અંજીર ખાવાના છે 16 ચમત્કારિક ફાયદા, કબજિયાતથી લઈને કોઢ સુધી અનેક તકલીફમાં આપશે રાહત…વાંચો સ્વાસ્થ્ય ટિપ્સ

0

અંજીર નું ઉત્પાદન અફધાનિસ્તાન ના કાબુલ માં વધુ થાય છે, એટલે કે અંજીર ત્યાં ની પેદાશ છે. ભારત ની અંદર અંજીર ની ખેતી બેગ્લુર, સુરત, કશ્મીર, ઉત્તર-પ્રદેશ, નાસિક અને મૈસૂર માં વધુ થાય છે. અંજીર નું વૃક્ષ લગભગ 4.5 થી 5.5 મીટર જેટલું ઉચ્ચું હોય છે. અંજીર ની પ્રકૃતિ ગરમ છે. અંજીર ના હાનિકારક પ્રભાવ ને નષ્ટ કરવા માટે બદામ નો ઉપયોગ કરવા માં આવે છે. અંજીર ના સેવન માં પાંચ દાણા નો પ્રયોગ કરી શકાય છે, જો વધુ પડતું સેવન કરવા માં આવે તો યકૃત અને આમાશય ને નુકસાન કરે છે. અંજીર ના સેવન થી મન પ્રસન્ન રહે છે. નબળાઈ ને દૂર કરે છે અને ઉધરસ નો નાશ કરે છે.

અંજીર ના ફાયદાઓ

• કબજીયાત ને દૂર કરવા 3 થી 4 પાકેલાં અંજીર ને દૂધ માં ઉકાળી ને રાતે સૂતા પહેલા ખાવા અને ઉપર થી તે દૂધ નું સેવન કરવું. જેના થી કબજીયાત અને બવાસીર માં લાભ થશે. 5 થી 6 અંજીર ને પીસી ને 250 મિલી પાણી માં ઉકાળી લો, પછી તેને ગાળી ને તે પાણી પીવા થી કબજીયાત માં રાહત રહે છે. માત્ર 2 અંજીર ને રાતે પાણીમાં પલાળી ને સવારે તેને ચાવી ને ખાવા થી પેટ સાફ થઈ જાય છે. આ ઉપરાંત પલાળેલા અંજીર ને સવારે ખાવા થી અસ્થમા માં પણ ઘણી રાહત મળે છે. જમતી વખતે અંજીર ની સાથે મધ નો પ્રયોગ કરવા થી કબજીયાત ની ફરિયાદ નથી રહેતી.

• દમ કે જેમાં માત્ર કફ નીકળતો હોય તેમાં અંજીર ને ખાવા થી લાભ થાય છે. આના થી કફ તરત જ બહાર આવી જાય છે અને દર્દી ને જલ્દી આરામ મળે છે.

• જો ખૂબ જ તરસ લાગતી હોય તો અંજીર નું સેવન કરવા થી ફાયદો થાય છે.

• મોઢા માં ચાંદા પડી ગયા હોય ત્યારે અંજીર ના રસ ને આ ચાંદા પર લગાવવા થી રાહત રહે છે.

• પ્રદર જેવા રોગ માં અંજીર ના રસ ની બે ચમચી ને મધ ની સાથે પ્રતિદિન સેવન કરવા થી બંને પ્રકાર ના પ્રદર રોગ નષ્ટ થાય છે.

• અંજીરા ના છોડ માથી દૂધ કાઢી ને તે દૂધ માં રૂ પલાળી ને જે દાંત માં સડો હોય તેની નીચે રાખવા થી દાંત ના કીડા નો નાશ થાય છે અને દાંત નો દુખાવો દૂર થાય છે.

• જો ખૂબ વધુ પ્રમાણ માં પેશાબ આવતું હોય તો 3 થી 4 અંજીર ખાઈ, 10 ગ્રામ જેટલા કાળા તલ ચાવવા થી આ તકલીફ દૂર થાય છે.• કાચા અંજીર ના દૂધ ને દરેક પ્રકાર ના ત્વચા સંબંધી રોગ માં લગાવવા થી લાભકારક નીવડે છે. અંજીર નું દૂધ લગાવા થી ખૂજલી તેમજ દાદ પણ દૂર થાય છે.

• પાકેલાં અંજીર ને સમાન માત્રા માં સૌફ ની સાથે ચાવી-ચાવી ને સેવન કરવું. આ સેવન પૂરા 40 દિવસ માટે નિયમિત રીતે કરવા થી શારીરિક દુર્બળતા દૂર થાય છે. અંજીર વાળું દૂધ પીવા થી પણ શક્તિ માં વૃધ્ધિ થાય છે અને લોહી પણ વધે છે.

• જીભ સોજાઈ ગયી હોય ત્યારે સુકવેલા અંજીર ને ખૂબ ઉકાળી તેને ઘાટું કરી લો અને તેનો લેપ બનાવી નાખો, પછી આ લેપ ને જીભ ના સોજાયેલા ભાગ પર લગાવો, જેના થી રાહત મળશે.

• ક્ષય એટલે કે ટી.બી ના રોગ માં અંજીર ખાવા જોઈએ. અંજીર થી શરીર માં લોહી વધે છે. અંજીર ના મૂળ અને તેની ડાળીઓ નો ઉપયોગ અનેક ઔષધિ બનાવવા માં થાય છે.

• સફેદ દાગ એટલે કે સફેદ કોઢ ને દૂર કરવા માટે અંજીર ના વૃક્ષ ની છાલ ને પાણી ની સાથે પીસી નાખો, પછી તેમાં 4 ગણું ઘી નાખી ને ગરમ કરી લો. પછી તેનું હરતાલ ની ભસ્મ ની સાથે સેવન કરવા થી સફેદ દાગ દૂર થાય છે.

• સુકાયેલા અંજીર ને પાણી માં ઉકાળી ને તેનો લેપ કરવા થી ગળા ની અંદર નો સોજો દૂર થાય છે.

• ફેફસા ના રોગ માં પાંચ જેટલા અંજીર ને એક ગ્લાસ પાણી માં ઉકાળી લો, પછી તેને ગાળી ને સવાર-સાંજ પીવા થી રાહત રહે છે.

• અંજીર ને પાણી માં ઉકાળી ને આ પાણી ને દરરોજ બે વખત તેના થી કોગળા કરવા. જેના થી પેઢા માં આવતા લોહી બંધ થઈ જશે અને મોઢા માથી આવતી દુર્ગંધ પણ બંધ થઈ જશે.

• સુકાયેલા અંજીર ના 3 થી 4 દાણા ને સાંજે પાણીમાં પલાળી રાખો. સવારે તે અંજીર ને મસળી ને દરરોજ સવારે ખાલી પેટે ખાવા થી બવાસીર નો રોગ દૂર થાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here