‘આર્યન ખાન’ અને ‘ખુશી કપૂર’ની પાછળ ભાગવા લાગી આ ગરીબ બાળકી, પછી શું થયું? જાણો વિગતે…..

સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને તો બધા જાણે જ છે. ભલે આર્યન વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હોય,પણ તેને લાઈમલાઈટમાં રહેવું ખુબ સારી રીતે આવડે છે. 5 ઓગસ્ટના ફ્રેન્ડશીપ ડે ના અવસર પર આર્યન ખાન પોતાના મિત્રોની સાથે મુંબઈ બાંદ્રા ઇલાકામાં સ્થિત એક હોટેલ પહોંચ્યા હતા.અહીં આર્યન સિવાય ઘણા સુપર સ્ટાર ના બાળકો પણ ઉપસ્થિત હતા. શ્રી દેવીની દીકરી ખુશી કપૂર, સંજય કપૂરની દીકરી શનાયા કપૂર, સોહેલ ખાનના દીકરા નિર્વાણ ખાન સહીત ઘણા સુપર સ્ટાર કિડ્સ આ જશ્નમાં શામિલ થયા હતા.જો આટલા બધા સ્ટાર કિડ્સ હાજર હોય તો સ્વાભાવિક છે કે ત્યાં મીડિયાની ભીડ તો રહેવાની જ છે. જેવા જ આ સ્ટાર કિડ્સ બહાર આવ્યા કે, ત્યાં ઉપસ્થિત એક ગરીબ બાળકી પૈસા માગતી નજરમાં આવી હતી.શાહરુખ ખાન પોતાની દર્યાદિલી માટે ફેમસ છે. તેના દીકરા આર્યન પણ આવું કરવામાં જ વિશ્વાસ રાખે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ એક વિડીયો માં આર્યન ખાન જેવા જ હોટેલની બહાર નીકળે છે, ત્યાંજ એક ગરીબ બાળકી તેની પાછળ પૈસા માગવા માટે ભાગે છે.કારમાં બેસતા પહેલા આર્યન પોતાની પોકેટમાં હાથ નાખે છે, એટલામાં જ તેની પાછળ ઉભેલા કોઈ એક વ્યક્તિએ તે બાળકીના હાથમાં પૈસા પકડાવી દીધા, અને આર્યન ખાન કારમાં બેસીને નીકળી પડે છે.

જણાવી દઈએ કે શ્રી દેવીની દીકરી ખુશી કપૂર પણ આ ફ્રેન્ડશીપ ડે સેલિબ્રેશનનો હિસ્સો બની હતી. મૌકા પર ખુશી ફ્લોરલ ટોપ અને ડેનિમ માં જોવા મળી હતી. વેન્યુ થી બહાર નીકળવાના સમયે પણ આ ગરીબ બાળકી ખુશી કપૂર પાસેથી પણ પૈસાની ડિમાન્ડ કરી રહી હતી. પણ તેણે ખુશી પાસેથી એક રૂપિયો પણ ન મળ્યો. જો કે, ખુશી તે બાળકી સામે સ્માઈલ કરી રહેલી જરૂર નજરમાં આવી હતી.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!