જયારે સુરતના દિવ્યાંગ એ પગથી દોર્યું મોદી-હીરાબાનું ચિત્ર પછી વડાપ્રધાન મોદી અચાનક ખુરશી છોડીને તેમને ભેટી પડયા! જુવો તસવીરો

0

સુરતના ડીડોલી વિસ્તારમાં રહેતા મનોજ ભિંગારેના બંને હાથ નથી તેમ છતાં પણ મનોજ પોતાના બધા જ કર્યો હાથ વગર જ કરી લે છે. મનોજને તેનું કમ્પ્યૂટર ચાલુ કરવું હોય કે મોબાઇલ પર આવેલો ફોન રિસીવ કરવો હોય, મનોજ તેના પગનો ઉપયોગ કરે છે અને તે તેના મોંની મદદ લઇ આ બધા જ કાર્યો કરે છે. આ સિવાય મનોજ એક સારા ચિત્રકાર પણ છે.

મનોજ ભિંગારે પોતાના પગોની મદદથી સારી ચિત્રકારી કરી લે છે. પોતાના પગો વડે પેન્સિલ ચલાવીને કોઈ પણ વસ્તુને પહેલા તો કાગળ પર ઉતારી લે છે અને પછી તેમા રંગો ભરી દે છે. મનોજ પોતાના પગોમાં પેન્સિલ ફસાવીને ચિત્ર બનાવે છે અને એમાં રંગો ભરે છે. મનોજે આ જ રીતે પીએમ મોદી તેમની માતા સાથે બેસ્યા હોય એવું ચિત્ર બનાવ્યું હતું.

તેઓ પીએમ મોદીને રૂબરૂ મળીને આ ચિત્ર આપવા માંગતા હતા અને તેમનું આ સપનું પણ પૂરું થયું. બીજેપી ધારાસભ્યની મદદથી જ્યારે મનોજ તેમના અન્ય 7 સાથીઓ સાથે વડાપ્રધાનના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે, વડાપ્રધાન મોદી તેમની ખુરશી છોડી ઉભા થઈને આ દિવ્યાંગોને ભેટી પડ્યા હતા. મનોજે જયારે તેમને આ ચિત્ર આપ્યું જેમાં તેઓ પોતાની મા સાથે બેસેલા છે તો આ ચિત્ર જોઈને વડાપ્રધાન પણ ચકિત થઇ ગયા. તેઓ મનોજને ભેટી પડયા. આ ચિત્રને લઈને વડાપ્રધાને મનોજના ખૂબ જ વખાણ કર્યા.

સુરતના રહેવાસી મનોજ માટે આ રીતે મોઢા અને પગની મદદથી પેન્ટિંગ કરવું શરૂમાં આસાન ન હતું, પરંતુ હિમ્મત હાર્યા વગર તેઓએ મહેનત કરી અને તેમની મહેનત રંગ લાવી. મોદીજી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને એક ચિત્ર ભેંટ કર્યું હતું. મનોજ જન્મથી જ દિવ્યાંગ ન હતા પરંતુ બાળપણના એક અકસ્માત પછી તેમના બંને હાથ કાપવા પડ્યા હતા. મનોજના લગ્ન 6 વર્ષ પહેલા ભાવના સાથે થયા, મનોજને એક દીકરો પણ છે. મનોજના કામમાં તેમની પત્ની ભાવના અને જરૂર પાડવા પર તેમના માતાપિતા પણ મદદ કરે છે.

વડાપ્રધાન મોદીને મળવું કોઈ સામાન્ય વ્યક્તિના બસની વાત નથી. પરંતુ સુરતના 8 સભ્યોની આ ટિમ જયારે વડાપ્રધાનને મળ્યા બાદ સુરત પહોંચી તો ધામધૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશન પર દિવ્યાંગની આ ટિમ સાથે તેમને વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી લઇ ગયેલા કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા પણ સામેલ હતા. તેઓએ જણાવ્યું કે એકવાર મકરસંક્રાંતિના પર્વ પાર તેમને એક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા જ્યાં વડાપ્રધાન મોદીએ આ દિવ્યાંગોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાદ તેમને પ્રયાસ કર્યો અને દિવ્યાંગોની મુલાકાત વડાપ્રધાન સાથે થઇ ગઈ. વડાપ્રધાન મોદી દિવ્યાંગોને મળવા માટે પોતાની ખુરશી છોડીને આગળ આવ્યા હતા!

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here