અર્જુન કપૂરની દાદીએ કરી હતી ગર્ભવતી શ્રીદેવીની આ કારણથી પીટાઈ…..

0

જ્યારે શ્રી દેવી ની માં ની તબિયત બગડી ત્યારે તેના ઈલાજ માટે અમેરિકા લઇ જવામાં આવી હતી, જ્યાં બોની કપૂર પણ શ્રી દેવી ની સાથે રહ્યા હતા. શ્રી દેવી ની માં નું દેહાંત થઇ ગયું પણ લગાતાર સાથે રહેવાથી શ્રી દેવી બોની કપૂર થી ખુબ જ પ્રભાવિત હતી.

બોલીવુડ એક્ટ્રેસ શ્રી દેવીની મૌત ની ખબર સાંભળતા પૂરું સિનેમા જગત શોકમાં ડૂબી ગયું છે. સુપરસ્ટાર અમિતાબ બચ્ચન, આમીર ખાન અને રજનીકાંત સહીત તમામ દિગ્ગજ બોલીવુડ અભિનેતાઓ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જો કે શ્રી દેવી અને બોની કપૂર ની લવ સ્ટોરીના ઘણા એવા કિસ્સાઓ લાજવાબ છે, તેમાનો એક એવો પણ છે કે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ.

જણાવી દઈએ કે બોની કપૂરની પહેલી પત્ની મોનાની માં ‘સત્યી શૌરી’ એ તે સમયમાં શ્રી દેવીની પીટાઈ કરી હતી.

શ્રી દેવી અને બોની કપૂરની વચ્ચે પ્રેમ પ્રકરણ ત્યારે શરુ થયું હતું જ્યારે મિથુન ચક્રવતી સાથેનો શ્રી દેવીનો રિશ્તો ખત્મ થઇ ગયો હતો. કેમ કે મિથુન અને બોની કપૂર સારા મિત્રો હતા માટે શ્રી દેવી બોની ને પણ જાણતી હતી. મિથુન સાથેની દુરી બનાવ્યા બાદ શ્રી દેવી બોની કપૂરના નજદીક આવવા લાગી હતી. બોની કપૂર શ્રી દેવીનું પૂરું ધ્યાન રાખતા હતા જેના લીધે શ્રી દેવીને બોની પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવના જાગવા લાગી હતી. બોની કપૂરે શ્રી દેવીની આર્થિક મદદ પણ કરી હતી. શ્રી દેવી ની માં એ ઘણો એવો કર્જ લીધો હતો તે પણ બોનીએ ચૂકતો કર્યો હતો.

આ દરમિયાન જ શ્રી દેવી અને બોની કપૂર ચુપકે-ચુપકે એકબીજાના થઇ ગયા હતા. ત્યાં સુધી તો બધું ઠીક હતું પણ જ્યારે મીડિયામાં શ્રી દેવીની પ્રેગનેન્સી ની ખબરો લીક થવા લાગી ત્યારે શ્રી દેવીની સમસ્યા ડબલ થઇ ગઈ હતી. બોનીની પત્ની મોનાને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તો જાણે હંગામા મચી ગયો. એક પાર્ટીમાં તો અર્જુન કપૂરની દાદી એ શ્રી દેવી પર હુમલો પણ કર્યો હતો.

ખબરોના આધારે તે સમયે શ્રી દેવી ગર્ભવતી હતી અને સત્યી લગાતાર તેના પર લાતો અને ઘુંસાઓની વર્ષા કરી રહી હતી. અહી અર્ચના પૂરણસિંહે શ્રી દેવીની મદદ કરી હતી અને સત્યીને ખેંચીને અલગ કરી હતી. આ ઘટના બાદ શ્રી દેવી પ્રત્યે બોનીનો લગાવ વધી ગયો અને જલદી જ બંનેને લગ્ન કરી લીધા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.