ખરાબ સમાચાર, રિલાયન્સની કંપનીએ 9000 કરોડની લોન ન ભરતા આ બેન્કે જાહેર કરી દેવાદાર, વાંચો અહેવાલ

0

કન્ફયુઝન થવાની જરૂર નથી, રિલાયંસની આ કંપની મુકેશ અંબાણીની નહિ પણ અનીલ અંબાણી ની છે. પબ્લિક સેક્ટર વિજયા બેન્કે અનીલ અંબાણી ગ્રુપની કંપની રિલાયંસ નેવલ એંડ એન્જીનીયરીંગને આપેલા કર્જને જાન્યુઆરી-માર્ચ 2018 તિમાહીમાં નોન-પરફોર્મિંગ એસેટ ઘોષિત કર્યું છે. રિલાયંસ નેવલના એડીટર્સએ આ કંપનીનાં વજુદને લઈને પહેલા જ આશંકા જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે પહેલા આ કંપનીનું નામ પીપાવાવ ડીફેન્સ એન્ડ ઓફ્શર એન્જીનીયરીંગ હતું. અનીલ અંબાણી ગ્રુપે આ કંપનીને 2016 માં ખરીદી હતી અને બે દર્જન બેંકોનાં 9,000 કરોડ રૂપિયા કરતા વધુ લીધા છે, આ કંપનીને સૌથી વધુ કર્જ આઈડીબીઆઈ બેન્કે આપ્યું હતું.

આરબીઆઈનાં નીયમો અનુસાર થઇ કારવાઈ:

વિજયા બેન્કના અધીકારીઓની માનીએ તો 12 ફેબ્રુઆરીએ રિજર્વ બેન્કના એનપીએ રીજોલ્યુંશન ફ્રેમવર્કમાં બદલાવ લાવવાને લીધે તેને રિલાયંસ નેવલને આપેલા કર્જને એનપીએ કેટેગરીમાં નાખવું પડ્યું. 12 ફેબ્રુઆરીનાં નિર્દેશમાં આરબીઆઈ એ દરેક પ્રકારની રીસ્ટ્રકચરીંગ પર રોક લગાવી દિધી હતી અને તેણે બેંકોને કહ્યું હતું કે કંપનીનાં એક દિવસના પણ ડીફોલ્ટ કરવા પર તે તેના રીજોલ્યુંશન પ્લાન પર કામ શરુ કરે. આરબીઆઈ એ કહ્યું હતું કે જો ડીફોલ્ટ કરનારી કંપની તેના બાદ 180 દિવસોમાં રકમનું ભુગતાન નહી કરે તો બેંક પૈસાની વસુલાત માટે અદાલત જાય.

કર્જમાં ડૂબ્યા અનીલ અંબાણી:

રિલાયંસ નેવલ અનીલ અંબાણી ગ્રુપની આ બીજી કંપની છે, જેને આપેલું કર્જ એનપીએ માં બદલાઈ ગયું છે. ગ્રુપની ફ્લૈગશીપ કંપની રિલાયંસ કમ્યુનીકેશન પહેલા જ દીવાલીયા રહી ચુકી છે અને તેનો મામલો મુંબઈની એનસીએલટી બેંચનાં સામે છે. રિલાયંસ કમ્યુનિકેશન પર 31 બેંકો નાં 45 હજાર કરોડ રૂપિયા લીધેલા છે. રિલાયંસ નેવલ પર 8,753.19 કરોડ રૂપિયાનો કર્જ માર્ચ 2017 સુધી હતું. માર્ચ 2018 તીમાહીમાં કંપનીનો ઘાટો ત્રણ ગણો વધીને 408.68 કરોડ રૂપિયા થઇ ગયું, જે સાલભર પહેલા ની આ તિમાહી માં 139.90 કરોડ રૂપિયા હતું. વર્ષ 2018 માં કંપનીનીઓ ઘાટો 956.09 કરોડ રૂપિયા રહ્યો, જે તેનાથી આગળના તીમાહીમાં 523.43 કરોડ રૂપિયા હતું. માર્ચ તીમાંહીમાં આઈડીબીઆઈ ની અગુવાઈ માં બેંકો નાં ગ્રુપે કંપનીને આપવામાં આવેલી લોન રિકોલ કરી લીધી હતી અને તેઓને પોતાની પાસે પડેલા તેના ગીરવી શેઈર કબ્જામાં કરી લીધા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!