આ કંપનીના કર્મચારીએ ક્યારેય નથી લીધી રજા, આજે બની ગયા છે અબજોની સંપત્તિના માલિક!!!

0

નોકરી કરાવી અને રજા લેવી એ ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ જયારે તમે પ્રાઇવેટ જોબ કરતા હોવ ત્યારે તમારે રજાઓ લેવામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. અને ક્યારેક એવું પણ થાય છે કે તમને રજાઓ નથી મળતી, ત્યારે ગુસ્સો પણ આવે છે. પરંતુ એવા પણ કર્મચારીઓ છે કે જે ક્યારેય રજાઓ નહિ લેતા હોય. તેમને જોઈને તમારા મનમાં થતું હશે કે કોઈ રજાઓ વિના રહી કેવી રીતે શકે? અને તેનો ફાયદો શું?

પરંતુ આજે આપણે તમને એવા માણસ વિશે જણાવીશું કે જેમણે ક્યારેય રજાઓ લીધી નથી અને આજે તે અબજોપતિ બની ગયા છે. એ વ્યક્તિનું નામ છે અનિલ મણિભાઈ નાયક. અનિલ લાર્સન અને ટુબ્રોના એક એવા કર્મચારી છે, કે જેમણે ક્યારેય તેમના કામથી રજા નથી લીધી અને આ જ કારણે તેમને પદ્મ વિભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ એમના વિશે…

કોણ છે અનિલ મણિભાઈ નાયક 

અનિલ નાયક લાર્સન અને ટુબ્રોના નિવૃત નોન એક્ઝ્યુટિવ ચેરમેન છે અને તેમને આ એવૉર્ડ કોર્પોરેટમાં તેમના યોગદાન માટે મળ્યો છે. તેઓએ લગભગ 5 વર્ષથી એક પણ રજાઓ નથી લીધી અને જેને કારણે તેમને કંપની તરફથી લગભગ 20 કરોડ રૂપિયા મળ્યા છે. તેઓ પાંચ દશકાથી L&Tમાં પોતાની સેવા આપતા હતા.

L&Tની વર્ષ 2017-18ની રિપોર્ટ અનુસાર, અનિલ નાયકે છેલ્લા વર્ષની બચેલી રજાઓને જયારે કેશ કરાવી ત્યારે તોએને લગભગ 19.40 કરોડ મળ્યા. તે પછી આ વર્ષે લગભગ 1.37 અબજ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. અનિલ નાયકનો મૂળ પગાર 2.73 કરોડ રૂપિયા છે. તો હવે જયારે તેઓ નિવૃત થઇ રહયા છે ત્યારે રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી બેનિફિટ અને સ્ટોક વિકલ્પો મળીને કુલ 1 અબજથી વધારે રૂપિયા મળ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યું કે ક્યારેક જ એવું થતું હતું કે તેઓ રવિવારે રજા છે, જેના કારણે તેઓ ક્યારેય પણ પોતાના પરિવારને સમય ન આપી શક્યા. અનિલ મણિભાઈ નાયકે જણાવ્યું કે તેઓ યુએસમાં રહેતા દીકરી-દીકરાને મળવા પણ ક્યારેય જઈ શકતા નહિ, જેને કારણે તેમનો આખો પરિવાર તેમનાથી પરેશાન રહેતો હતો. જયારે તેમના બાળકો તેમની સાથે રહેતા હતા ત્યારે પણ તેઓ રાતે ઘરે પહોંચતા અને સવાર થતા જ ઓફિસ માટે નીકળી જતા, જેના કારણે તેઓ ક્યારેય પણ પોતાના બાળકોને સમય આપી ન શક્યા.

અનિલ મણિભાઈ નાયકનો પરિવાર

અનિલ મણિભાઈ નાયકનો દીકરો જીગ્નેશ કેલિફોર્નિયામાં ગૂગલ કંપનીમાં કામ કરે છે. ત્યારે તેમની વહુ રુચા સેફવેની સીઈઓ છે. તેમની દીકરી પ્રતીક્ષા અને તેમનો જમાઈ બંને ડોક્ટર છે.

કારકિર્દીની શરૂઆત

આજે અબજોપતિ બની ચૂકેલા અનિલ નાયકના પિતા ગુજરાતના એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. અનિલ નાયકે 1965માં જુનિયર એન્જીનીયરના પદ પર L&Tમાં નોકરી શરુ કરી હતી અને ત્યારથી જ તેઓ આ કંપની સાથે જોડાયેલા છે. કંપની સાથે કામ કરતા-કરતા તેમનું પ્રમોશન થતું ગયું. તેઓએ આ કંપનીના ડિફેન્સ ફિલ્ડમાં પ્રવેશ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહિ, પરંતુ જયારે વર્ષ 2000માં અંબાણી અને બિરલા ગ્રુપ હસ્તગત કરવાના પ્રયાસમાં હતા ત્યારે પણ અનિલભાઈએ કંપનીને સાચવી હતી.

તેઓ આજે ભલે અબજોપતિ બની ગયા હોય, પરંતુ તેઓ ઘણું સાદું અને સરળ જીવન વ્યતીત કરે છે. વર્ષ 2013માં તેઓએ વર્ષ 2016માં ઘોષણા કરી હતી કે તેઓ પોતાની કમાણીનો 75% ભાગ ચેરિટીમાં આપશે. એક રિપોર્ટ અનુસાર, તેમની પાસે 6 શર્ટ, 3 સૂટ અને બે જોડી જૂતા જ છે.

આરબીઆઇના સ્વતંત્ર નિદેશક એસ મૂર્તિએ અનિલ મણિભાઈ નાયકને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા પર કહ્યું, “અનિલ મણિભાઈ નાયક પદ્મ વિભૂષણના હકદાર છે. તેઓ એક રાષ્ટ્રભકત અને જીનિયસ પ્રોફેશનલ મેનેજર છે. તેઓએ અંબાણીથી L&Tને બચાવી અને ફક્ત એન્જીનિયરિંગ કંપનીથી નેશનલ સિક્યોરિટી એસેટમાં બદલી નાખી. શ્રીમાન નાયકને શુભકામનાઓ.”

અનિલભાઈની વાત તેમના કામ પ્રત્યે તેમનું સમર્પણ અને નિષ્ઠા દર્શાવે છે અને આ જ કારણ છે કે તેઓને પૈસાની સાથે સાથે આટલું મોટું સન્માન પણ મળ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here