અમીર બનવા માંગો છો ? તો જાણી લો આ 5 સિક્રેટ જે તમને પહોચાડશે સફળતાના શિખરે…

0

પૈસા કમાવવા અને કરોડપતિ બનવું એ લગભગ બધાનું સપનું હોય છે. બધા જ લોકો એ જ જાણવા માંગતા હોય છે કે વધુને વધુ પૈસા કેવીરીતે કમાવવા. તમને જાણીને નવાઈ લાગશે પણ એ વાત સાચી છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે આપણા દેશમાં ૭૩૦૦ જેટલા વધુ લોકો કરોડપતિ બન્યા છે. હા હવે જેવી રીતે કરોડપતિના લીસ્ટમાં સતત વધારો થઇ રહ્યો છે.

એ રીતે તો સામાન્ય માનવી પણ એકદિવસ કરોડપતિ બની શકે પણ એ કેમ જલ્દી નથી બની શક્યા કરોડપતિ એ આજે અમે તમને જણાવીશું. અમીર વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે મોટો ફરક આવકનો તો હોય જ છે પણ તેનાથી પણ મોટો ફરક એ છે કે તે બંને પોતાની આવકનો યોગ્ય ઉપયોગ કેવીરીતે કરે છે.

વિશ્વમાં અમીર વ્યક્તિઓ ઘણા બધા છે ભલે બધા રહેતા હોય અલગ અલગ દેશ અને જગ્યાએ પણ તેઓની પૈસાને વધારવા માટે અને કરોડપતિ બનવા માટે એક જ ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. એક સર્વે અનુસાર પણ જાણવા મળ્યું છે આ કારણ કે કેમ અમીર વ્યક્તિ એ વધુને વધુ અમીર બની ગયા છે અને કેમ ગરીબ એ ગરીબ જ રહે છે. હવે રહી વાત સામાન્ય એટલે કે મધ્યમ વર્ગીય વ્યક્તિની આ સમુહ એવો છે જે ધારે તો કરોડપતિ પણ બની શકે છે પણ તેની માટે અમુક ખાસ વાતો હોય છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

પૈસો પૈસાને ખેંચે એ એક વાત અમીર લોકોએ ગાંઠ બાંધી લીધી છે. જયારે પણ કોઈ સામાન્ય વ્યક્તિ પાસે વધારે પૈસા આવે છે તો તે સૌથી પહેલા પોતાના માટે એશ અને આરામ માટેની વસ્તુઓ પાછળ પૈસા ખર્ચે છે પણ જયારે કોઈ વ્યક્તિ એ અમીર બનવા માંગે છે અને તેની પાસે પૈસા આવે છે ત્યારે એ વ્યક્તિ એ પૈસાને બીજા પૈસા કેવીરીતે કમાવવા તેમાં લગાવે છે એટલે કે કોઈ સારી સ્કીમ, કોઈ સારી જગ્યાએ જ્યાંથી તેને સારું વળતર મળે એમ છે ત્યાં રોકાણ કરે છે.

આમ પૈસાને અમીર વ્યક્તિ એ પૈસા કમાવવા માટેના કામમાં લગાવે છે અને એ તેના પૈસા એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે જ્યાંથી તેને સારું રીટર્ન મળે એટલા માટે જો તમને પણ ઈચ્છા છે પૈસા કમાવવા માટેની તો હંમેશા થોડી અગવડમાં જીવતા શીખો, જરૂરત હોય તેટલા જ પૈસાને વાપરવા અને વધારાના પૈસાને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જ્યાંથી તમને સારું રીટર્ન મળે. અમીર વ્યક્તિઓ એ પોતાની કમાણીના મોટાભાગના પૈસાને બિઝનેસમાં કે પછી બીજા કમાણીના સ્ત્રોતમાં લગાવતા હોય છે.

પૈસાનું રોકાણ કરવું એટલે કાઈ પણ વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવાનો નથી. અમીર અને પૈસાદાર વ્યક્તિ એ પોતાના પૈસાને રોકવા માટે ક્યારેય ઉતાવળ કરતો નથી. તમારે પણ કોઈપણ જગ્યાએ રોકાણ કરવાનું નથી કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા જે પણ વ્યક્તિ એ નિષ્ણાત હોય તેની સલાહ જરૂર લેજો.

તમને જાણીને નવાઈ લાગશે પણ અમીર વ્યક્તિઓ એ પોતાના પૈસા એવી જગ્યાએ વધારે ઇન્વેસ્ટ કરે છે જ્યાં રિસ્ક વધુ હોય, આ ઇન્વેસ્ટ એટલે કે તેઓ પોતાના કોઈ બિઝનેસ આઈડિયામાં પોતાના પૈસા લગાવે છે. પોતાના બિઝનેસમાં તેઓ ગમે તેટલું રિસ્ક લેવા માટે તૈયાર થાય છે. રિસ્ક એટલા માટે કે જો બિઝનેસ ના ચાલ્યો તો તેમના પૈસા ડૂબી જાય છે પણ જો તેમનો આઈડિયા ચાલી ગયો અને ફાયદો થયો તો પછી તે બિઝનેસમાં ક્યારેય જોવાનું રહેતું નથી.

હવે બીજી એક સિક્રેટ વાત તમને જણાવી દઈએ કે ઇન્વેસ્ટ જો તમે તમારો બિઝનેસ ના શરુ કરવા માંગતા હોવ અને બીજી કોઈ સ્કીમમાં પણ જો તમે પૈસા રોકી રહ્યા છો તો આ વાત ખાસ ધ્યાન રાખજો કે બધા પૈસા તમારે એક જ સ્કીમમાં નથી રોકવાના તમે તમારા પૈસા એ થોડા થોડા કરીને અલગ અલગ જગ્યાએ રોકી શકો છો જેથી જયારે કોઈ એક જગ્યાએ તમારા પૈસા ફસાઈ જાય કે પછી નફો ના મળે તો બીજી જગ્યાએ રોકેલ પૈસામાંથી તમે તમારું કાર્ય પાર પાડી શકો.

અમીર લોકો એ પોતાના પૈસા એ અલગ અલગ અરિયામાં ઘર કે જમીન લઈને રોકે છે જેથી યોગ્ય સમય આવતા એ ઘર અને જમીનના સારા ભાવે તેઓ વેચી શકે અને પૈસા કમાઈ શકે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here