પહેલી વાર સામે આવ્યું અમૃતસર રેલ ઘટનાનો મુખ્ય આરોપી, ખોલી દીધું છુપાયેલું રાઝ

0

અમૃતસર માં દશેરા ના દીસવે રેલ દુર્ઘટના પછી કાર્યક્રમ ના મુખ્ય આયોજક સૌરભ મદાન એટલે કે मिट्ठू એ પહેલી વાર સામે આવીને પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. તેમણે એક વિડીયો રિલીઝ કરતા હચકાતા-હચકાતા પોતાની વાત સામે રાખી છે. આ વિડીયો માં ભાવુક થતા मिट्ठू એ જણાવ્યું કે દશેરા ના દિવસે જે કાંઈ થયું, તેનાથી હું પુરી રીતે હલી ગયો છું. અમે આ ઘટના ની કલ્પના પણ કરી ન હતી. દશેરા ભાઈચારા ને ઉત્સાહિત કરવા માટે મનાવામાં આવે છે. અમે કાર્યક્રમ માટે દરેક પ્રકારની અનુમતિ લીધી હતી.

मिट्ठू એ મદદ માટે કર્યો અવાજ:
સૌરભ મદાને કહ્યું કે નગર નિગમ થી પાણી ના ટેન્કર અને ફાયર બ્રિગેડ ની ગાડીઓ ત્યાં હાજર હતી. સુરક્ષા ના પર્યાપ્ત પ્રબંધ હતા. આ સમારોહ મૈદાન ની અંદર જ હતું ના કે રેલવે ટ્રેક પર. આ સિવાય સ્ટેજ પર થી પાંચ થી સાત વાર રેલવે ટ્રેક થી હટવા માટે લોકોને અપીલ પણ કરી હતી. આ ઘટના પછી લોકો મારા પર પોતાનો ગુસ્સો નીકળી રહ્યા હતા. આ સમયે મારો પૂરો પરિવાર ખુબ જ દુઃખી છે. તમે બધા લોકો અમારી મદદ કરો. ઘટના પછી થી ફરાર છે મદાન પરિવાર:

તમને જણાવી દઈએ કે શુક્રવાર ના રોજ જોડા ફાટક ની નજીક દશેરા જોઈ રહેલા 60 લોકોની રેલગાડી ની જપેટ માં આવી જવાથી મૃત્યુ થઇ ગઈ હતી. આ ઘટના માં 57 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ હાદસા થી સ્થાનીય લોકો માં ખુબ જ ગુસ્સો ભરાઈ ગયો હતો. લોકો એ રેલ લાઈનો ની પાસે દશેરા સમારોહ ના આયોજન કરનારા આયોજકો ના ઘર ની બહાર પ્રદર્શન અને તોડફોડ કર્યું હતું. પ્રદર્શનકારીઓ ના કાઉન્સલર વિજય મદાન અને તેના દીકરા સૌરભ મદાન ના વિરુદ્ધ નારાઓ લગાવ્યા અને પથ્થરમારો કરતા તેઓના વિરુદ્ધ મામલો દર્જ કરવાની માંગ કરી હતી. કહેવામાં આવે છે કે આ દુર્ઘટના પછી પૂરો પરિવાર ગાયબ છે. જયારે સુરક્ષા ને નજરમાં લેતા પોલીસે સૌરભ મદાન ના ઘરની બહાર પોલીસકર્મીઓને રાખવામાં આવ્યા હતા. ગયેલા દિવસે પંજાબ સરકાર માં મંત્રી નવજોત સિંહ સિદ્ધુ એ કોંગ્રેસ કાર્યકર્તાઓ ની સાથે કેન્ડલ માર્ચ પણ કાઢી હતી. તેઓએ આ ઘટના પીડિત લોકોને જીવનભર સાથ આપવાનો ભરોસો અપાવ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here