અઠવાડિયામાં વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો, તો અપનાવો આ 12 ટિપ્સ…

0

ઘણીં વાર એવું થતું હોય છે કે આપણે વજન ઓછું કરવા વિશે વિચારી લેતા હોઈએ છીએ પણ આપણી પાસે એટ્લો સમય નથી હોતો. એવામાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ઓછા સમયમાં એવું તે શું કરીયે કે જેનાથી વજન પણ ઓછું થઇ જાય અને સાથે જ આપણી ફિટનેસ પણ બરકરાર રહે. સૌથી જરૂરી વાત તેના માટે અમુક ખાસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારે પણ તમારું વજન જલ્દી જ ઉતારવું છે અને તમારી પાસે સમયની કમી છે તો સૌથી પહેલા તમારે તમારી લાઈફ સ્ટાઇલ માં બદલાવ કરવાની સાથે પોતાના ડાયેટમાં પણ આ ચીજોને પણ શામિલ કરી લો.1. સૌથી પહેલા સમયસર ભોજન લો:

તમે આ વાત તમારા મગજ માંથી બિલકુલ કાઢી નાખો કે ખોરાક ન લેવાથી વજન ઓંછું થઇ જાય છે પણ એવું પણ બની શકે છે કે તેનાથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય. માટે સમયસર ભોજન લેવું ફાયદામાં રહેશે.

2. જલ્દી ન કરો:

એવું ઘણીવાર બનતું હોય છે કે તમે 2 દિવસ એક્સરસાઈઝ કરો અને વિચારવા લાગશો કે તમારું વજન ઓછું કેમ નથી થઇ શકતું. જો તમે એવું વિચારી રહયા છો તો આવું બિલકુલ પણ ન કરો કેમ કે તમે એક્સરસાઇઝ કરી રહયા છો તો તમારા શરીરને પૂરો સમય આપો ત્યારે જઈને તેની અસર જોવા મળશે.

3. આવી રીતે બનાવો ડાયેટ પલાન:

જો તમે વજન ઓછું કરવા વિશે વિચારી રહયા છો તો સૌથી પહેલા તમારા ડાયેટ પ્લાનથી તમારા ફેવરિટ ભોજનને હટાવી દો અને તેવી ચીજોને શામિલ કરો જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે.

4. બ્રેકફાસ્ટ જરૂર કરો:ભૂલથી પણ બ્રેકફાસ્ટ કર્યા વગરના ન રહો. રોજ ટાઇમ પર બ્રેકફાસ્ટ કરો, ક્યારેય પણ બ્રેકફાસ્ટ સ્કિપ ન કરો.

5. તેટલું જ ખાવું જેટલું જરૂરી હોય:
ભોજન ઓછું કે ન ખાવાથી તમારું વજન ઓછું નહિ થાય, પણ તેનાથી ઘણા પ્રકારની સમસ્યા થઇ શકે છે. માટે વજન ઓછું કરવું છે તો એક વાતનું જરૂર ધ્યાન રાખો કે જેટલું તમારા શરીરને જરૂરિયાત છે તેટલું જ ભોજન લો.

6. શોપિંગ કરવાના સમયે રાખો આ વાતનું ધ્યાન:
જ્યારે પણ ખાવાનો સામાન ખરીદવા માટે જાઓ તો તેમાં વધુ ફ્રૂટ્સ અને વેજીટેબલને શામિલ કરો, હેલ્દી ડાયેટ લો.

7. સારી રીતે ચાવીને ખાવ:
ખોરાક ખાતી વખતે સારી રીતે ચાવીને ધીરે-ધીરે ખાવ. કેમ કે તમે જો સારી રીતે ચાવીને ખાશો તો તેને પચવામાં કોઈ સમસ્યા નહીં આવે પણ પેટની તંદુરસ્તી પણ જળવાશે.
8. ખુદનું બનેલું ભોજન લો: કોશિશ કરો કે તમે જાતે બનાવેલું ભોજન ખાવ. તમે તમારા માટે ખોરાક બનાવશો તો તમારી કોશિશ રહેશે કે તમે સાફ અને હેલ્દી ભોજન બનાવો.

9. 8 થી 9 કલાકની ઊંઘ લો: પૂરતી ઊંઘ કરો, વધુમાં વધુ કોશિશ કરો કે 8 થી 9 કલાકની ઊંઘ તમે લઇ શકો.

10. બોડીને હાઈડ્રેટ રાખો: વધુમાં વધુ પાણી પીઓ, કોશિશ કરો કે બોડીને હાઈડ્રેટ રાખો.

11. ડાયેટ ચાર્ટ તૈયાર કરો: તમારા પુરા દિવસમાં ખોરાકને લઈને એક ડાયેટ પ્લાન તૈયાર કરો અને તેને સારી રીતે ફોલો કરો.

12. નાની પ્લેટમાં ભોજન લો: રિસર્ચ અનુસાર જો તમે નાની પ્લેટમાં ખોરાક લો છો તો તમે ઓછું ખાઈ શકશો અને વજન પણ ઓછું થશે. અને મોટી પ્લેટમાં ખોરાક લેશો તો વજન ઓછું થવાના બદલે ઉલટાનું વધી જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here