અનેક રોગોનો રામબાણ ઈલાજ છે આંબળા , આજે જ જાણો એ કેમ ઉપયોગ કરવો એના વિશે…

0

આમળાને આયુર્વેદમાં ઔષધીય તેનાં ગુણધર્મોને કારણે ઘણું જ માન સન્માન આપવામાં આવે છે.  તમે પણ આમળાના ઘણા ગુણો વિશે સાંભળ્યું હશે.આયુર્વેદ અનુસાર, આમળાં એ એકમાત્ર એવું ફળ છે જે સોથી વધુ રોગો સામે લડવાના સંપૂર્ણ ગુણવત્તા ધરાવે છે. વિટામિન સી ના ગુણો થી ભરપૂર આમલા પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નીશિયમ  તેમજ ફાઇબર અને આયરન પણ ખુબ  જ વધુ પ્રમાણમાં હોય છે. આ માનવ શરીર માટે એક અકસીર ઉપાય તરીકે કામ કરે છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા આમળાના ઔષધીય ગુણધર્મો વિશે બતાવ જઈ રહ્યા છીએ. જેના વિશે કદાચ તમે જાણતા પણ નહી હોય તો.  ચાલો બતાવીયે આમળાં તમને કઈ કઈ બીમારી સામે લડવામાં મદદ કરે છે તેના વિષે.

પ્રથમ તમને બતાવી દઈએ કે આમળામાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક પુરવાર થાય છે. જી હા અમે તમને જણાવી દઈએ ક્રોમિયમ શરીરમાં સુગરની માત્રા જાળવી રાખવામાં આમળાં ખાવાથી મદદરૂપ સાબિત થાય છે.અને નિયમિત રૂપથી શા માટે છુટકારો મળે છે. ડાયાબિટીસના દર્દી એ આમળાનાં રસમાં મધ નાખી પીવાની સલાહ દેવામાં આવે છે.સવારે અને સાંજે આવું કરવાથી હાઇ સુગર લેવલ્સ કાફી હદ સુધી નિયંત્રિત કરે છે. આ ઉપરાંત આમળાં ખાવાથી હૃદય રોગના દર્દી માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આમળા ખાવાથી કોલેસ્ટોરેલનાં સ્તરમાં ઘટાડો થાય છે. અને હાર્ટ બ્લોકેજને પણ ઠીક કરે છે. અમે જણાવી દઈએ કે, આમળાં ખાવાથી હૃદયની સાથે સાથે અન્ય તમામ પ્રકારના રોગોની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
જણાવી દઈએ કે, જો તમે રોજ આમળાનોરસ,અથાણાં અને જામ અથવા તો તેનાં પાઉડરને તમારા ડાયેટનો હીસ્સો બનાવી નાખશો તો ક્યારેય પણ તમને ગેસની સમસ્યા કે પેટની સમસ્યા જેવી કે અપચો,કબજિયાત વગેરેની સમસ્યા ક્યારેય રહેશે નથી, કારણ કે આમળા તમારી પાચનશક્તિ અને પેટને મજબૂત બનાવી મુક્તિ આપે છે. આમળાના ઉપાયને એટ્લે જ લોકો બધા જ રોગોનો રામબાણ ઉપાય કહેવામા આવે છે.
જો તમે મોટાપાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો તમારે આમળાનાં રસનું ખાલી પેટે સવારે અને સાંજે સેવન કરવું જોઈએ. જેના કારણે તમે આરામથી મોટાપાની સમસ્યાથી છૂટકારો મેળવી શકશો. રોજ આમળાં ખાવાથી ઓટોઇમ્યુન સિસ્ટમ મજ્બુત બને છે અને ઠંડીની મોસમમાં થતી શરદી,ઉધરેસ જેવી બીમારીથી પણ તમે છૂટકારો મેળવી શકો છો. આમળામાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી તે કોઈપણ રોગોમાંથી છૂટકારો મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here