1965માં પાકિસ્તાનમાં ઘૂસીને 80 સૈનિકોને માર્યા હતા, પાકિસ્તાનીઓ આ વીર ટ્રક ડ્રાઈવરથી ધ્રૂજે છે, અશોક ચક્ર મળ્યું છતાંય આજે પણ તરસે છે સુવિધાઓ માટે

0

1965માં પંજાબથી ઘઉંના કોથળાઓ લઈને જઈ રહેલા ટ્રક ડ્રાઈવરને સૈન્યએ કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઈમાં તમારી મદદની જરૂર છે. તેના પર તેમને રસ્તામાં જ કોથળાઓ નાખ્યા અને સેનાએ સાથે મળીને પાકિસ્તાનની હદમાં ઘૂસીને એવી ધમાલ મચાવી હતી કે સૈન્ય પણ દંગ રહી ગયું હતી. તેમને આ યાદગાર યુદ્ધ માટે 1965માં અશોક ચક્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા, પરંતુ તેની સાથે મળનારી સુવિધાઓ 50 વર્ષો પછી પણ નથી મળી.

તોપો સામે જવાથી ડર્યા નહિ
વાત 30 ઓગસ્ટ 1965ની છે. કમલ નયન મલેરકોટ પંજાબથી ટ્રક નંબર PNR 5317માં 90 કોથળાઓ ભરીને ઘઉં લાદીને દિલ્હી જઈ રહયા હતા. સેનાના જવાનોએ તેમના ટ્રકને રોક્યા અને જણાવ્યું કે પાકિસ્તાન સાથે યુદ્ધ શરુ થઇ ગયું છે. અમને તમારા ટ્રક અને તમારી મદદની જરૂર છે. તેઓએ ટ્રકમાં લાદેલા 90 કોથળાઓ રસ્તા પર જ ઉતારી દીધા અને ટ્રકમાં દારૂગોળો ભરીને સૈન્યની મદદમાં લાગી ગયા.

કમલ નયન જંગ કરતા-કરતા પાકિસ્તાનના સિયાલકોટ સેક્ટર પહોંચી ગયા. પાકિસ્તાની સૈન્યના 80 સૈનિકોને તો તેઓએ ટ્રકથી કચડી યાખ્યા હતા, અને ડર્યા વિના એવી રીતે ટ્રક ચલાવતા રહયા કે જાણે કોઈ સામાન્ય રસ્તો જ હોય. અહીં ચારે-બાજુ પાકિસ્તાનનો દારૂગોળો અને તોપો વચ્ચેથી તેમને ટ્રક ચલાવી હતી. કેટલીક વાર તો તેમને ટ્રક પાકિસ્તાની સૈનિકો પર ફિલ્મી ઢબે ચડાવી દીધી હતી તો કેટલીક વાર પોતે જ જાતે દારૂગોળો ફોડવા લાગ્યા હતા.

દસ્તાવેજો જોઈને દંગ રહી ગયો હતો ગડકરીનો સ્ટાફ
સરકાર એક ટ્રક ડ્રાઈવર કમલ નયનને સેનાએ સાથે ખભેથી ખભો મિલાવીને લડવાના અદમ્ય સાહસ પર અશોક ચક્ર આપીને ભૂલી ગઈ છે. તેઓ અશોક ચક્ર સાથે મળતી સુવિધાઓ માટે નાગપુર ગયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને દિલ્હીમાં મળ્યા હતા, ત્યારે ગડકરીએ તેમને બધા જ દસ્તાવેજો સાથે મળવા કહ્યું હતું કે જેથી તેમને ન્યાય મળી શકે.

આ વાત યાદ કરાવવા માટે તેઓ ગડકરીના બંગલે ગયા હતા ત્યારે તેઓ ગડકરીના સ્ટાફ સામે પોતાની બહાદુરીના દસ્તાવેજો ફેંકીને આવ્યા હતા. તેમના ફેંકેલા દસ્તાવેજો જોઈને ગડકરીનું સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. આખરે એક નાગરિક કેટલી બહાદુરી બતાવી શકે એ વાતનું જીવિત ઉદાહરણ છે કમલ નયન.

સિસ્ટમથી હારી ગયા
કમલ કહે છે કે પાકિસ્તાન વિરુદ્ધ થયેલા યુદ્ધમાં હું ડાર્યો નહિ. 50 વર્ષો સુધી પોતાના હકની લડાઈમાં હું હારી ગયો છું. જયારે અશોકચક્ર મળ્યું ત્યારે તેઓ હરિયાણામાં પરિવાર સાથે રહેતા હતા, હવે તેઓ જયપુરમાં રહે છે. તેમને 15 લાખ રૂપિયા રોકડ અને વાર્ષિક 70 હજાર રૂપિયા આપવાની ઘોષણા થઇ હતી. પરંતુ 50 વર્ષો પછી પણ તેમને કશું જ મળ્યું નથી.

કોને મળે છે અશોક ચક્ર 
અશોક ચક્ર વીરતાનું સન્માન છે. આ યુદ્ધમાં શૌર્ય, બહાદુરી અને બલિદાન માટે આપવામાં આવે છે. આ સન્માનનું એ જ મહત્વ છે કે જે યુદ્ધ દરમ્યાન પરમવીર ચક્રનું હોય છે. અશોક ચક્ર યુદ્ધ સિવાય પણ વીરતા દર્શાવવા માટે સૈનિકો અને સામાન્ય નાગરિકો બધા જ માટે હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here