અર્જુન-મલાઈકા ના લગ્ન ની તૈયારીઓ થઇ શરૂ, આ દિવસે લેશે સાત ફેરા….

0

બૉલીવુડ માં હાલના દિવસોમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ખુબ ચર્ચા માં છે. બંને ની લવસ્ટોરી મીડિયા માં ખુબ છવાયેલી છે. અત્યાર સુધી તો બંને એકબીજા સાથે છુપાઈને મળી રહ્યા હતા. પણ કદાચ હવે એ લોકોને પણ સમજાઈ ગયું છે કે પ્રેમ છુપાવાથી છુપાતો નથી. માટે હવે બંને ખુલ્લેઆમ નજરમાં આવી રહ્યા છે. ક્યારેકે ડિનર ડેટ પર તો ક્યારેક લોન્ગ ડ્રાઇવ પર નજરમાં આવે છે. બંને પોતાના સંબંધ ને લઈને ખુબ જ ગંભીર છે. હવે બંને ના લગ્ન ને લઈને ખબરો આવી રહી છે, રિપોર્ટ ના અનુસાર જલ્દી જ તેઓ લગ્ન ના બંધન માં બંધાઈ શકે તેમ છે. એવામાં બંને ના લગ્નની તારીખ પણ આવી ગઈ છે, પણ કપૂર પરિવાર દ્વારા તેને કન્ફોર્મ કરવામાં આવી નથી.કહેવામાં આવી રહ્યું છે કે બંને માર્ચ ના અંત માં લગ્ન કરી શકે તેમ છે.મલાઈકા એ પોતાની પુરી ટિમ ને લગ્ન ની તૈયારીઓ વિશે જણાવી દીધું છે. આ વાતનો ખુલાસો મલાઈકા ની ટિમ ના એક સદસ્ય એ કર્યો છે. મલાઈકા પોતાના લગ્ન ને પ્રાઇવેટ રાખવા માંગે છે, તે નથી ઇચ્છતી કે તેના અને અર્જુન ના લગ્ન ને લઈને મીડિયા માં કોઈ ખબર મળે.
આ સિવાય અર્જુન કપૂર લગ્ન પછી એક શાનદાર રીશેપ્શન ની પ્લાનિંગ કરી રહ્યા છે. એવામાં આગળના દીસવે પણ કરન જોહરે વાત વાત માં તેઓના લગ્ન ની જાણકારી આપી દીધી હતી. જો કે અર્જુન કપૂર ના પરિવાર ના લગભગ બધા જ સદ્સ્યો મલાઈકા ને પોતાના પરિવાર ની વહુ ના સ્વરૂપે માની ચુક્યા છે.
જો કે ખાન પરિવાર માં મલાઈકા ના આ સંબંધ ને મંજુર કરવામાં નથી આવી રહ્યો.સલમાન ખાન ના સિવાય મલાઈકા ની દરેક સદસ્યો સાથે વાતચીત થાય છે. સાલમાંન ને અર્જુન-મલાઈકા નો સંબંધ પસંદ માં નથી આવી રહ્યો. જણાવી દઈએ કે મલાઈકા એ વર્ષ 2017 માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. જો કે છતાં પણ તેઓ એકબીજાના સારા એવા મિત્રો રહ્યા છે અને પોતાના દીકરા માટે બંને એકબીજાને અમુક સમયે મળતા પણ રહે છે. હવે એ જોવાનું છે કે મલાઇકા ક્યાં દિવસે અર્જુન ના નામની મહેંદી પોતાના હાથોમાં લગાવે.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here