અમેરિકી નૌકરી છોડીને પરત ફર્યો સ્વદેશ, શરુ કર્યો 10 લાખની કમાણી કરતો બીઝનેસ…જાણો શું કરે છે?

0

આજે હર કોઈની ખ્વાહીશ હોય છે કે વિદશ જઈને કોઈ સારી એવી નોકરી કરવી અને લાખો રૂપિયા કમાવા. પણ એવું કોઈ કદાચ જ  વ્યક્તિ હશે જે પોતાના જ ગામમાં રહીને કોઈ પરમ્પરાગત કારોબારને પસંદ કરવાની હિમ્મત રાખતું હોય. આજે દેશમાં લાખો જવાનો બેરોજગારી જેલી રહ્યું છે, દરેક બસ નોકરની શોધમાં શહેરની બાજુ પલાયન કરતા જોવા મળે છે. કોઈ પણ એવું નથી ઇચ્છતું કે ખુદની સાથે સાથે બીજાને પણ રોજગાર પ્રદાન કરીએ.

પણ આંજે અમે એક એવા વ્યક્તિ ને રૂબરૂ કરાવી રહ્યા છીએ જેમણે લોકોના વિચારથી દુર જઈને પોતાની વિદેશી નોકરી છોડી, એક એવા કેરિયરને પસંદ કર્યું જેને જાણીને તમે પણ ચોંકી જાશો.

બકરી પાલનથી કામયાબી પ્રાપ્ત કરનારા આ વ્યક્તિનું નામ છે ડો.અભિષેક ભરાડ. ડો.ભરાડ મુળરૂપથી મહારાષ્ટ્રના ચીખલી ના સાખરખેર્દા ગામના રહેવાસી છે. તેના પિતા ભાગવત ભરાડ સિંચાઈ વિભાગમાં એન્જીનીયરના રૂપમાં કામ કરે છે. તે પોતાના દીકરાને ભણાવી ગણાવીને એક કામયાબ માનસ જોવા માંગતા હતા. અભિષેક શરૂઆતથી જ હોંશિયાર હતા અને અભ્યાસમાં હંમેશા આગળ રહેતા હતા. વર્ષ 2008 માં બીએસસી ની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે આગળના અભ્યાસ માટે વિદેશ જવાનું નક્કી કર્યું. અમેરિકાના લુઈસીયાના સ્ટેટ પર યુનીવર્સીટી થી માસ્ટર(એમ.એસ) કર્યું, અને ત્યાજ પોતાની પી.એચ.ડી. નો અભ્યાસ પૂરો કર્યો.

પીએચડી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2013માં તેમની લુઇસીયાના સ્ટેટ યુનીવર્સીટીમાં પણ સાઈન્ટીસ્ટની નોકરી મળી ગઈ. ત્યાં તેમણે 2 વર્ષ સુધી કામ કર્યુ અને સાઈન્સ માં રીસર્ચ પણ કર્યા. આ કામ માટે અભિષેકને સારી એવી સેલેરી પણ મળતી હતી. અમેરિકા જેવા શહેરમા આવી સારી જોબ અને 10 લાખ ની મોટી ઇન્કમ હોવા છતાં અભીષેકનું મન વિદેશમાં લાગતું ન હતું. તેમણે પોતાનું ઘર અને દેશની હંમેશા જ યાદ આવતી રહેતી હતી. તે ઇચ્છતા હતા પોતાના દેશમાં રહીને કાઈક એવું કરવામાં આવે જેનાથી પોતાનો વિકાસ તો થઇ જ શકે પણ બીજાનું પણ રોઝ્ગાર થઇ શકે. પછી અભિષેકે નોકરીથી રીઝાઇન કરી નાખ્યું અને પોતાના ગામ પરત આવવાનું નક્કી કરી લીધું.

