રાત્રે સૂતા સૂતા પણ જો તમને મોબાઈલ વાપરવાની આદત હોય, તો આ લેખ તમારા માટે, વાંચીને બદલી નાખજો તમારી આ આદત નહીતર પડી જશે ભારે….

0

આજકાલ જ્યાં જુઓ ત્યાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. પહેલા તો ઘર દીઠ એક જ ફોન હતો અને પણ રીસીવર ફોન. પરંતુ જ્યારેથી મોબાઈલ અસતીત્વમાં આવ્યા છે. ત્યારથી તો ઘરના દરેક મેમ્બરના પર્સનલ મોબાઈલ..એમાંય હવે તો સ્માર્ટ ફોન આવ્યા છે એટ્લે તો દરેક વ્યક્તિ બે બે મોબાઈલ રાખે..એક કોલિંગ માટે ને એક સોશિયલ મીડિયા માટે….આમાં નાના બાળકો પણ બાકાત નથી. દિવસે તો આખો દિવસ મોબાઇલમાં જ રચ્યા પચ્યા રહેનાર હવે તો આદતથી મજબૂર થઈને અંધારમાં પણ રાત્રે સૂતી વખતે મોબાઈલનો એક બે કલાક જોત જોતામાં તો કાઢી જ નાખે છે.
પણ શું તમે જાણો છો ? કે રાતના અંધકારમાં માત્ર અડધો કલાક પણ મોબાઈલનો વપરાશ જો નિયમિત કરવામાં આવે તો તમારી આંખોને ઘણું નુકશાન પહોંચી શકે છે ? નથી જાણતા ને ? તો ચાલો આજે અમે આ લેખ દ્વારા તમારા માટે આંખ અને તમારી હેલ્થને મોબાઇલના વપરાશથી કેટલું નુકશાન થશે એ જણાવવા જઈ રહ્યા છીએ.

અંધકારમાં મોબાઇલના ઉપયોગથી આંખોને થતું નુકશાન :

લાલ થઈ જાય છે આંખો :
જો તમને આદત છે રાત્રે મોદી રાત સુધી મોબાઈલ વાપરવાની. તો બંધ કરજો કેમકે મોડી રાત સુધી મોબાઈલ વાપરવાથી તેની ડિસ્પ્લેના કિરણો સીધા જ આંખમાં જાય છે ને તેના કારણે આંખોમાં લાલાશ રહે છે મે આંખો એકદમ શુષ્ક બની જાય છે. જેના કારણે દિવસે આંખોમાં ખંજવાળ જ આવ્યા કરતી હોય છે ને સમય જતાં આંખોને મોટું નુકશાન પહોંચી શકે છે.

અપૂરતી નીંદર :
મોદી રાત સુધી મોબાઇલમાં મથ્યા રહેવાની આદતને કારણે નીંદર ઓન પૂરી મળતી નથી. જેના કારણે દિવસે બેચેની જ રહ્યા કરે છે ને મેલાટોનીન હાર્મોન્સનું લેવલ પણ અપૂરતું બને છે જેના કારણે વ્યક્તિ ચીડિયો બની જાય છે.

ચિંતા જ રહ્યા કરે :
વધારે પડતાં મોબાઇલના વપરાશના કારણે કામ પર ધ્યાન ન અપાય કે ન ઘરમાં ધ્યાન આપી શકાય..ને મોબાઇલની આદતના કારણે મન સતત મોબાઇલમાં જ પપરોવાયેલ રહે….એટ્લે ચિંતામાં પણ વધારો થાય છે ને જેના કારણે શરીરમાં અમુક હાર્મોન્સ વધી જાય છે.

થકાન અનુભવવી :
અડધી રાત સુધી મોબાઇલમાં જ વ્યસ્ત રહેવાને કારણે વ્યક્તિ ને આરામ મળતો નથી. દિવસે કામ ને રાત્રે મોબાઈલ. જેના કારણે દિવસભર થકાનનો જ અહેસાસ થયા કરે છે.

મોતિયો આવી શકે છે વહેલો :
રાતના અંધકારમાં મોબાઈલનો વધારે પડતાં ઉપયોગથી નેત્રપટલના રેટિના ને નુકશાન પહોંચે છે. જેના કારણે આંખોની રોશનીમાં ઝાંખપ આવે છે ને નાની જ ઉંમરમાં મોતિયાનું ઓપરેશન પણ આવી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here