અંગુઠા પરનું આ નિશાન જોઇને જાણી શકાય છે લોકોના ઘણા એવા રાઝ….વાંચો આર્ટિકલ

0

સમુદ્રશાસ્ત્રોમાં હાથોની બનાવટ, હથેળી અને આંગળીઓ ની બનાવટનાં અનુસાર વ્યક્તિ વિશે ઘણી એવી વાતો બતાવામાં આવેલી છે જેને જાણીને તમે હેરાન જ રહી જાશો. તેઓના આધારે અંગુઠો વ્યક્તિનો આઈનો માનવામાં આવે છે જેને જોઇને ધન દૌલત થી લઈને વ્યક્તિ વિશેના ઘણા એવા ગુપ્ત રાઝ વિશે જાણી શકાય છે.  સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોનો અંગુઠો લચીલો હોય છે અને આસાનીથી પાછળની તફર વળી શકે તેઓમાં જીદની કમી હોય છે. તેઓ મૌકાઓને ઓળખી શકે છે અને પરિસ્થિતિઓ અનુસાર ખુદને આસાનીથી ઢાળી દે છે. પણ તેઓ બીજાઓની વાતોમાં જલ્દીથી આવી જાય છે જે તેઓની સૌથી મોટી કમી માનવામાં આવે છે. આ પ્રકારના અંગુઠા વાળા વ્યક્તિ પૈસા તો ખુબ સારી રીતે કમાઈ લે છે પણ બચત કરવું તેઓના માટે થોડું  મુશ્કેલ હોય છે.

જે લોકોના અંગુઠાનો ઉપરી ભાગ, નીચેના ભાગ કરતા વધુ મોટો હોય તેઓ ચાલાક અને સ્વાર્થી હોય છે. આવા લોકો હર ચીજમાં પોતાનો ફાયદો જોવે છે, અને આવા વ્યક્તિઓથી થોડું સાવધાન રહેવું જોઈએ. 

જે વ્યક્તિઓના અંગુઠા પર ‘યવ’ નું નિશાન હોય તેઓના ગુપ્ત અંગ પર તલનું નિશાન મળી આવે છે. આવા વ્યક્તિઓની યૌન ઈચ્છાઓ પ્રબળ હોય છે. આવા વ્યક્તિ ધનવાન અને સુખી જીવન જીવનારા હોય છે.

અંગુઠાનું નાનું અને મોટું થવું યોગ્ય માનવામાં નથી આવતું. આવા વ્યક્તિ ખુબ જ ગુસ્સૈલ અને ચીડીયા મિજાજનાં હોય છે. વિષયોને ગંભીરતાથી વિચારવાની જગ્યાએ ભાવુકતામાં આવી જાય છે. માટે તેઓને ઘણીવાર કષ્ટ પણ ભોગવવો પડે છે. 

જે લોકોનો અંગુઠો વધુ લાંબો હોય તેઓ ખુબ જ બુદ્ધિમાન અને તર્કશીલ વ્યક્તિ હોય છે. આવા વ્યક્તિ પોતાના જ્ઞાન અને વિવેકથી માન-સન્માન અને ધન અર્જિત કરે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.