જ્યારે અભિષેક ઘર પરત આવ્યા ત્યારે તેમણે પોતાના ઘરવાળા લોકોને જણાવ્યું કે તેમણે નોકરી છોડી ડીધી છે અને ગામમાં જ રહીને કઈક કરવાનું વિચાર્યું. તેમના ઘરના લોકોએ તો સૌથી પહેલા અણગમો વ્યક્ત કર્યો પણ જયારે તેમણે સહી વાતની જાણ થઇ ત્યારે તેમેણે પણ જુકવું પડ્યું. સમજાવવા બાદ ઘરના લોકો માની ગયા અને તેઓએ આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. અભિષેક પોતાના ગામમાં જ કૃષિ આધારિત કામ શરુ કરવા માંગતા હતા.

ફેનફોલીઓજ સાથે ખાસ વાતચીતમાં અભિષેકે જણાવ્યું કે, ઘણો વિચાર કાર્ય બાદ તેમણે ગોટ(બકરી) ફાર્મિંગ માં ખુબ કારોબારની સંભાવના જોવા મળી. અને બકરી પાલનમાં જ આગળ વધવાનું નક્કી કરી લીધું. આ કામ માટે તેમને ખુબ મોટી જગ્યાની આવશ્યકતા હતી. તેમણે પૂરો પ્લાન તૈયાર કરી નાખ્યો અને 20 એકર ની જમીન પણ લઇ લીધી. અને બકરીઓને રાખવા માટે ગોટ શેડ પણ ભાળે લઇ લીધો. 20 લાખના નિવેશથી અભિષેકે 120 બકરીઓ ખરીદી પોતાના સ્ટાર્ટ અપ ની શરૂઆત કરી. તેમણે બકરીઓનો ખુબ સારો પૌષ્ટિક આહાર આપવા માટે બજાર ની જગ્યાએ ખુદ પોતાની જાતે ચારો ઉગાડવાની શરૂઆત કરી. તેમણે 6 એકડ જમીનમાં મકાઈ, બાજરો વગેરે જેવી ફસલો ઉગાડી. જેનાથી બકરીઓને શુદ્ધ ચારો પણ મળી જાય છે અને તેમેને બજારના મુકાબલે ખર્ચ પણ ઓછુ પડે છે.

લગભગ એકજ વર્ષમાં તેમની મહેનત રંગ લાવવા લાગી અને તેમનું ફાર્મમાં બકરીઓની સંખ્યા બે ગણી વધવા લાગી હતી. આજ તેમની પાસે 8 અલગ-અલગ નસ્લોમાં કરીબ 350 બકરીઓ છે,  જેમાં આફ્રિકી બોર, બેતટ, સિરોહ, જમુનાપરી વગેરે જાતિઓ શામિલ છે. અભિષેક એક બકરી વહેંચવા પર 10 હાજર જેટલા રૂપિયાની કમાણી કરે છે. આગળના વર્ષે તેની કમાણી 10 લાખ કરતા પણ વધુ હતી.

તેમણે બકરી પાલન સિવાય મુર્ગી પાલન અને ઓર્ગેનિક ફાર્મિંગ પણ શરુ કર્યું હતું. તેમણે ઘણા ગ્રામીણોમાં પોતાને ત્યાં રોજગાર પણ આપ્યું હતું અને સારો એવો પગાર પણ આપ્યો હતો. અભિષેકે પરમ્પરાગત વ્યાપારને આધુનિક રીતે એક નવી મિસાલ આપી હતી. આજ તેમણે એ સાબિત કરી બતાવ્યું કે પશુપાલન પણ એક નફા માટેનો વ્યાપાર છે, બસ જરૂર છે તો માત્ર યોગ્ય તરીકાની. આજે અભિષેકે માત્ર લોકો ને પ્રોત્સાહિત જ નથી કર્યા પણ તે અને તેમની ટીમ મળીને હજારો ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે. તેમણે ખેડૂતોનું એક ગ્રુપ પણ બનાવ્યું અને પોતાના ગ્રુપના માધ્યમથી તે ખેડૂતો માટે ફ્રી માં વર્કશોપનું આયોજન પણ કરે છે. જેથી ખેડૂતોને પણ કઈક શીખવા મળે અને વૈજ્ઞાનિક ઈરાદાથી ખેતી કે પશુપાલન કરીને તે તરક્કીની રાહ પર અગ્રસર થઇ શકે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.