પોતાની નવી નવેલી દુલ્હન પ્રિયાને લગ્ન પછી તરત જ દહેજમાં મળેલી નવી ગાડીમાં સાંજે સુરજ લોન્ગ-ડ્રાઈવ પર લઈને નીકળ્યો હતો. સુરજ ગાડી ખૂબ જ સ્પીડમાં ચલાવતો હતો. પ્રિયાએ તેને આમ કરવાની ના પડી તો સુરજે કહ્યું, “અરે જાનેમન! મજા લેવા દે, આજ સુધી તો દોસ્તોની ગાડી ચલાવી છે, આજે પોતાની ગાડી છે. વર્ષોની ઈચ્છા પૂરી થઇ છે.” “હું તો ગાડી ખરીદવાની વિચારી પણ ન શકતો હતો, એટલે જ તારા પપ્પા પાસેથી માંગ કરી હતી.” ત્યારે પ્રિયાએ કહ્યું, “સારું, તો મ્યુઝિક તો ધીમું કર.” ત્યાં જ ગાડીની આગળ એક ભિખારી આવી ગયો. ખૂબ જ મુશ્કેલીથી ગાડીની રે મારીને ગાડીને ફેરવીને સુરજે બચાવી તો લીધી પરંતુ, તરત જ ગાલ આપતા બોલ્યો, “અબે ભિખારી, મરીશ કે શું? દેશને બરબાદ કરીને રાખ્યો છે તમે લોકોએ”, ત્યાં સુધી પ્રિયા ગાડીમાંથી નીકળીને એ ભિખારી સુધી પહોંચી અને જોયું તો એ ભિખારી અપંગ હતો. તેની માફી માંગતા માંગતા પર્સમાંથી 100 રૂપિયા કાઢીને તેને આપતા પ્રિયા બોલી, “માફ કરજો કાકા, અમે વાતોમાં… તમને વાગ્યું તો નથી ને? આ લો અમારા લગ્ન હમણાં જ થયા છે, મીઠાઈ ખાજો અને આશીર્વાદ આપજો.”
આમ કહેતા પ્રિયાએ ભિખારીને લઇ જઈને ફૂટપાથ પર બેસાડી દીધો. ભિખારી આશીર્વાદ આપવા લાગ્યો, ગાડીમાં પછી બેસેલી પ્રિયાને સુરજે કહ્યું, “તારા જેવા લોકોને કારણે તેમની હિમ્મત વધે છે, ભિખારીઓને મોઢે ન લાગવું જોઈએ.” પ્રિયા હસતા-હસતા બોલી, “સુરજ, ભિખારી તો મજબૂર હતો, એટલે ભીખ માંગતો હતો. નહિ તો વધુ જ હોવા છતાં ભીખ માંગે છે લોકો દહેજ લઈને. જાને છે, ખૂન-પસીનો એક કરીને ગરીબ છોકરીના મા-બાપે ભેગું કર્યું હોય છે દહેજ, અને લોકો… તે પણ તો પાપા પાસેથી ગાડી માંગી હતીને??? તો ભિખારી કોણ થયું??? એ મજબૂર અપંગ કે…??”
“એક પિતા પોતાના જીગરના ટુકડાને 20 વર્ષો સુધી સાચવીને રાખે છે બીજાને દાન કરે છે જેને કન્યાદાન મહાદાન કહેવામાં આવે છે. જેથી બીજાનો પરિવાર ચાલી શકે અને તેમનો વંશ આગળ વધી શકે અને કોઈની નવી ગૃહસ્થી શરુ થાય, એના પર દહેજ માંગવું એ ભીખ નહિ તો બીજું શું છે? કોણ થયું ભિખારી, એ મજબૂર કે તારા જેવા બીજા લોકો…” સુરજ એકદમ ચૂપ થઈને નીચી નજારો રાખીને બધું જ સાંભળતો રહ્યો કારણકે…
પ્રિયાની વાતોથી પડેલા તમાચાએ તેને જણાવી દીધું હતું કે કોણ છે સાચો ભિખારી. દહેજ લેવાવાળા ભિખારી સમાન જ હોય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
