આ છે દુનિયાની સૌથી લગ્ઝરી ગુફા, મોટી મોટી 5 સ્ટાર હોટેલની સગવડતા પણ પડશે અહીંયા ફિકી …

0

દોસ્તો, તમે તો ઘણી ગુફાઓ જોઈ હશે. અને નામ પણ સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એવી સુંદર ગુફાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે દુનિયાની સૌથી સુંદર અને લગ્જરી ગુફામાની એક ગુફા છે. આમ જોઈએ તો તમે પણ નાનપણમાં પેલા બબ્બર શેરની કહાની તો સાંભળી જ હશે.
જેમાં જંગલનો શેર રાજા હતો અને તે ગુફામાં રહેતો હતો. ઠીક એવી જ રીતે અમે પણ તમને ગુફાની જ કહાની બતાવવા જઈ રહ્યા છીએ તેમાં કોઈ શેર નહી પણ માણસો રહે છે ને ગુફામાં રાજ કરે છે. જી હા આ ગુફા અમેરિકના દૂરદરાજ એરિયામાં આવેલી છે.
આ ગુફા Beckham Creek Cave Lodge જે એમેરિકના Arkansas માં છે. આ એક રિમોટ એરિયા છે.શું તમે જાણો છો કે જ્યારે આ ગુફાને અહીંયા બનાવવામાં આવી હતી ત્યારે તે બોમ્બ મારીથી બચવાનું શેલ્ટર હોમ હતું.
પરંતુ હવે આ ગુફા એક શાનદાર હોટેલ બની ગઈ છે. આ ગુફામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે ને ગુફામાં રહેવાની મજા માણે છે. આ ગુફામાં 1988 માં ઘણા ફેરફારો કર્યા હતા.
આ હોટેલને બનાવવા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આ ગુફાને શાનદાર બનાવવાની સાથે સાથે તેની સાદગીને પણ એમ જ રાખવામા આવી હતી.
આ ગુફામાં એક ધોધ પણ આવેલો છે. જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે 20 કરોડ રૂપિયા તૈયાર રાખવા પડશે. જે તેની કિંમત રાખવામા આવી છે.
આ ગુફામાં તમારે રહેવા માટે એક દિવસના 1600 ડોલર ચૂકવવા પડશે. અને ઇંડિયન કરન્સી મુજબ એક દિવસના 1 લાખ ને 12 હજાર પૂરા ચૂકવવા પડશે.
આ ગુફામાં 4 બેડરૂમ છે અને 4 વોશરૂમ છે. આ ગુફામાં જો તમે એક દિવસ રહેશો તો પણ તમને ઘર જેવી જ ફીલિંગ્સ આવશે.
આ ગુફામાં હેલીકોપ્ટર ના ઉતરાણ માટ હેલીપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here