અમિતાભ બચ્ચન ને સુપરસ્ટાર બનાવામાં કાદરખાન નો હતો સૌથી મોટો હાથ, સલાહ પર શીખી હતી દિલીપ કુમારની 2 ચીજ….

0

લોકપ્રિય સંવાદ લેખક અને દમદાર અભિનેતા કાદરખાન નું નિધન થઇ ચૂક્યું છે. તેનું નિધન 31 ડિસેમ્બર ના રોજ કૅનેડા ની હોસ્પિટલ માં થઇ ગયું છે. તેના દીકરા સરફરાશે તેના મૃત્યુ ની જાણકારી આપી હતી. કાદરખાન ના નિધન થી અભિનેતા અમિતાભ બચ્ચન ખુબ જ દુઃખી છે. કાદરખાન અને અમિતાભે એકસાથે ઘણી ફિલ્મો કરી છે. અદાલત, સુહાગ, મુકંદર કા સિકંદર, નસીબ અને કુલી જેવી કામિયાબ ફિલ્મોમાં બંને એ એકસાથે કામ કર્યું છે.પણ શું તમે જાણો છો કે એકવાર કાદરખાને કહ્યું હતું કે અમિતાભ ગયેલા જમાનાના કલાકાર દિલીપ કુમાર થી અમુક બાબતોમાં પાછળ હતા. કાદરખાન ના આધારે રડવા અને હસવાના અભિનય માં દિલીપ કુમાર અમિતાભ કરતા અનેક ઘણા આગળ હતા. કાદરખાન કહેતા હતા, હું માનું છુ કે અમિતાભ દરેક લોકોથી બે ડગલાં આગળ રહ્યા છે પણ આ બે વાતો માં તે દિલીપ કુમાર ની પાછળ રહી ગયા છે.એવામાં મેં તેને કહ્યું કે જો તે એક બેહતરીન કલાકાર બનવા માંગે છે તો તેને દિલીપ કુમાર ની જેમ રોવાનું અને હસવાનું શીખવું પડશે.
કાદરખાને કહ્યું કે,”એક પુરુષનું હસવું અને રોવું ખુબ જ લાજવાબ ચીજ છે. જો આ બંને બાબતો યોગ્ય રીતે ના થઇ શકે તો પુરુષ ના તો રડતો સારો લાગે છે કે ન તો હસતો. એવામાં દિલીપ કુમાર ની આ જ સ્ટાઇલ ને જોતા અમિતાભ  એ પણ આ બાબતો પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી. અમિતાભ ની પાસે સારો અવાજ હતો, દેખાવમાં પણ તે સારા હતા, લાબું કદ હતું, સારો એવો ડાન્સ પણ કરી લેતા હતા અને સારી એવી ફાઇટિંગ પણ કરી લેતા હતા, પણ તેને રોવા અને હસવામાં થોડી સમસ્યા આવતી હતી. રોવા અને હસવાની બાબત માં અમિતાભે દિલીપ કુમારની પાસેથી ઘણું બધું શીખ્યું છે. કાદરખાને અમિતાભ ના વખાણ કરતા કહ્યું હતું કે,”અમિતાભ એ માત્ર રોવા અને હવસાની જ ટેક્નિક મેળવી ન હતી પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટોપ પર બની રહ્યા હતા. કાદરખાન અમિતાભ ની આ આદત ના વખાણ કરતા ખુદ ને રોકી શક્યા ન હતા”.કાદરખાને કહ્યું હતું કે,”જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તારે નામ કમાવું છે તો તારે સમય ની કદર કરવી જોઈએ. અમિતાભ પાસેથી લોકોએ પણ શીખવું જોઈએ. અમિતાભ હંમેશા ફિલ્મ સેટ પર સમયસર જ પહોંચી જાતા હતા. અભિનેતા જીતેન્દ્ર પણ અમિતાભ ની જેમ સમય ના પાકા હતા. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here