અંદર થી કંઈક આવો દેખાય છે ઐતિહાસિક RK Studio, 60 વર્ષ જૂની ચીજો પણ દેખાય છે નવા જેવી…..

0

કપૂર ખાનદાન ને બોલીવુડના શહેંનશાન બનાવનારો આર કે સ્ટુડિયો હવે એક ઇતિહાસ બનવા માટે તૈયાર છે. 70વર્ષ જુના ઐતિહાસિક આર કે સ્ટુડિયો ને કપૂર ફેમિલી એ મળીને વહેંચવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી આ સ્ટુડીયો માં કાંઈ ખાસ કામ નથી થઇ રહ્યું, સાથે જ આગળના 16 સપ્ટેમ્બરે આ સ્ટુડિયોમાં ભયંકર આગ લાગી ગઈ હતી. જેના પછી તો સ્ટુડિયો ને ફિલ્મ મેકર્સે લેવાનું જ બંધ કરી દીધું છે.રિશી કપૂરે એક નવા ટેક્નિકની સાથે તેનું પુનઃ નિર્માણ કરવાની ઈચ્છા જાહેર કરી છે પણ તેના મોટાભાઈ રણધીર કપૂરે કહ્યું કે તે વ્યાવહારિક નહિ થશે. રણધીર કપૂરે કહ્યું કે અમે આ સ્ટુડિયો ને વહેંચવાનો નિર્ણય લઇ લીધો છે અને હવે તે વહેંચાઈ જવાની તૈયારીમાં જ છે.
સ્ટુડિયોને વહેંચવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે ઇસ્ટર્ન મુંબઈ માં બનેલો આ સ્ટુડિયો હવે ફિલ્મકારો ને પસંદ નથી આવી રહ્યો, જો કે આ સ્ટુડિયો અત્યારે પણ બોલીવુડની ઘણી સુનેહરી યાદોને સમેટેલો છે. જુઓ આર કે સ્ટુડિયો અંદરથી કેવી દેખાઈ રહ્યો છે.રિશી કપૂરે જણાવ્યું કે ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈં’ માં પદ્મિની દ્વારા પહેરવામાં આવેલા કપડા અને ઘરેણા ને આજે પણ આ સ્ટુડિયોમાં સજાવીને રાખવામાં આવેલા છે. જે તેના પિતાનો વારસો હતો.જ્યા સુધી રાજ કપૂર જીવિત હતા ત્યાં સુધી આ સ્ટુડિયોમાં બૉલીવુડ સેલિબ્રિટીઝ હોળી રમવા માટે આવતા હતા. ઋષિ કપૂરે જણાવાયું કે તેના પિતા રાજ કપૂરે બોબી ની સફળતાથી પોતાના પરિવાર માટે એક ઘર ખરીદ્યું હતું.તેમણે પોતાની બધી જ કમાણી આ સ્ટુડિયોમાં ખર્ચ કરી હતી. કેમ કે સિનેમા તેનો ધર્મ હતો. સાથે જ ફિલ્મ જોકર માં ઉપીયોગમાં લીધેલા જોકર અને બાકી સામાનને પણ અહીં સુરક્ષિત રાખવામાં આવેલા છે. બરસાત ફિલ્મના હિટ થયા પછી રાજકપૂર સાહેબે 1949 માં તેને બનાવ્યો હતો અને તેની પહેલી ફિલ્મ આવારા ની ડ્રિમ શૂટિંગ પણ આજ સ્ટુડિયો માં થઇ હતી. તે જણાવે છે કે પુરી ફિલ્મની શૂટિંગ રાતે થઇ હતી. ત્યાં સુધી સ્ટુડિયોમાં દીવાલો બનેલી હતી પણ છત બની ન હતી. ફિલ્મ 1951 માં રીલીઝ થઈ હતી.ઋષિની ફિલ્મ મેરા નામ જોકર, રણધીર ની કલ આજ ઔર કલ, રાજકપૂરની રામ તેરી ગંગા મૈલી ની પુરી શૂટિંગ અહીંથી જ શરૂ થઇ છે. શાહરુખની ફિલ્મ ઓમ શાંતિ ઓમ, હીના, રૂપ કી રાની ચોરો કા રાજા, પ્રેમ ગ્રન્થ સહીત ઘણી ફિલ્મોની યાદોમાં રહી જાશે આ સ્ટુડિયો.એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે આર કે સ્ટુડિયોને લઈને કહ્યું, ”દાદા રાજ કપૂર દ્વારા બનાવામાં આવેલા આ સ્ટુડિયાથી મારી સારી એવી યાદો જોડાયેલી છે. અમે બધા આજ ગલિયારો માં જ મોટા થયા છીએ.તે આગળ કહે છે કે, ”મને લાગે છે કે કદાચ પરિવારે આ વિશે કોઈ મોટો નિર્ણય લીધો છે. હવે તે મારાપિતા અને ભાઈ પર છે. જો તેઓએ આ જ નક્કી કર્યું છે તે બેસ્ટ જ છે.આર કે સ્ટુડિયો મુંબઈ ના ચેમ્બુર માં સ્થિત છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં તેની બોલી લગાવાની છે. મુંબઈ ની મોટી રિયલ અસ્ટેટ કંપનીઓ સ્ટુડિયો ની જમીન ની કિંમત 250 કરોડ રૂપિયા લગાવી ચુકી છે. રિપોર્ટના આધારે આર કે સ્ટુડિયો વહેંચાયા પછી કપૂર ખાનદાનને ભારે ભરખમ રકમ મળવાની છે. આ સ્ટુડિયો જે ઇલાકામાં છે, ત્યાં એક વર્ગ મીટર જમીનની કિંમત અઢી થી ત્રણ લાખ રૂપિયા છે. સ્ટુડિયો લગભગ બે એકડ માં ફેલાયેલો છે.કપુર ખાનદાન ના નજીકના લોકોનું કહેવું છે કે આ બોલી 400 કરોડ રૂપિયાથી શરૂ થાઈ શકે છે. કપૂર ભાઈઓ ને આ સ્ટુડિયોની કિંમત 500 કરોડ રૂપિયા મળી શકે છે. તેનું મોટું કારણ એ પણ છે કે આર કે સ્ટુડિયો ની હિસ્ટોરિકલ વેલ્યુ પણ છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here