અર્જુન મલાઈકા ના લગ્નની ખબરો પર પહેલી વાર બોલ્યા અરબાઝ ખાન, સલામન ને નથી પસંદ તેઓની જોડી….

0

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ની વચ્ચે વધતી જઈ રહેલી નજીકતાની ખબરો ખુબ ચર્ચા માં છે. મલાઈકા એ જયારે આગળના વર્ષે અરબાઝ ખાન સાથે તલાખ લીધા હતા ત્યારથી જ બંને ના અફેયર ની ખબરો આવી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર મલાઈકા ના અફેયર ને લીધે જ અરબાઝે તેને તલાખ આપવાનો નિર્ણંય લીધો હતો.હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં અરબાઝે પોતાના તૂટેલા રિશ્તા અને મલાઈકા ના અફેયર ની ખબરો પર પોતાનું મૌન તોડ્યું છે. અરબાઝ કહે છે કે, ”લોકો પોતાના જીવન અને કેરિયર ને પરફેક્ટ બનાવા માટે કોમ્પ્રોમાઇઝ કરે છે. લગ્ન માં પણ એવું જ કઈક થતું હોય છે”.
”એક સારા કપલ બનવા માટે બે લોકો ઘણા એડજેસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરે છે. પછી તેઓ તેનાથી ખુશ હોય કે ના હોય. મને સમજમાં નથી આવતું કે શું આપણે આનાથી વધુ મેળવવાની ઈચ્છા ન રાખવી જોઈએ. દરેક કોઈને એક સારી પત્ની ની ઈચ્છા હોય છે અને હું ખુશ છું”.મેં 21 વર્ષ સુધી અમારા સંબંધ ને તથાવત રાખ્યા પણ જો કે દરેક કોઈ આટલા સમય પોતાના રિલેશન ને સંભાળી ન શકે. જણાવી દઈએ કે હાલના દિવસો માં અરબાઝ પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ની સાથે લગ્ન કરવાની તૈયારી માં છે, જયારે મલાઇકા-અર્જુન પણ લગ્નને લઈને ચર્ચા માં છે.રિપોર્ટ અનુસાર મલાઈકા-અર્જુન આગળના વર્ષ એટલે કે 2019 માં લગ્ન કરી શકે તેમ છે. આગળના અમુક દિવસો થી બંને ને એક-બીજા સાથે જોવામાં આવી રહ્યા છે. મલાઈકા-અર્જુન થી 12 વર્ષ મોટી છે અને તેનો અને અરબાઝ નો 15 વર્ષનો દીકરો પણ છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here