈ હતી. એને રિલીઝ થયા ને લગભગ 28 વર્ષ વીતી ગયા પણ આજે એ ફિલ્મ ના હીરો રાહુલ રોય ને લોકો આશિકી વાળો હીરો ના નામે જાણે છે. આ ફિલ્મ એ વર્ષ ની મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ હતી જેને રાતો રાત રાહુલ ને સ્ટાર બનાવી દીધો પણ રાહુલ નો સ્ટારડમ વધુ સમય એની પાસે ન રહ્યો.

આશિકી પછી તેને ફિલ્મ “ફિર તેરી કહાની યાદ આયી ” ,”જુનૂન” સિવાય બીજી કોઈ ફિલ્મ બોક્સ ઓફીસ પર કાઈ ખાસ કમાલ ન દેખાડી શકી. આટલા વર્ષો પછી રાહુલ ફરી એક ફિલ્મ માં નજર આવવા ના છે જેના ફોટા તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર શેર કર્યા છે. એ ફોટા માં તેમને ઓળખવા ઘણા અઘરા છે . તો રાહ કઈ વાત ની ચાલો જાણીએ પુરી વાત.

આજે પણ યાદ છે રાહુલ ની આશિકી.

આજે પણ ટીવી પર રાહુલ ની આશિકી આવતી હોય છે તો લોકો એને જોવા નું પસંદ કરે છે. રાહુલ ના ચોકલેટી લુક એ તે વખતે લાખો છોકરીઓ ને પોતાની દીવાની બનાવી દીધી હતી.

આ ફિલ્મો માં કર્યું શાનદાર અભિનય

આશિકી પછી રાહુલ એ જુનૂન , ફિર તેરી કહાની યાદ આયી , નસીબ અને નોટી બોય જેવી બોલીવૂડ ફિલ્મો માં કામ કર્યું

બની ચુક્યા છે બિગ બોસ ના વિનર.

સાલ 2007 માં ભારત માં બીગબોસ શરૂ થયું હતું. જેમાં રાખી સાવંત , રવિ કિશન , બાબા સહગલ જેવા સિતારા સાથે રાહુલ રોય એ પણ ભાગ લીધો હતો અને એ સિઝન ના એ વિનર બન્યા હતા.

12 વર્ષો પછી પરત.
50 વર્ષ ની ઉંમર પાર કરી ચૂકેલા રાહુલ છેલ્લા બાર વર્ષ પેહલા 2006 માં ફિલ્મ નોટી બોય માં નજર આવ્યા હતા. હવે તે લગભગ 12 વર્ષો પછી ફિલ્મો માં પરત આવી રહ્યા છે.

8 વર્ષો ઑસ્ટ્રેલિયા માં રહ્યા

રાહુલ ફિલ્મો માંથી બ્રેક લઈ ને આઠ વર્ષ માટે ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. તે 2015 માં ભારત પરત ફર્યા હવે તે બૉલીવુડ માં બીજી પારી શરૂ કરવા માટે તૈયાર છે.

આ ફિલ્મ માં નજર આવશે.

રાહુલ રોહ જલ્દી થી તનવીર અહમદ ની ફિલ્મ નાઈટ એન્ડ ફોગ માં નજરે ચડશે. આ ફિલ્મ ની અપડેટ એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.

અહીંયા ચાલી રહી છે શૂટિંગ.

રાહુલ ની આ ફિલ્મ ની શુટીંગ રાજસ્થાન ના જેસલમેર માં ચાલી રહી છે. જેમાં તે એક મુસ્લિમ વ્યક્તિ ના કિરદાર માં નજર આવવા ના છે.

આ ફિલ્મ માં પણ નજર આવશે

નાઈટ એન્ડ ફોગ પછી રાહુલ ,નીતિન ગુપ્તા ની ડાયરેક્શન માં બની રહેલ ફિલ્મ વેલકમ ટુ રશિયા માં નજર આવવા ના છે.

કંઈક આવો હશે કિરદાર.

વેલકમ ટુ રશિયા માં રાહુલ અલગ કિરદાર નિભવતા નજરે ચઢશે. આ ફિલ્મ માં એ હાફ ઇન્ડિયન અને હાફ રશિયન ભ્રષ્ટ પોલીસ ઓફિસર નો કિરદાર નિભાવી રહ્યા છે.

6 અવતારો માં નજર આવશે

આ રોમાન્ટિક કોમેડી ફિલ્મ માં રાહુલ 6 અલગ અલગ અવતાર માં નજર આવશે. આ ફિલ્મ ને વર્ષ ના અંતે રિલીઝ કરી શકાય છે.

હવે આ તો સમય જ દેખાડશે કે રાહુલ એની બીજી પારી માં કેટલા સફળ થઇ શકે છે. પણ એમના આ ફોટ્સ માં એમને ઓળખવા ઘણા મુશ્કેલ છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!