101 વર્ષ ની ઉંમરે આ વૃદ્ધ મહિલા વહેંચે છે ચા, અભિનેતા અનુપમ ખેરે શેયર કર્યો ભાવુક કરી દેનારો વિડીયો….

0

બૉલીવુડ ના દિગ્ગજ અભિનેતાઓમાંના એક અનુપમ ખેર હાલના દિવસોમાં ચર્ચામાં છવાયા છે. જ્યાર થી તેની આવનારી ફિલ્મ ‘દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટ’ નું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી આ ફિલ્મ વિશેં દરેક નાની-મોટી ખબરો મીડિયાવા આવતી રહે છે. જણાવી દઈએ કે અનુપમ ખેર નો લુક આ ફિલ્મમાં હૂબહૂ પૂર્વ પ્રધાનમંત્રી જેવો જ રાખવામાં આવ્યો છે. આ વચ્ચે અનુપમ ખેરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો શેયર કર્યો છે, જેમાં તે 101 વર્ષ ની ચા બનાવતી મહિલા ની સાથે વાતચીત કરતા નજરમાં આવી રહ્યા છે.

ખજુરાહો માં 101 વર્ષ ની ‘હરબી દેવી’ ને મળ્યા અનુપમ ખેર:

આ વિડીયો ને શેયર કરતા અનુપમ ખેરે લખ્યું કે,”હું ખજુરાહો માં હરબી દેવી ને મળ્યો. તે 101 વર્ષની છે અને ખુશ છે. તે એક ઝાડ ની નીચે ચા વહેંચે છે’.હરબી દેવી ના વિશે અનુપમ ખેરે જણાવ્યું કે તે ખુબજ હિંમતવાન છે. હરબી દેવી સાથે વાતચીત કરતા અનુપમ ખેરે ટ્વીટર પર તેને શેયર કર્યું અને આ વીડ્યો માત્ર 15 સેકન્ડ નો જ છે. તમે જોઈ શકો છો કે અનુપમ ખેર ને મળ્યા પછી હર્બી દેવિ કેટલી ખુશ નજરમાં આવી રહી છે, જ્યા સુધી અનુપમ ખેર તેની પાસે રહ્યા, તેના ચેહરા પર સ્મીત દેખાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે નવા વર્ષના નિમિતે 11 જાન્યુઆરી ના રોજ રિલીઝ થનારી અનુપમ ખેર ની ફિલ્મ ‘દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અત્યારથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. એવામાં તેની પત્ની કિરણ ખેરે જણાવ્યું કે,”મારા પતિ એ ફિલ્મમાં ડૉ.મનમોહન સિંહ નો કિરદાર નિભાવ્યો છે અને તેમણે ખુબ જ સુંદર અભિનય કર્યો છે.આ કિરદાર તેની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મઓમાનો એક છે.પણ તેનો વિરોધ થઇ રહ્યો છે અને વિરોધી માનસિકતા વાળા લોકો આ ફિલ્મ પર રાજનીતિ કરી રહ્યા છે. કરવા દો,જેને વિરોધ કરવો હોય. કોંગ્રેસી જેટલા આ ફિલ્મ નો વિરોધ કરશે, તેટલી જ ફિલ્મ લોકપ્રિય બનશે”. કિરણ ખેરે આ ફિલ્મ ને ઓસ્કર માં મોકલવાની પણ વાત કહી છે.

‘દ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ માં આ હશે મુખ્ય કલાકારો:

આ ફિલ્મમાં અનુપમ ખેર ના સિવાય અક્ષય ખન્ના પણ નજરમાં આવવાના છે. ફિલ્મમાં દિવ્ય શેઠ શાહ પીએમ મનમોહન સિંહ ની પત્ની ગુરશરણ કૌર નો કિરદાર નિભાવશે. અર્જુન માથુર રાહુલ ગાંધી બનેલા છે અને અહાના કુમરા પ્રિયંકા ગાંધી ના રૂપમાં નજરમાં આવી શકે તેમ છે. રામ અવતાર ભારદ્વાજ એ અટલ બિહારી વાજપેયી ની ભૂમિકા નિભાવી છે. સોનિયા ગાંધી નો કિરદાર નિભાવવા માટે જર્મનીની કલાકાર સુજૈન બર્નર્ટ ને પસંદ કરવામાં આવી છે.

Video:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here