અમીર ઘરના યુવકો સાથે લગ્ન કરીને એશો આરામની જિંદગી વિતાવી રહી છે બોલીવુડની આ ફ્લોપ 3 એક્ટ્રેસેસ..

0

કહેવામાં આવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓની સફર ખુબ નાની હોય છે કેમ કે અહી હર રોજ એક નવો ચેહરો આવ્યા બાદ જુનો ચેહરો ક્યાંક ખોવાવા લાગતો હોય છે. અમુક જ એવી અભિનેત્રીઓ છે જેઓ લાંબી પારી રમી શકી છે. એવામાં ઘણી એવી અભિનેત્રીઓને લાંબા સમય સુધી બોલીવુડમાં ટકી રહેવું મુશ્કેલ બની જાતું હોય છે. જ્યાં એક બાજુ અમુક અભિનેત્રીઓ બોલીવુડમાં પોતાની પહેચાન બનાવામાં લાગેલી છે જયારે અમુક ફ્લોપ અકેટ્રેસે કેરિયર માં સેટ થવાને લીધે અમીર ઘરના યુવકો સાથે લગ્ન કરવા ઉચિત સમજ્યા હતા. આજે અમે તમને એવી જ અમુક ફ્લોપ એક્ટ્રેસ વિશે જણાવીશું જેઓએ ફિલ્મોમાં બધી બાજુથી ફ્લોપ થયા પછી પોતાના અમીર બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા અને હાલ એશો આરામનું જીવન વિતાવી રહી છે.

1. આયશા ટાકિયા:
આયશા ટાકિયાને ઇન્ડસ્ટ્રીની હોટ અને સુંદર એક્ટ્રેસમાં ગણવામાં આવે છે. જો કે પોતાના કેરિયર દરમિયાન તે બોલીવુડમાં કઈ ખાસ મુકામ હાંસિલ કરી શકી ન હતી. આયશાએ બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં સલમાનની સાથે આવેલી તેની ફિલ્મ ‘વોન્ટેડ’ પણ શામિલ છે.આયશાને પણ લાગવા લાગ્યું હતું કે હવે બોલીવુડમાં તેમનો સિક્કો વધુ આગળ નહિ ચાલે. જેના પછી તેણે વર્ષ 2009 માં સમાજવાદી પાર્ટી નેતા અબુ આજમીનાં દીકરા ફરહાન સાથે લગ્ન કરી લીધા હતા.2. અમૃતા અરોડા:

મલાઈકા અરોડાની નાની બહેન અમૃતા અરોડાને બોલીવુડની ફ્લોપ એક્ટ્રેસ માં ગણવામાં આવે છે. અમૃતા પોતાની ફિલ્મોમાં કઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. વર્ષ 2002 માં આવેલી ફિલ્મ ‘આવારા પાગલ દીવાના’ થી પોતાની ફિલ્મી સફર શરુ કરનારી અમૃતા અરોડાએ અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેના મોટા ભાગના સાઈડ રોલ્સ જ હતા.વર્ષ 2009 માં અમૃતાએ એક બીઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતાના પતીનું નામ શકીલ લડક છે, તે એક કન્સ્ટ્રકશન કંપનીનાં માલિક છે.3. સેલીના જેટલી:

બોલીવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડીયા રહી ચુકેલી સેલીના જેટલીને પણ ફિલ્મોમાં અસફળ થયા પછી અમીર લાઈફ પાર્ટનરને પસંદ કર્યો.સેલિનાએ ઓસ્ટ્રેલીયાના બીઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા છે. પીટરની દુબઈ અને સિંગાપોરમાં ઘણી હોટેલ્સ છે. જણાવી દઈએ કે સેલીના જેટલીએ વર્ષ 2003 માં ફિલ્મ ‘જાનશીન’ થી બોલીવુડમાં કદમ રાખ્યો હતો, તેના પછી વર્ષ 2011 માં તે ફિલ્મ ‘થેંક્યું’ માં નજરમાં આવી હતી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here