અરબોની સંપત્તિ ના માલિક અમિતાભ બચ્ચન સંપત્તિ કોને આપશે? શપથ પાત્રમાં આખરે કર્યો ખુલાસો…..

0

મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા થી જ લૈંગિક સમાનતા પર જોર આપતા આવ્યા છે. તેનું કહેવું છે કે તે પોતાનીસંપત્તિ દીકરા અભિષેક અને દીકરી શ્વેતા નંદા ને સમાન રૂપથી આપશે.અમિતાભ જી એ ટ્વીટર પર એક કાર્ડ પકડીને પોતાની એક તસ્વીર શેયર કરી છે, જેમાં લખ્યું છે કે,”મારા ન રહેવા પર મારી સંપત્તિ મારી દીકરી અને દીકરા માં એક સમાન વહેંચાશે.  જણાવી દઈએ કે અમિતાભ ની દીકરી શ્વેતા બચ્ચન ના લગ્ન ઉદ્યોગપતિ નંદા પરિવાર માં થયેલા છે. આજે અમે તમને અમિતાભ ની કુલ સંપત્તિ વિશે જણાવીશું જેના અમિતાભ ના ગયા પછી તેના બાળકો માં સમાન રીતે ભાગલા થાશે.
કુલ કેટલી સંપત્તિ:

જો સંપત્તિ ન વાત કરીયે તો અમિતાભ ની પાસે જયા બચ્ચન કરતા પણ વધારે સંપત્તિ છે. અમિતાભ ની પાસે ચાર અરબ 71 કરોડ ચાર લાખ 35 હજાર 20 રૂપિયા ની ચલ સંપત્તિ છે, જયારે જયા બચ્ચન ની પાસે 67 કરોડ 79 લાખ 31 હજાર 546 ની ચલ સંપત્તિ દર્જ છે.

પહેલી ફિલ્મ, પહેલી ફી અને હાલની ફી:અમિતાભ ની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ છે. આ ફિલ્મ માટે અમિતાભ ને પરિશ્રમિક 1000 રૂપિયા મળ્યા હતા, પણ જલ્દી જ બિગ બી ની ફી લાખ અને તેના પછી કરોડોમાં બદલાઈ ગઈ. હાલ અમિતાભ એક ફિલ્મ માટે 7 થી 8 કરોડ નો ચાર્જ લે છે. આ સિવાય જાહેરાતો ની દુનિયાથી એક ઈન્ડોર્સમેન્ટ માટે 5 કરોડ નો ચાર્જ લે છે. આ સિવાય કહેવામાં આવે છે કે બિગ બી કૌન બનેગા કરોડપતિ માટે 7 કરોડ નો ચાર્જ લે છે.

કેટલા ઘર:પ્રોપર્ટી માં પણ અમિતાભે ઘણા એવા પૈસા ઈન્વેસ્ટ કર્યા છે. બિગ બી ના બે ઘરો માં ‘પ્રતીક્ષા’ અને ‘જલસા’ વિશે તો તમે જાણો જ છો. પહેલા બિગ બી પોતાના માતા-પિતા ની સાથે પ્રતીક્ષા માં રહેતા હતા, પણ અમુક વર્ષો થી તે જલસા માં રહેવા માટે ચાલ્યા ગયા છે. જણાવી દઈએ કે અમિતાભ ના પ્રતીક્ષા ઘરની કિંમત 160 કરોડ રૂપિયા છે. આ સિવાય તેના અન્ય બે ઘરો છે જે જુહુ માં સ્થિત છે. આ સિવાય તેમણે પોતાના ઘર જલસા ની પાછળ જ એક પ્લોટ ખરીદ્યો છે જેની કિંમત 50 કરોડ જણાવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર બિગ બી એ 300 ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ માં કર્યું છે. આ સિવાય કહેવામાં આવે છે કે અમિતાભ ના વિદેશો માં પણ પોતાના ઘર છે.
આ સિવાય બિગ બી ની પાસે કરોડો ની કિંમત ની જમીન પણ છે.કેટલી છે જવેલરી:

જો જયા બચ્ચન ની જવેલરી ની વાત કરવામાં આવે તો તેની પાસે 26 કરોડ 10 લાખ 99 હજાર રૂપિયા ના કિંમત ની જવેરલી હોવાનો રિપોર્ટ છે અને અમિતાભ ની પાસે 36 કરોડ 31 લાખ 16 હજાર 315 રૂપિયા ની જવેલરી હોવાનું અનુમાન છે.

કેટલી છે ગાડીઓ:અમિતાભ ને લગ્ઝરી ગાડીઓનો પણ ખુબ જ શોખ છે. અમિતાભ ની પાસે હાલ કુલ 11 ગાડીઓ છે. જેમાં મર્સીડીઝ, બીએમડબ્લ્યુ, પોર્શ લેક્સસ, ફેન્ટમ જેવી ગાડીઓ શામિલ છે. જેમાંની પોર્શ લેક્સસ બિગ બી ની પ્રિય કાર છે, જેના માત્ર એક ટાયર ની કિંમત 2.5 લાખ રૂપિયા છે.આ સિવાય અમિતાભ શેયર બજારમાં પણ સારી એવી પકડ રાખે છે. અહીં થી પણ તે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ઉદાહરણ તરીકે જસ્ટ ડાયલ ના શેર, જેમાં બિગ બી કરોડો કમાઈને બહાર નીકળી ગયા હતા. જયારે જસ્ટ ડાયલ શેયર લોન્ચ થયા ત્યારે, એક શેયર ની કિંમત 10 રૂપિયા હતી. બિગ બી એ 6.27 લાખ રૂપિયામાં 62,794 શેયર ખીરીદી લીધા હતા, જેને તેમણે આગળના વર્ષે 1,150 ની કિંમત પર 7.22 કરોડ રૂપિયામાં વહેંચ્યા હતા. આ શેયર દ્વારા અમિતાભ ને લગભગ 11,400 ગણો નફો થયો હતો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here