અંતિમયાત્રા માં આ ઘટના જોઈને લોકો આઘાતમાં આવી ગયા ..ચિતા પર સૂવડાવતા જ મૃતકના મોઢામાંથી નીકળવા લાગ્યા ફીણ…

0

શવ ને ચિતા પર સુવડાવી દેવામાં આવ્યું હતું અને ઉપર લાકડાઓ પણ મૂકી દેવામા આવ્યા હતા. આ જ વચ્ચે અચાનક જ વૃદ્ધ ના મોં માંથી ફીણ નીકળવા લાગ્યા તો તરત જ ડોકટર્સ ને બોલાવામાં આવ્યા હતા. ડોકટરો એ ચિતા પર રહેલા આ વૃદ્ધ ના શરીર ને ચેક કર્યું તો તેની હાથ ની નસ ચાલી રહી હતી. પછી તરત જ 108 એમ્બ્યુલન્સ ને બોલાવામાં આવી હતી. પણ હોસ્પિટલ પહોંચ્યા પછી તેના ધબકારા, બીપી ચેક કર્યા પછી તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો. આ પુરી ઘટના દમોહ ના સિવિલ વાર્ડ નંબર-9 ના મુક્તીધામ થી લઈને હોસ્પિટલ સુધી જોવામાં આવી હતી. 

આ છે પુરી ઘટના:

શહેર ના સિવિલ વાર્ડ નંબર-9 ખજરી વિસ્તાર માં રહેનારા 60 વર્ષ ના દયાશંકર નાયક લાંબા સમય થી બીમાર હતા. જેને ડોકટરો એ કેન્સર જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર છોટે લાલ દુબે તેને સવારે જ્યુસ પીવડાવી રહ્યા હતા આજ વચ્ચે જ્યુસ પિતા પિતા અચાનક જ તેના શ્વાશ બંધ થઇ ગયા. પછી તેને બાલાકોટ માર્ગ પર સ્થિત મુક્તિધામ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પર અંતિમ સંસ્કાર ની દરેક પ્રક્રિયાઓ પુરી કર્યા પછી તેને લાકડાઓ પર સુવડાવવામાં આવ્યા હતા. આજ વચ્ચે તેના મોં માંથી અચાનક જ ફીણ નીકળવા લાગ્યા. ડોકટરો એ જાંચ કરતા જાણ થઇ કે તેના હાથ ની નસો ચાલી રહી હતી પછી તરત જ 108 ને બોલાવીને હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા. જ્યા તેની ફરીથી જાંચ કરવામાં આવી હતી. જ્યાં ડોકટરો એ તેને મૃત ઘોષિત કર્યા હતા. જેના પછી તેના શવ ને ફરીથી મુક્તિધામ લઇ જઈને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આખરે આવું શા માટે થાય છે:

મોટાભાગે જોવામાં આવતું હોય છે કે ઘણા લોકો મૃત ઘોષિત કર્યા પછી પણ શવ ની કોઈ હલચલ પર લોકો તેને જીવિત સમજી લેતા હોય છે. વ્યક્તિ ને તેના ધબકારા ની પણ અનુભૂતિ થવા લાગે છે, આ દરમિયાન વ્યક્તિ ખુદ ગભરાઈ જાતો હોય છે. અને એવામાં શવ ના પેટમાં દબાણ આવવાને લીધે તેના મોં માંથી ફીણ નીકળવા લાગે છે. જો કે વ્યક્તિ એકવાર મર્યા પછી ક્યારેય જીવિત નથી થાતું. જો કે એવું બની શકે છે કે કોઈ વ્યક્તિ ના શ્વાશ રૂંધાઇ ગયેલા હોય તો તેને પમ્પીંગ કરવામાં આવે તો ઘણીવાર શ્વાશ પાછા આવી જાતા હોય છે.

ઈસીજી કર્યું અને બીપી પણ જોવામાં આવ્યું:

દયાશંકર નાયક નામના વૃદ્ધ ને હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો જેમાં તેના પરિવાર ના લોકોનું કહેવું હતું કે તે જીવિત છે. તેનું ઈસીજી કરામાં આવ્યું હતું, બીપી ચેક અને પલ્સ પણ ચેક કરવામાં આવ્યું હતું. પણ તેમાં જીવિત હોવાના લક્ષણ નથી મળી આવ્યા. તે મૃત અવસ્થા માં જ હતા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here