લો સાંભળી લો મુકેશ અંબાણીની ખુશીઓ સિંગલ માંથી ડબલ અને હવે ડબલ માંથી ટ્રબલ થવા જઈ રહી છે….વાંચો અહેવાલ

0

લો સાંભળી લો મુકેશ અંબાણીની ખુશીઓ સિંગલ માંથી ડબલ અને હવે ડબલ માંથી ટ્રબલ થવા જઈ રહી છે….

અમુક સમય પહેલા દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનાં મોટા દીકરા આકાશ અંબાણીની શ્લોકા મેહતા સાથે સગાઈ કરવામાં આવી હતી. શ્લોકા મેહતા દુબઈના હીરા કારોબારી રસેલ મેહતાની સૌથી નાની દીકરી છે. ગોવામાં તેઓનું પ્રીએન્ગેજમેન્ટ સમારોહ પણ યોજવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર શ્લોકા અને આકાશ અંબાણી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવાના છે, બન્ને બાળપણથી જ સાથે અભ્યાસ કરેલો છે તેમજ બંનેનો પરિવાર પણ એકબીજાને ખુબ જ સારી રીતે ઓળખે છે.

સાથે જ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ પોતાના બોયફ્રેન્ડ આનંદ પીરામિલ સાથે લગ્ન કરવાની છે. આનંદે મહાબલેશ્વર મંદિર પર બંને પરિવારોની હાજરીમાં ઈશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારો એકબીજાને 4 દશકથી ઓળખે છે. બાદમાં બંને પરિવારોએ સાથે લંચ કર્યું હતું.

જણાવી દઈએ કે આકાશ અને ઇશા ટ્વીન્સ ભાઈ બહેન છે. આ હતી મુકેશ અંબાણીની ડબલ ખુશી કેમ કે બંને બાળકો હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. પણ જાણકારી અનુસાર મુકેશ તથા નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ હવે ટુક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

આખરે કોણ છે અનંતની થનારી દુલ્હન:

રીપોર્ટના આધારે અનંત ની ભાવી દુલ્હન ‘રાધિકા મર્ચન્ટ’ છે, અને તેની સાથે સગાઈ પણ કરી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કીલો વજન ઘટાડ્યુ અને સોશ્યલ મિડિયા પર છવાયા હતા.અનંતે અન્ય ઓવરવેઈટ લોકો માટે પણ દાખલો બેસાડ્યો છે.જોકે તેના માટે અનંતે જે રીતે મહેનત કરી હતી તે પણ જાણવા જેવુ છે.કુદરતી રીતે વજન ઉતારવા માટે તેણે ચોક્કસ ડાયેટ અને રોજના પાંચ થી છ કલાકની કસરત પર ભાર મુક્યો હતો. તેની રોજની કસરતમાં ૨૧ કીલોમીટર ચાલવાનો,યોગાનો, વેઈટ ટ્રેઈનિંગ તેમજ કાર્ડિયોએક્સરસાઈઝનો સમાવેશ થતો હતો.આ દરમ્યાનમાં તેણે ખાંડને સંપૂર્ણપણે ભોજનમાંથી તિલાંજલી આપી દીધી હતી.કાર્બોહાઈડ્રેટ વાળા ભોજનની જગ્યાએ પ્રોટીન યુક્ત અને યોગ્ય ફેટવાળા ભોજન પર ભાર મુક્યો હતો.

આ થઇ મુકેશ અંબાણી તથા નીતા અંબાણીનાં ટ્રબલ ખુશી, જાણકારી અનુસાર મુકેશ અંબાણીના ત્રણે બાળકોના લગ્ન એકસાથે આજ વર્ષ ડીસેમ્બર મહિનામાં યોજાશે. સમગ્ર અંબાણી પરિવાર ખુબ જ ખુશ છે. અને આજથી જ અંબાણી પરિવારે તેઓના આલીશાન અને ભવ્ય લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

શાહરૂખ ખાને ઇવેન્ટમાં અનંત અંબાણીને પૂછી પહેલી સેલેરી, બદલામાં મળ્યો આ શાનદાર જવાબ..

શાહરૂખ ખાને RIL ના 40 વર્ષ પુરા થવા પર મુકેશ અંબાણી દ્વારા આયોજિત પાર્ટીને હોસ્ટ કરી હતી.

રીલાયંસ ઇન્ડસ્ટ્રી લીમીટેડ RIL એ હાલમાં જ એક ગ્રેંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી કંપનીને 40 વર્ષ પુરા થવાના ઉંપલક્ષ્યમાં ઉજવવામાં આવી હતી. તે સમયે અંબાણી પરિવારની નવી જનરેશન(ઇશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી)ને મીડિયા સામે પહેલી વાર મળાવવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં ઘણા એવા બોલીવુડ સ્ટાર્સે પણ શિરકરત કર્યું જ્યાં સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે શાહરૂખ ખાન મુકેશ તથા તેમના પત્ની નીતા અંબાણીના ખુબ સારા એવા મિત્ર છે.

સાથે જ શાહરૂખ જ આ ઇવેન્ટનાં હોસ્ટ રહ્યા હતા. જો કે શાહરુખની સાથે સાથે આ ઇવેન્ટને અનંત, ઇશા અને આકાશ અંબાણીએ પણ હોસ્ટ કર્યું હતું. ઇવેંટમાં જે આકર્ષણનું કેન્દ્ર બન્યું તે હતું અંબાણી બાળકો સાથેની શાહરૂખ ખાનની ચીટ-ચૈટ. શાહરૂખ પોતાના બેસ્ટ હ્યુમર અને ઈન્ટેલીજેંસી માટે પણ ઓળખવામાં આવે છે. તેના ચાલતા શાહરૂખ અને આ બાળકોએ એકબીજા સાથે ઘણા ફની ઇન્ટરએક્શન પણ કર્યા હતા. શાહરૂખે તે સમયે અનંતને તેના જીવનની પહેલી સેલેરી વિશે પણ પૂછ્યું હતું.

સાથેજ અંબાણીના સ્માર્ટ દીકરા અનંતે શાહરૂખને બોસી જવાબ આપ્યો હતો. શાહરૂખે અંનતને પૂછ્યું કે, ‘મારી પહેલી સેલેરી 50 રૂપિયા હતી, તારી પહેલી સેલેરી કેટલી હતી?’ આ પ્રશ્ન પર અનંતે શાહરુખને જવાબ આપ્યો કે, લીવ ઇટ, જો હું તમને સેલેરી કહી દઈશ તો કદાચ તેને સાંભળીને તમને થોડી અંબેરેસ્મેંટ થશે’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!