બિગ બોસ પૂરું થતા અહીંયા મળ્યા બંને, 65 વર્ષ નો અનુપ જલોટા ની 37 વર્ષ નાની હોટ જાસલીન સાથે મોડી રાત સુધી માણી પાર્ટી

0

સલમાન ખાન ના સૌથી ફેમસ રિયાલિટી શો બિગ બોસ-12 માં વચિત્ર જોડી માં નજરમાં આવેલા અનુપ જલોટા અને જસલીન મથારુ ને શો પૂરો થયાના 12 દિવસ પછી એક વાર ફરીથી સાથે જોવામાં આવ્યા છે. તેની પહેલા અનુપ ને સિંગર અલ્કા યાજ્ઞિક ની દીકરી ના લગ્ન માં જોવામાં આવ્યા હતા. પણ આ વખતે બંને ને એકસાથે નાની એવી પાર્ટીમાં જોવામાં આવ્યા હતા જેઓની વચ્ચે થોડીઘણી વાતચીત, ડિનર અને અન્ય મજેદાર ચીજો પણ થઇ હતી. જણાવી દઈએ કે અનુપ બિગ બોસ-12 માં જસલીન ના પહેલા બેઘર થયા હતા. પછી જસલીન ને પણ શો ના બહાર થાવું પડ્યું હતું.
જણાવી દઈએ કે બિગ બોસ-12 થી બહાર થયા પછી બંને એ પોતાની આ લવસ્ટોરી ને પબ્લિસિટી સ્ટંટ જણાવ્યો હતો જો કે માત્ર શો માટે જ કરવામાં આવ્યો હતો. એવામાં બંને ને ફેક લવ(ખોટો પ્રેમ) કહીને સોશિયલ મીડિયા પર ખુબ આલોચના કરવામાં આવી હતી. પણ એકવાર ફરીથી આ વિચિત્ર જોડી એકસાથે નજરમાં આવી હતી. જણાવી દઈએ કે બંને એ એક સાથે પાર્ટી કરી હતી. પાર્ટીમાં શ્રીસંથ પોતાની પત્ની ભુવનેશ્વરી ની સાથે, તથા બિગ બોસ-11 ની વિનર શિલ્પા સિંદે પણ અહીં નજરમાં આવી હતી.
પણ એકવાર ફરીથી સાથે જોવા પર અનુપ અને જસલીન સોશિયલ મીડિયા પર યુઝર્સ નો શિકાર થઇ ગયા છે. યુઝર્સ તેઓને લઈને જાત જાત ની કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે તો સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્ર જૈન ને મોટીવેટ કરવાની પણ વાત લખી નાખી હતી.જણાવી દઈએ કે જસલીન ના શો ના બહાર આવ્યા પછી અનુપ સાથે ના પોતાના સંબંધ ને એક પ્રેન્ક જણાવ્યો હતો. પણ બંને ની જોડી ને લઈને બિગ બોસ ના ઘરમાં જ નહિ પણ બહાર પણ ખુબ હલ્લો મચી ગયો હતો.

જણાવી દઈએ કે તેની પહેલા અનુપ અલ્કા યાજ્ઞિક ની દીકરી સાયશા કપૂર ની રીશેપ્શન પાર્ટીમાં નજરમાં આવ્યા હતા જ્યાં જસલીન પણ પહોંચી હતી. કેમેરો જોતા જ અનુપ એ તેઓને એક થી એક પોઝ આપ્યા હતા અને પાર્ટીમાં ખુબ એન્જોય પણ કર્યું હતું. આ પાર્ટીમાં અનુપ ના સિવાય ગોવિંદા, સોનુ નિગમ, સુભાષ ઘઈ, શબાના આઝમી, જાવેદ અખ્તર, હિમેશ રેશમિયા, આમિર અલી પત્ની સંજીદા શેખ ની સાથે પહોંચ્યા હતા. અલ્કા યાજ્ઞિક ની દીકરી સાયશા એ બોયફ્રેન્ડ અમિત દેસાઈ સાથે લગ્ન કરેલા છે.જણાવી દઈએ કે બિગ બોસ-11 માં ટીવી અભિનેત્રી દીપિકા કક્ક્ડ એ બાજી જીતી લીધી છે. જયારે ફર્સ્ટ રનર-અપ શ્રીસંથ રહ્યા હતા તો ત્રીજા નંબર પર દિપક ઠાકુર એ શો થી 20 લાખ રૂપિયા ની બૈગ લઈને ખુદ ને ખિતાબી જંગ થી બહાર કરી લીધા હતા. શો માં ટોપ-5 કન્ટેસ્ટન્ટ માં કરણવીર બોહરા, દિપક ઠાકુર, શ્રીસંથ, દીપિકા કક્કડ અને રોમીલ ચૌધરી રહયા હતા.

