સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં અનુષ્કા શર્મા ની હમશકલ ની તસવીરો છવાયેલી છે, અનુષ્કા ની હમશકલ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે. હવે અનુષ્કા એ પોતાની હમશકલ ને જવાબ આપી દીધો છે. તમને જણાવી દઈએ કે આ હમશક્લ સિંગર ‘જુલિયા માઈકલ’ છે, જુલિયા માઈકલ એ અનુષ્કા ને એક તસ્વીર સાથે ટેગ કરતા લખ્યું કે,”શું આપણે બંને જુડવા છીએ?” આ પર અનુષ્કા એ જવાબ આપ્યો કે ”હાં”, હું અત્યાર સુધી તને અને આપણા પાંચ અન્ય હમશકલ વ્યક્તિઓને શોધી રહી હતી”.
જુલિયા માઈકલ એક અભિનેત્રી છે અને હાલમાં જ તેનું એક નવું સિંગર એજઆઈટી રિલીઝ થયું છે જો કે હૉલીવુડ અભિનેત્રી સેલેના ગોમ્સ ની સાથે છે. જુલિયા માઈકલ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ વેરિફાઇડ છે, જે તે દર્શાવે છે કે તે વાસ્તવમાં કોઈ મોટી સેલિબ્રિટી કે સ્ટાર છે. જયારે અનુષ્કા અને વિરાટ ના અમુક પ્રશંસકો એ તો આ બંને ની તુલના કઈક એવી રીતે કરી છે કે જાણે કે કુંભ ના મેળા માં આ બન્ને બહેનો જુદી થઇ ગઈ હોય અને અત્યારે મળી રહી છે.
અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પોતાંના પતિ વિરાટ કોહલી ની સાથે ન્યુઝીલેન્ડ માં છે. ક્રિકેટ થી સમય મળતા જ વિરાટ પત્ની ની સાથે રજાઓ મનાવી રહ્યા છે. બંનેની રોમેન્ટિક તસવીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે.એકપછી એક વિરાટ કોહલી પોતાની પત્ની ની સાથે રોમેન્ટિક તસ્વીરો શેયર કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ માં ઐતિહાસિક જીત પછી બંને ફરવા માટે નીકળ્યા છે. વિરાટે અનુષ્કા સાથેની એક તસ્વીર શેયર કરી છે જેમાં બંને જંગલ ની યાત્રા કરી રહ્યા છે, તેની આ તસ્વીર ને પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
11 ડિસેમ્બર 2017 ના રોજ વિરાટ અને અનુષ્કા એ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેઓને એકબીજ સાથે રહેવાનો મૌકો ખુબ ઓછો મળ્યો હતો. અનુષ્કા હાલ કોઈ ફિલ્મમાં વ્યસ્ત નથી અને તે પોતાના પતિ વિરાટ ની સાથે ફિલ્મ ઝીરો ના રિલીઝ પછીથી જ છે.
અનુષ્કા ને “જન્નત” દેખાડવા માટે વિરાટ કોહલી એ ભાડે લીધું હેલીકોપ્ટર અને….
ભારતીય ક્રિકેટ ટિમ પોતાના કપ્તાન વિરાટ કોહલી વગર ન્યુઝીલેન્ડ થી ટી-20 ના મુકાબલા માં ભીડાઈ રહી છે. જયારે બીજી તરફ વિરાટ-અનુષ્કા ભીડ ભાડ થી દૂર રજાના દિવસો વિતાવી રહ્યા છે. બંને મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાના રજાના દિવસો ની તસ્વીરો શેયર કરતા રહે છે, હાલમાં જ એક વાર ફરી થી વિરાટ નો પ્રેમ અનુષ્કા માટે ઉભરાઈ ગયો છે.વિરાટે પત્ની અનુષ્કા ને ફેરવવા માટે પ્રાઇવેટ હેલીકૉપ્ટર ભાડે લીધું છે.
સોશિયલ મીડિયા પર વાઇલર થઈ રહેલી તસ્વીરો માં અનુષ્કા અને વિરાટ કોઈ બર્ફીલા પહાડ પર નજરમાં આવી રહ્યા છે. આ તસ્વીર માં વિરાટ અને અનુષ્કા એ એક બીજાને ગળે લગાડેલા છે. જયારે બીજી તસ્વીર માં વિરાટ-અનુષ્કા કોઈ લીલા હરિયાળા પહાડ પર નજરમાં આવી રહ્યા છે. આ બંને તસ્વીર ની ખાસ વાત એ છે કે તેમાં વિરાટ-અનુષ્કા ની પાછળ એક હેલીકોપ્ટર પણ છે. એવું લાગી રહ્યું છે કે બંને આ પ્રાઇવેટ હેલીકોપ્ટર થી પોતાની સફર ને ખુબ એંજોય કરી રહ્યા છે.
હાલમાં જ વિરાટ કોહલી એ પોતાની પત્ની અનુષ્કા ની સાથે એક અન્ય તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમાં વિરાટ અનુષ્કા એકસાથે જંગલ માં ફરતા દેખાઈ રહ્યા છે. તસ્વીર ના કૈપ્શન માં વિરાટે બસ એટલું જ લખ્યું કે, ‘મેરી હૈં’.
ફોટો માં ટોપી, શોર્ટ્સ, અને ટીશર્ટ પહેરેલા વિરાટ કોહલી અનુષ્કા નો હાથ પકડીને આગળ ચાલી રહ્યા છે અને તેની પાછળ ચાલી રહેલી અનુષ્કા પાછળ જોઈને કેમેરા ની તરફ પોઝ આપી રહી છે. અનુષ્કા એ પણ ટોપી પહેરી રાખી હતી અને લોઅર-ટીશર્ટ અને સ્પોર્ટ શૂઝ પહેરી રાખ્યા છે.
જયારે સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં અનુષ્કા શર્મા પોતાની ડુબ્લીકેટ ને લઈને પણ ચર્ચા માં છે. અનુષ્કા અને તેની ડુબ્લીકેટ ને જોઈને દરેક કોઈ તેને જુડવા ગણી રહ્યા છે. અનુષ્કા ની હમશકલ જુલિયા એ બે તસ્વીરો પર ટ્વીટ કર્યું કે,”અનુષ્કા કદાચ આપણે જુડવા છીએ”. જુલિયા એ પોતાની આ પોસ્ટ માં અનુષ્કા ને ટેગ પણ કરી છે. ટ્વીટ કરવામાં આવેલી તસ્વીરો માં જુલિયા અને અનુષ્કા એક જેવી જ દેખાઈ રહી છે.તેની પોસ્ટ પર અનુષ્કા એ જવાબ આપ્યો કે.”ઓહમાઈગોડ હાં…હું પૂરું જીવન તને અને આપણા બાકીના 5 હમશકલ ને શોધતી રહીશ”.
Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
