અમેરિકાથી સારા પગારની નોકરી છોડી 2 ગાય થી શરુ કર્યો તબેલો..પત્ની પણ કરે છે આ કામમાં મદદ…

0

આજે અમે તમને એક એવા ગૌપાલકની માહિતી જણાવીશું જેણે અમેરિકાની નોકરી છોડીને શાહજહાંપુરમાં પોતાનું એક અનોખું સ્ટાર્ટઅપ શરુ કર્યું. ગાયોને પાળવાનું શરુ કર્યું અને તે તેમના જીલ્લાના બહુ મોટા દૂધ ઉત્પાદક બની ગયા. અમેરિકા રીટર્ન આ ગૌપાલકનુંના કામને જોવા માટે ડીએમથી લઈને બધા જ મોટા મોટા ઓફિસર ત્યાં પહોચી રહ્યા છે. ત્યાં આ અમેરિકા રીટર્ન વ્યક્તિ જણાવે છે કે આપણે આપણું ટેલેન્ટ એ આપણા દેશ માટે જ વાપરવું જોઈએ.

આ દૂધ ઉત્પાદકનું નામ શરદ ગંગવાર છે, તેઓ તીલહરના રામપુર ગામના રહેવાસી છે. તેઓના પિતા એક ખેડૂત છે. જાણવા મળ્યું છે કે તેમને અમેરિકાની કંપનીમાં બહુ વધારે પગાર વાળી જોબ હતી પણ તેને છોડીને તેઓ અહિયાં પાછા આવી ગયા અને અહિયાં જ ગામમાં રહીને ગાયોના કામમાં રોજગારની તલાસ કરવા લાગ્યો. તેમનું સપનું હતું કે દેશમાં તેઓ જાતે જ કશુક કરીને બતાવશે. આવામાં તેમણે ગાયોની સાથે પોતાનું જ એક સ્ટાર્ટઅપ શરુ કરવાનો વિચાર કર્યો.

શરદ ગંગવારે દિલ્હીથી એમબીએ કરેલ છે. ૨૦૦૯માં અમેરિકાના ન્યૂયોર્કમાં તેમને અમેરિકન એક્સ્પ્રેસ નામની કંપનીમાં નોકરી મળી ગઈ હતી, પણ ૫ વર્ષ પછી તેમને પોતાના દેશ અને ગામની યાદ આવવા લાગે છે અને તેઓ બધું છોડીને અહિયાં આવી જાય છે. ૨૦૧૪માં અહિયાં આવીને તેમણે ૨ ગાયો પાળી. આ ગાયો વધીને ૮૦ની થઇ અને આ એ તેમની કમાણીની સાથે સાથે ગૌ પ્રોત્સાહનનું પણ બહુ મોટું કારણ બની.

૨૦૦ કિલો દૂધ અને ૨૫ ખેડૂતો સાથે મળીને આ ગાયોથી તેઓ રોજ ૨૦૦ લીટર દૂધનું ઉત્પાદન કરવા લાગ્યા, સાથે તેના બીજા પણ ફાયદા થવા લાગ્યા. હવે તેઓ જીલ્લાના સૌથી મોટા દૂધ ઉત્પાદક બની ગયા છે. તેમનું કહેવું છે કે ડોક્ટર એન્જીનીયર બન્યા પછી લોકો પોતાની કાબેલિયત એ વિદેશમાં જઈને બતાવે છે, જો તેઓ પોતાનું આ હુનર એ પોતાના દેશ માટે વાપરે તો દેશની દિશા અને દશા બંને બદલાતા બહુ સમય નહિ લાગે.

બીજા પણ લોકોને પોતાની સાથે લઈને કમાણી કરવાના નવા રસ્તા મળ્યા. શરદનું જીવન એ ગાયો અને તેમની ગૌશાળામાં જ ગુજરતું હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેમની પત્ની પણ તેમના આ કામમાં સાથ આપે છે. આટલું જ નહિ તેમની આ ગૌશાળાની મદદથી બીજા ૮ લોકોને રોજગાર પણ મળે છે. અહિયાં રહેલ દરેક ગાય એ બધા જ લોકોને ઓળખે છે. શરદના આવા કામને જોવા માટે જીલ્લા પ્રસાશનના અનેક ઓફિસરો એ તેમને જોવા માટે અને ગૌશાળાને જોવા માટે અવારનવાર આવતા હોય છે. ત્યાં આવનાર દરેક અધિકારી એ આ અમેરિકા રીટર્ન ગૌપાલકના આ કામને સલામ કરે છે.

ગાયોની સેવા કરીને રોજગાર શોધી લીધો, ડીએમ અમૃત ત્રિપાઠીએ આમના વિષે એક વાર કહ્યું હતું કે જયારે તેમને ખબર પડી કે શરદ એ અમેરિકાથી જોબ છોડીને પોતાના ઘરે આવીને ગાયોની સેવા કરીને રોજગાર કમાઈ રહ્યો છે. જયારે અમે તેમની ડેરી જોઈ તો અમને બહુ સારું લાગ્યું. અમે જીલ્લાના ૨૫ એવા ખેડૂતોને નક્કી કર્યા જે કોઈપણ સરકારી મદદ વગર સારું કમાઈ શકે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here