14 વર્ષ પછી છલક્યું સારા ની મમ્મી અમૃતા સિંહનું દુ:ખ, જણાવ્યું પતિ વગર કેવી રીતે ઉછેર્યા સારા-ઇબ્રાહિમને અને કહ્યું કે જયારે માથા પર જવાબદારી નો ભાર આવ્યો તો…

0

ભારતીય સમાજ માં એક સિંગલ મધર(એકલી માતા) થઈને બાળકોનું ભરણપોષણ કરવું અને તેઓને મોટા કરવા આસાન કામ નથી હોતું. પણ આપણી સામે ઘણા એવા ઉદાહરણો છે જેનાથી એ સાબિત થાય છે કે જો ઈરાદાઓ મજબૂત હોય તો કાયદાઓ પણ બદલાઈ જાય છે. સૈફ અલી ખાન ની પૂર્વ પત્ની અમૃતા સિંહે પોતાના બાળકોનું ભરણ પોષણ એકલા જ કર્યું છે અને આ જ કારણ છે કે સારા અલી ખાન પોતાની કામિયાબી નો શ્રેય પોતાની માં ને આપે છે. અમૃતા પોતાના બાળકોને લઈને ખુબ જ દુઃખી રહે છે અને માટે 14 વર્ષ પછી તેનું આ દુઃખ છલકાયું છે.

અમુક સમય પહેલા તે મીડિયા સાથે વાત કરતા અમૃતા સિંહે પોતાના દુઃખને વર્ણવ્યું હતું. અમૃતા એ પોતાના બાળકો ના ભરણ પોષણ થી લઈને તેઓની કામિયાબી સુધી ની વાત ને દરેકની સામે ખોલીને રાખી દીધી હતી. અમૃતા એ કહ્યું કે,”એકલી માં ને પોતાના બાળકોની સંભાળ લેવી આસાન કામ નથી હોતું, પણ હું હંમેશા મજબૂત બની રહી અને મારા બાળકોને એકદમ સારી રીતે મોટા કર્યા છે”. આ દરમિયાન અમૃતા એ પોતાના બીજા લગ્ન ને લઇને પણ ખુલાસો કર્યો હતો.
જયારે જવાબદારી માથા પર હોય ત્યારે બધું જાતે જ થઇ જાય:
અમૃતા એ કહ્યું કે સૈફ સાથેના છૂટાછેડા પછી મારા માટે જીવન થોડું મુશ્કિલ હતું પણ જયારે જવાબદારી નો બોજ માથા પર આવી જાય તો બધું પોતાની જાતે જ થાવા લાગે છે. અમૃતા એ આ બધું માત્ર એટલા માટે જ કહ્યું કેમ કે જયારે તેઓને પૂછવામાં આવ્યું કે તેમણે એકલા જ પિતા વગર પોતાના બાળકો નું ભરણ પોષણ કેવી રીતે કર્યું, તો આ બધું કેવી રીતે સંભવ થઇ શક્યું. તો એવામાં અમૃતા એ માત્ર એટલું જ કહ્યું કે જવાબદારી બધું જ શીખવી દે છે અને આજ હિંમત થી મેં મારા બાળકોને મોટા કર્યા હતા.

તો એટલા માટે ન કર્યા અમૃતા એ બીજા લગ્ન:અમૃતા એ કહ્યું કે મેં બીજા લગ્ન એટલા માટે ન કર્યા કેમ કે મને લાગે છે કે તેનાથી મારા બાળકોનું કેરિયર ખરાબ થઇ શકે છે અને તેનાથી તેઓની સાર સંભાળ પણ યોગ્ય રીતે ન થઇ શકતી. માટે અમૃતા એ એકલા જ તેઓની જવાબદારી લેવાનું યોગ્ય સમજ્યું. જો કે આ સવાલ ના જવાબ પર અમૃતા અમુક સમય સુધી ચૂપ રહી હતી. જણાવી દઈએ કે અમૃતા એક બેસ્ટ સિંગલ મધર છે જેમણે પોતાના બાળકો ને કોઈપણ ચીજની ખામી થવા દીધી ન હતી.

સારા માટે સ્ક્રીપ્ટ ની પસંદગી પણ અમૃતા કરે છે:અમૃતા એ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,”સારા અલી ખાન ને કેદારનાથ ના પહેલા ઘણી મોટી ફિલ્મો મળી હતી, પણ મેં તેના માટે ના કહી દીધી કેમ કે હું સારા ને એક સારું એવું ભવિષ્ય આપવા માગું છું અને આજે પણ હું સારા માટે સ્ક્રીપ્ટ ની પસંદગી કરું છું. આ સિવાય અમૃતા એ કહ્યું કે સની દેઓલ ઇચ્છતા હતા કે સારા અલી ખાન તેના દીકરા કરન ની સાથે ડેબ્યુ કરે, પણ મેં તેના માટે પણ ના કહી દીધી કેમ કે હું મારી દીકરી ને બેસ્ટ આપવા માગતી હતી. આ સિવાય સારા ની કામિયાબી નો શ્રેય પણ તેની માં ને જ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here