સામે આવી શ્રીદેવીની પહેલી તસ્વીર – શરુ થઈ શ્રીદેવીની અંતિમ યાત્રા, રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર

0

શ્રીદેવીના મૃતદેહને અંતિમ વિધિ પહેલા સોળે શણગાર કરવામાં આવ્યા હતા.

બોલીવુડ Legend શ્રીદેવીએ અચાનક દુનિયાને અલવિદા કહી દીધું..મંગળવારે સાંજે 10 વાગે શ્રીદેવીનો પાર્થિવ શરીર દુબથી મુંબઈ લાવવામાં આવ્યું હતું…. Fruneral પછી શ્રીદેવીની અંતિમ યાત્રા શ્રુર થઇ ગઈ છે. ચિરનિંદ્રામાં પોઢી ગયેલા એક જમાનાના આ જાજરમાન અભિનેત્રીની આ તસવીર કોઈને પણ હચમચાવી દે તેવી છે.અંતિમ વિધિ પહેલા સોળે શણગાર કરવામાં આવ્યા હતા

બોલીવુડની પહેલી લેડી સુપરસ્ટાર શ્રી દેવીના અંતિમ વિદાઈનું સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યું છે. તેનો અંતિમ સંસ્કાર આજે બપોરે 3.30 વાગ્યે વિલે પાર્લેના સેવા સ્મશાન ભૂમિ માં કરવામાં આવશે. શ્રી દેવીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ફેંસનો જમાવડો લાગી ગયો હતો. બોલીવુડના તમામ દિગ્ગજ પણ પોતાની ‘ચાંદની’ ના અંતિમ વિદાઈ આપવા માટે પહોંચ્યા હતા. શ્રી દેવીની વિદાઈ રાજકીય સમ્માનની સાથે કરવામાં આવશે. મુંબઈ પોલીસના બૈન્ડ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચી ગયા છે. શ્રી દેવી નાં અંતિમ દર્શ માટે પહોંચેલી વિદ્યા બાલન તેના પાર્થિવ શરીરને જોઇને જોરોમાં રડવા લાગી હતી.

દીપિકા પાદુકોણ પણ શ્રી દેવીના અંતિમ દર્શન માટે પહોંચી હતી. શ્રી દેવીને શ્રધાંજલિ આપી રહેલી દિગ્ગજ અદાકારા રેખા પણ નજરમાં આવી હતી. જાણકારી છે કે શ્રી દેવીના શરીરને દુલ્હનની જેમ સજાવામાં આવ્યું હતું. અંદર ની આ જવાબદારીઓ રાની મુખર્જી સંભાળી રહી હતી. સોનમ કપૂર પોતાના બોય ફ્રેન્ડ આનંદ આહુજાની સાથે સવારથી જ શ્રધાંજલિ આપવા માટે પહોંચી ગયા હતા. જ્યાં પહેલેથી જ તેમનો પરિવાર મોજુદ હતો ધીરે-ધીરે બોલીવુડ સાથે જોડાયેલા તમામ લોકો સ્પોર્ટ્સ ક્લબ પહોંચી ગયા હતા. સાથે જ દીકરી ઇશા દેઓલ સાથે માતા હેમા માલિની પણ પહોંચ્યા હતા.

શ્રી દેવીના પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે શ્રી દેવીના પરિજનો, સંજય કપૂર, અનીલ કપૂરની દીકરી રિયા કપૂર અને દીકરો હર્ષવર્ધન કપૂર અને વિબેક ઓબેરોય પણ સેલિબ્રેશન કલબ પહોંચ્યા હતા. બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર પણ પોતાની પત્ની મીરાં રાજપુત સાથે અંતિમ દર્શન પર પહોંચી આવ્યા હતા.

શ્રી દેવીને અંતિમ વિદાઈ આપવા માટે માધુરી પોતાના પતિ સાથે પહોંચી હતી. કરન જોહર, ઉર્વશી રૌતેલા, ઠાકરે પરિવાર અને સુષ્મિતા સેન પણ શ્રી દેવીના અંતિમ દર્શન માટે સેલિબ્રેશન સ્પોર્ટ્સ કલબ પહોંચ્યા હતા.

એશ્વર્યા રાઈ બચ્ચન પણ આવી પહોંચી હતી. ડાયરેકટર કરન જોહર આ સમયે સ્પોર્ટ્સ ક્લબની અંદર જ મોજુદ હતા. બોની કપૂરનાં ભાઈ સંજય કપૂર, સતીશ કૌશિક પણ શ્રી દેવીના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

છેલ્લી વિદાઈ માટે અજય દેવગન પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. બોલીવુડ ફિલ્મમેકર ઈમ્તિયાજ અલી અને કોરિયોગ્રાફર સરોજ ખાન પણ શ્રી દેવીના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

Story Author: GujjuRocks Team

 

 

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.