સાવકો ભાઈ અર્જુન કપૂરે બહેન જાનવી અને ખુશીને બોલાવ્યા પોતાના ઘરે, બોની કપૂરને મળ્યા ગળે…જુવો Photos

0

શ્રી દેવીના નિધનના સમયે જ્યાં અર્જુન કપૂર હર કદમ પર પાપા અને બહેનની સાથે ખડા કદમે નજર આવ્યા હતા, હાલ અર્જુને દરેકને પોતાના ઘરે બોલાવ્યા છે.  બોલીવુડની ફેમસ અદાકારા શ્રી દેવીના નિધન બાદ અર્જુન કપૂરની નજદીકી સૌતેલી બહેનો જ્હાનવી કપૂર અને ખુશી સાથે વધી રહી છે. અર્જુન પોતાની બંને બહેનોનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. અર્જુન કપૂરની બહેન અંશુલાની પણ કડવાહટ દુર થવા લાગી છે.

રીપોર્ટસના આધારે આર્જુનને લાગે છે કે તેના પાપા અને બહેનોને તેની જરૂર છે. અર્જુન જેવી રીતે પોતાની બહેન અંશુલા માટે પ્રોટેક્ટીવ છે, તેવી જ રીતે જહાનવી અને ખુશી માટે ફિલ કરી રહ્યા છે. જાણકારી અનુસાર એ પણ લખ્યું કે, ‘અર્જુન પોતાના પાપા ને ત્યાં શિફ્ટ થઇ શકે છે, હજી સુધી પિતા બોની કપૂરથી દુર અર્જુન અને અંશુલા એક સ્વતંત્ર જીવન જીવી રહ્યા હતા.

શ્રી દેવીના નિધનની જાણ થતા જ અર્જુન અમૃતસર માં નમસ્તે ઇંગ્લેન્ડની શુટિંગ છોડીને મુંબઈ આવી ગયા હતા. હાલ તેણે આ ફિલ્મની ફરીથી શુટિંગ શરુ કરી દીધી છે. શુટિંગ શેડ્યુલ પર નીકળતા પહેલા અર્જુને પાપા બોની કપૂર અને જ્હાનવી કપૂર-ખુશી ને પોતાના ઘરે બોલાવ્યા હતા. સુત્રોના આધારે ત્રણે જણ ખુબ સમય અર્જુન કપુરના ઘરે રોકાયા હતા.        

જ્યારે આ લોકો અર્જુન કપૂરના ઘરેથી નીકળ્યા ત્યારે તેણે ખુદ બંને બહેનોને કારમાં બેસાળી હતી. અને સાથે જ પાપા બોની કપૂરને ગળે પણ મળ્યા હતા. જણાવી દઈએ કે જ્હાનવીએ પણ પોતાની ડેબ્યું ફિલ્મ ધડક ની શુટિંગ શરુ કરી દીધી છે અને ખુશી પણ પોતાની એજ્યુકેશન પર ફોકસ કરવા લાગી છે. 

અંશુલાએ બર્થ ડે ની તૈયારી:

બોમ્બે ટાઈમ્સ ની રીપોર્ટ નાં આધારે બોની કપૂર જ્હાનવીને તેના બર્થ ડે પર સ્પેશીયલ ફિલ કરાવા માંગતા હતા.પણ, તેની પહેલા અંશુલાએ બર્થ ડે ની પૂરી તૈયારી કરી લીધી હતી. સોનમ કપૂરે જ્હાનવી કપૂરના બર્થ ડે સેલિબ્રેશનની ફોટો પણ શેઈર કરી હતી.    

આ ફોટોઝ માં જ્હાનવી ની સાથે તેની બહેન ખુશી, પાપા બોની કપૂરની સાથે સૌતેલી બહેન અંશુલા કપૂર પણ ઉપસ્થિત રહી હતી. જ્હાનવી ના બર્થ ડે ના મૌકા પર અંશુલાએ તેને ઇનસ્ટાગ્રામ પર ફોલો કરી હતી. સાથે જ જ્હાનવીએ પણ પોતાની સૌતેલી બહેન અંશુલાને ફોલો કરી હતી.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.