65 વર્ષના ભજન સમ્રાટ ની ગર્લફ્રેન્ડની ઉમર છે 28 વર્ષ – 3 વર્ષ થી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે, જોઈને સલમાન પણ ચોંકી ગયો વાંચો પ્રેમ-કહાની….

હાલના દિવસોમાં બિગ બોસ-12 માં અનુપ જલોટા અને જસલીન મથારુ નો જોડી ઘરની અંદર અને બહાર ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે અનુપ અને જસલીન નું રિલેશન માત્ર ગેમમાં બની રહેવા માટે જ છે.તેઓએ મંચ પર જ પોતાના અને મથારુ ના સંબંધ વિશે ખુલાસો કરીને દરેકને ચોંકાવી દીધા હતા. જસ્લીન ખુદ એક ગાયિકા છે જે લાંબા સમય સુધી જલોટા ની શિષ્ય પણ રહી ચુકી છે.આ જોડીને વિચિત્ર એટલા માટે માનવામાં આવે છે કેમ કે તેઓની વચ્ચે પુરા 37 વર્ષનું અંતર છે. 28 વર્ષની જસ્લીન  અને 65 વર્ષના અનુપ જલોટા સાડા 3 વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે.હવે બિગ બોસ ના એક્સ કન્ટેસ્ટેન્ટ હિતેન તેજવાની એ આ રિશ્તા પર પોતાની રાય રાખી છે. તેની પેહલા પ્રોમોમાં બતાવામાં આવ્યું હતું કે ઘરવાળા આજે અનુપ અને જસ્લીન ના રિલેશનને લઈને સવાલ ઉઠાવશે, તેનું સંચાલન હિતેન અને હિના ખાન કરશે.

ઇન્ટરવ્યૂમાં હિતેને કહ્યું કે હું આ બાબત પર કોઈ જ જજમેન્ટ ન આપી શકું, પણ હું જયારે બીગબોસ ના ઘરની અંદર ગયો તો મને તેઓનું આ રિલેશન એકદમ નકલી લાગ્યું. આ બંને જ આ રિલેશન ને નેશનલ ટીવી પર સ્વીકાર કરી રહ્યા છે.આ સીઝનમાં હિતેન એ પણ કહે છે કે-ત્યારે કંઈપણ કહેવું જલ્દબાજી થશે. તેના સિવાય સેલેબ કન્ટેસ્ટેન્ટ ની વાત કરીયે તો દીપિકા અને કરણવીર બોહરા પણ મજબૂત દાવેદાર છે, કરણવીર મને શાંત સ્વભાવના લાગ્યા, કોણ ક્યાં સુધી જાશે તે હાલ કોઈપણ ન બતાવી શકે.બિગ બોસ-12 ના મંચ પર લાઈવ રિપોર્ટ:
જસ્લીને જણાવ્યું હતું કે હજી સુધી તે આ રિશ્તા વિશે કંઈપણ કહેવા માટે તૈયાર નથી પણ હવે તે પોતાના પ્રેમ ને દુનિયાની સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા તેની પહેલા ત્રણવાર લગ્ન કરી ચુક્યા છે. તેની પહેલી પત્ની ગાયિકા સોનાલી શેઠ હતી. સોનાલી શેઠ ના પછી તેમણે બીના ભાટિયાની સાથે એરેન્જ મેરેજ કર્યા હતા પણ આ લગ્ન પણ લાંબા સમય સુધી ચાલી શક્યા ન હતા.

