સલમાનની ભાભી કદાચ ભૂલી નથી શકી અર્જુનને.. શું ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? આ રહ્યું સબુત વાંચો અહેવાલ

આગળના ઘણા સમયથી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરનાં રીલેશનની ખબરો ચર્ચામાં છે. સાથે જ અરબાજ ખાન અને મલાઈકા અરોડાનાં તલાક માટેનો જવાબદાર પર અર્જુન કપૂરને જ ગણવામાં આવ્યો હતો. બંનેને મોટાભાગે પાર્ટી કરતા અને એઈરપોર્ટ પર પણ સાથે સ્પોટ કરતા જોવામાં આવ્યા છે, પણ અમુક દિવસોથી જાણે બંને સાથે નજરમાં આવી રહ્યા નથી. જાણકારી હતી કે બોની કપૂરે અર્જુન કપૂરને મલાઈકાથી દુરી બનાવી લેવા માટેની સખ્ત ચેતવણી આપી છે.
બંનેના અફેઈરની ખબર એકવાર ફરી એટલા માટે ચર્ચામાં છે કેમ કે હાલ માં જ અર્જુને પોતાના ઇનસ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ કરી હતી જેને મલાઈકા અરોડાએ પણ લાઈક કરી હતી. જણાવી દઈએ કે, અર્જુને પોતાના ઇનસ્ટાગ્રામ પેજ પર રોનાલ્ડોની સાથે એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તેમણે કૈપ્શન આપતા લખ્યું કે ફૂટબોલના મહાન ખેલાડીની સાથે ફૂટબોલ વિશે વાત કરતા અદ્ભુત અનુભવ થયો.
જાણકારી અનુસાર મલાઈકા અને અર્જુન કપૂરનાં રીલેશનને લઈને સલમાન ખાનનાં અર્જુન કપૂરના રીશ્તામાં ખટાસ ઉત્પન્ન થઇ ગઈ હતી. અરબાજ-મલાઈકાનાં તલાક માટે પણ સલમાન અર્જુનને જ જવાબદાર માને છે. ક્યારેક સારી એવી બોન્ડીંગ શેઈર કરનારા અર્જુન અને સલમાનનો હાલમાં જ વિડીયો વાઈરલ થઇ રહ્યો હતો જે સોનમ કપૂરના રીશેપ્શનનો હતો. આ વિડીયોમાં બંને એકબીજાને ઇગ્નોર કરતા દેખાઈ રહ્યા છે.જ્યારે અમુક સમય પહેલા મલાઈકાએ એક ઇન્ટરવ્યુમાં બંનેનાં રિશ્તા વિશે પૂછવામાં આવેલા સવાલ પર જવાબમાં કહ્યું કે, અર્જુન મારો સારો એવો મિત્ર છે, લોકો અમારા આ રીલેશનને અલગ નજરથી જોઈ રહ્યા છે જે ઉચિત નથી. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!