70 વર્ષ સુધી રહ્યા એકબીજાના જીવનસાથી અને જયારે મૃત્યુ આવ્યું તો દુનિયાએ જોયો સુંદર અંત, અનોખી પ્રેમ કહાની….

0

સાચા પ્રેમ ની કહાની એક તો ફિલ્મી હોય છે કે પછી માત્ર પુસ્તકો માં જ હોય છે એવું માનનારા લોકો ની સંખ્યા દુનિયામાં ખુબ જ વધારે છે. આજકાલ ની દુનિયામાં બધું જ મળી જાય છે, પણ સાચો પ્રેમ નથી મળતો પણ પ્રેમ ના અમુક કિસ્સાઓ એવા પણ છે જેના વિશે જાણીને તમે પણ હચમચી જાશો. લોકો માને છે કે પ્રેમ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી લોકો જુવાન રહે છે અને પછી બુઢાપો આવવા સુધી લોકો માત્ર પોતાના બાળકો થી જ બંધાયેલા રહે છે અને એકબીજા સાથે નો પ્રેમ તો જાણે કે ખતમ જ થઇ જાય છે.જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમને એક એવા જીવનસાથી કહાની ની સફર વિશે જણાવીશું જે 70 વર્ષ સુધી ચાલી અને મૃત્યુ પણ એકબીજાની સાથે જ થયું.

ગરીબ છોકરો-ધનવાન છોકરી:
આ પ્રેમ કહાની છે 90 વર્ષ ની નોર્મા જુન પ્લેટેલ ની અને 92 વર્ષ ના ફ્રાન્સિસ અર્નેસ્ટ પ્લેટેલ ની છે. તેઓના લગ્ન થયાના 70 વર્ષ વીતી ચુક્યા છે, પણ તેઓનો પ્રેમ હંમેશા જુવાન જ રહ્યો હતો. નોર્મા એલ્જાઈમર ની બીમારી થી પીડિત હતી અને તેના પતિ ફ્રાન્સિસ ને કમર ના નીચેના ભાગમાં ઇજા થઇ હતી જેને લીધે તેઓને હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓની પ્રેમ કહાની તમને એકદમ ફિલ્મી જ લાગશે, પણ તેઓની વચ્ચે જે પ્રેમ હતો તે એદકમ અસલ હતો.ફ્રાન્સિસ એક ગરીબ વ્યક્તિ હતા જયારે નોર્મા કોન્વેન્ટ સ્કૂલ થી ભણેલી ધનવાન છોકરી હતી. એક ગરીબ ઘર નો છોકરો અને એક ધનવાન ઘરની છોકરી, પણ જયારે પ્રેમ થયો ત્યારે અમીરી-ગરીબી ની દીવાલ તૂટી ગઈ. નોર્મા લેટર લખવાનું વધારે પસંદ કરી હતી અને ફ્રાન્સિસ તે લેટર ને ખુબ ખુશ થઈને વાંચતા હતા. બંને એ લગ્ન કર્યા અને લગ્ન ના 70 વર્ષ એકબીજા સાથે સુંદરતાથી વિતાવ્યા.
હાથ માં હાથ લઈને મૃત્યુ ને ગળે લગાડ્યું:
જો કે બુઢાપો આવતા શરીરે સાથ છોડવાનું શરૂ કરી દીધું. બંને ને હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા, પણ અલગ અલગ વોર્ડ માં રહેવા માટે બંને એ ના કહી દીધી જેને લીધે બંને ને એક જ વોર્ડ માં સાથે રાખવામાં આવ્યા. તેની દીકરી એ જણાવ્યું કે માં ને શ્વાશ લેવામાં સમસ્યા આવું રહી હતી અને પિતા ની તબિયત પણ બગડી રહી હતી. જયારે નર્સ બંને ની મદદ માટે આવી તો સામેનો નજારો જઈને એકદમ હેરાન જ રહી ગઈ હતી.નોર્મા અને ફ્રાન્સિસ ની મૃત્યુ થઇ ગઈ હતી, પણ બંને એ એકબીજનો હાથ પકડી રાખ્યો હતો. એક બીજાનો હાથ પકડીને બંને એ છેલ્લા શ્વાસ લીધા. તેની દીકરીને માતા-પિતાના જવાનું ખુબ જ દુઃખ હતું, પણ જે રીતે પ્રેમ નું પ્રદર્શન ન કરતા તેની માં અને પિતા આ દુનિયાથી ચાલ્યા ગયા તે તેના માટે ખુબ જ સુંદર હતું. આ જોડી નું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું તો લોકો એ ફૂલ ચઢાવીને તેઓને સમ્માન આપ્યું. કોઈ ફિલ્મી કહાની ની જેમ બંને એ આંખ બધી કરી એ પણ એક સાથે જ. આ જોડી સાચા પ્રેમ ના મિસાલ સ્વરૂપે હંમેશા ને માટે જીવિત બની ગઈ.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here