અર્જુન સાથે મલાઈકા ના સંબંધને કપૂર પરિવારે આપી લીલી ઝંડી? કાકી ની સાથે પહેલી વાર બંને એ કરી પાર્ટી…

0

બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાની લવ લાઈફ ને લઇને આગળના અમુક સમયથી લાઇમ લાઈટ માં છે. અર્જુન કપૂર એક વાર ફરી મલાઈકા અરોરા અને તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાન ના ગર્લ ગેંગ ની સાથે મોડી રાત સુધી પાર્ટી કરતા નજરમાં આવ્યા હતા. પણ આ વખતે ની તસ્વીરો કંઈક ખાસ છે કેમ કે બંને ની સાથે અર્જુન ની કાકી મહીપ કપૂર પણ ખુબ મસ્તી કરતી જોવામાં આવી રહી છે. જણાવી દઈએ કે મહીમ કપુર અર્જુન કપૂર ના કાકા સંજય કપૂર ની પત્ની છે.
અર્જુન-મલાઈકા મોટાભાગે એકસાથે ફરતા અને પાર્ટી કરતા સ્પોટ કરવામાં આવે છે પણ પહેલી વાર તેની કાકી તેઓની સાથે નજરમાં આવી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે અર્જુન-મલાઈકાના કથિત રિલેશન ને કપૂર પરિવારે પસંદ કરી લીધું છે. રિપોર્ટ અનુસાર બંને આગળના વર્ષ લગ્ન ની પ્લાનિંગ કરવાના છે. વર્ષ 2019 માં બંને પોતાના રિલેશન ને એક નવું નામ આપવાના છે.
મોડી રાતે સામે આવેલી પાર્ટી ની તસ્વીરો માં અર્જુન અને મલાઈકા એકબીજાની ખુબ નજીક છે સાથે જ અર્જુન ની કાકી મહીપ એ પણ તેઓ સાથે ખુબ મસ્તી કરી હતી. સોશિયલ મીડિયા પર પણ આ પાર્ટીની તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે.
આ પાર્ટીમાં તેઓની સાથે કરીના કપૂર ખાન, મલાઈકા ની નાની બહેન અમૃતા સહીત ઘણા મિત્રો દેખાઈ રહ્યા છે. સાથે જ બંને હાલના દિવસોમાં ટાઈમ સ્પેન્ડ કરતા અને પાર્ટી કરતા જોવા મળે છે. આ સિવાય અર્જુન મલાઈકા નો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે વિદેશ પણ પહોંચ્યા હતા.
ફેન્સ ને જો કે આ જોડી ખુબ જ પસંદ માં આવી રહી છે પણ વાટ માત્ર એ જ વાતની છે કે બંને ક્યારે પોતાના આ રિલેશન ને બધાની સામે ઓફિશિયલ કરે. આગળના દિવસોમાં મલાઈકાના એક મિત્ર એ કહ્યું હતું કે હાલ બંને એક બીજાને સમજી રહયા છે તેના માટે તેઓને સમય ની જરૂર છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here