તેના પછી અનૂપે ત્રીજા લગ્ન પૂર્વ પ્રધાનમંત્રી આઈ ના ગુજરાલ ની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા હતા પણ વર્ષ 2014 માં મેઘા ની મૌત થઇ ગઈ હતી. હવે અનુપ જલોટા અને જસ્લીને જણાવ્યું કે તે આગળના ત્રણ વર્ષથી રિલેશનમાં છે.
જસ્લીને જણાવ્યું કે તે અત્યાર સુધી પોતાના ઘરના લોકોંને આ બાબત વિશેની જાણ કરી શકી ન હતી પણ તે હવે આ બાબત વિશેની જાણ કરવા માટે તૈયાર છે.જસ્લીને કહ્યું કે,”આ જાણકારી મારા ઘરના લોકો માટે પણ એક શોકની જેમ થવાની છે. જો કે અમને એકબીજા સાથે કઈ ખાસ સમય મળતો ન હતો પણ હવે બિગ બોસ ના ઘરમાં અમને એક બીજાની સાથે ખુબ જ સમય વિતાવાનો મૌકો મળે છે”.રિલેશનશિપ ના સવાલો થી પરેશાન અનુપ-જસ્લીન:

બિગ બોસ દ્વારા રિલીઝ કરેલા પ્રોમોમાં દેખાડવામાં આવ્યું કે જસ્લીન મથારુ અને અનુપ જલોટા પોતાના રિલેશન પર ઉઠી રહેલા સવાલો થી થોડા નારાજ છે. તેને એ પસંદ નથી આવી રહ્યું કે ઘરવાળા તેને આ બાબત વિશે સવાલ પૂછે.

આ બંને વિશે નવી નવી વાતો સામે આવી રહી છે. આ વચ્ચે જસલીન ના પિતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જયારે તેને પૂછવામાં આવ્યું કે તેને અનુપ અને જસલીન ના સંબંધ વિશે જાણ હતી? તો તેણે જણાવ્યું કે, ‘મને તેઓની આ બાબત વિશે કઈ જ જાણકારી ન હતી. મને માત્ર એ કહેવામાં આવ્યું હતું કે બંને ગુરુ અને શિષ્ય ની જોડીના રૂપે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવાના છે. બંને ના આ સંબંધ ને જાણ્યા પછી માત્ર હું જ નહીં પણ અન્ય લોકો તથા અમારા પરિવારના લોકો પણ હેરાન છે.

જયારે તેને પૂછવામાં આવ્યું કે તમે આ રિશ્તા ને અપનાવશો ત્યારે જસલીન ના પિતાએ જણાવ્યું કે,”હું આ સંબંધ ને નથી માનતો, હું આ ચીજને પોતાનાથી અલગ રાખું છું. હું ન તો આશીર્વાદ આપીશ ન તો કોઈપણ સંબંધ તેઓની સાથે રાખીશ. પણ હું અનુપ ને તો નહિ પણ જસલીન ને તો ચોક્કસ પૂછીશ કે ભઈ ,આ બધું શું હતું? જો તે કહેશે કે આ સંબંધ જ હતો તો હું તેઓથી પાછળ હટી જાઈશ પણ આ રિશ્તા ને સ્વીકાર નહિ જ કેરું”.

જસલીનના પિતા એ કહ્યું કે તે પોતાની એકની એક દીકરી છે, આ ખુલાસાથી તે ખુબ જ દુઃખી છે. તેણે સ્પષ્ટ જણાવ્યું કે તે આ બાબત વિશે પોતાની દીકરી સાથે જરૂર વાત કરશે પણ અનુપ સાથે બિલકુલ પણ વાત નહીં કરે. જણાવી દઈએ કે જસલીન ના પિતા ફિલ્મકાર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here