અટલ જી એ આ કારણને લીધે ન કર્યા લગ્ન, વાંચો તેના જીવનનો દિલચસ્પ કિસ્સો….ભાગ્યે જ કોઈને ખબર હશે

0

ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ જી નું ગઈકાલના રોજ એમ્સ ની હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે. અટલ જી ની મૃત્યુ 93 વર્ષની ઉંમરમાં થયું છે. જણાવી દઈએ કે અટલ જી લગાતાર ત્રણ વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.
કુંવારા નહીં પણ, અવિવાહિત છું:જયારે પણ અટલ જી ના અવિવાવિહિત હોવાની વાત આવે તો તેનું આ વાક્ય હંમેશા યાદ આવી જાય છે. વિપક્ષ ના હમલાની વચ્ચે અટલ જી એ સંસદ માં કહ્યું હતું કે, ‘मैं अविवाहित जरूर हूं, लेकिन कुंवारा नहीं।’

વ્યસ્તતા ને લીધે ન કાર્ય લગ્ન:સાર્વજનિક જીવનથી લઈને ઘણા ઈન્ટરવ્યું માં અટલ જી ને જયારે સવાલ પૂછવામાં આવતો તો તે એક જ જવાબ આપતા હતા., ‘વ્યસ્ત રહેવાને લીધે લગ્ન ન કરી શક્યા’.
કૉલિજમાં હતી મહિલા મિત્ર:અટલ જી એ વિક્ટોરિયા કોલેજ થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કોલેજના દિવસોમાં તેની એક મહિલા મિત્ર હતી. રાજકુમારી કૌલ જે છેલ્લા સમય સુધી અટલ જી ની સાથે રહી હતી.પુસ્તક માં રહી ગઈ હતી ચિઠ્ઠી:
એ પણ કહેવામાં આવેલું છે કે અટલ જી પોતાની આ મહિલા મિત્ર ને પ્રેમ કરતા હતા. ઘણા નજીકના લોકો તથા તેની પુસ્તકો તે વાતનું પ્રમાણ આપે છે કે અટલ જી એ કોલેજના સમયમાં કૌલ ને એક ચિઠ્ઠી લખીને પોતાના પ્રેમને જાહેર પણ કર્યું હતું. પણ તેનો કોઈ જ જવાબ મળ્યો ન હતો. અટલ જી એ આ ચિઠ્ઠી પુસ્તકમાં મૂકીને લાઈબ્રેરી માં મૂકી દીધી હતી. પણ કદાચ આ ચિઠ્ઠી તે જ બુક માં રહી ગઈ હતી.દિલ્લી માં થઇ એક વાર ફરી દોસ્તી:
પછી અટલ જી રાજનીતિમાં સક્રિય થઇ ગયા અને કૌલ ના લગ્ન પણ થઇ ગયા. કહેવામાં આવે છે કે દિલ્લી માં કૌલ અને અટલ જી ની ફરી એકવાર ઊંડી દોસ્તી બની ગઈ હતી. રાજકુમારી કૌલે એક ઇટનરવ્યું માં કહ્યું હતું કે, ”મેં અને અટલ જી એ ક્યારેય એ વાત ને જરૂરી સમજી ન હતી કે આ રિશ્તા વિશે કોઈ સફાઈ આપવામાં આવે”.

કૌલ ની મૃત્યુ ચર્ચામાં બની હતી:દિલચસ્પ વાત એ છે કે અટલ જી અને રાજકુમારી કૌલ નો સંબંધ ક્યારેય ચર્ચા નું કારણ બન્યા ન હતા. જો કે 2014 માં જયારે કૌલની મૃત્યુ થઇ તો દેશના ઘણા ન્યુઝે તેને છાપ્યું હતું, ઘણા મોટા સમૂહે તો કૌલ ને અટલ જી ના જીવનની દોર પણ જણાવી હતી.
પોતાની જ દીકરી માનતા હતા કૌલની દીકરીને:

અટલ જી જયારે પીએમ બન્યા ત્યારે તેના સરકારી નિવાસ પર જ કૌલ અને તેની દીકરી નમિતા અને રંજન ભટ્ટાચાર્ય એકસાથે રહેતા હતા. અટલ જી એ નમિતાને દત્તક પુત્રી નો દરજ્જો આપ્યો હતો અને કૌલ પરિવાર જ તેની દેખરેખ કરતા હતા. જે સમયે કૌલનું નિધન થયું, ત્યારે અટલ જી અલ્જાઈમર રોગથી ગ્રસ્ત થઇ ગયા હતા, છતાં પણ કૌલ ના અંતિમ સંસ્કાર માટે લાલકૃષ્ણ આડવાણી, રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહયા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેના અંતિમ સંસ્કાર માં પહોંચ્યા હતા.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here