આજે જાણીએ ગુજરાતનાં લોક લાડીલા સીટી અમદાવાદ વિશેની જાણી અજાણી વાતો…..

0

કાંકરીયા તળાવની ડિઝાઇન પરથી જ નક્કી કરવામાં આવ્યો હતો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા(SBI)નો લોગો. જોઈ લો આખા કાંકરીયા તળાવનું ફોટામાં દૃશ્ય..વિશ્વાસ બેસી જશે.અને તે લોકો પણ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન(NID) દ્વારા બનાવવામાં આવ્યો હતો.
અમદાવાદમા ગુજરાત નું સૌ પ્રથમ શાકાહારી પિઝ્ઝા હટ ખોલવામાં આવ્યું હતું. જે અત્યારે ગુજરાતનાં દરેક સીટીમાં છે.
તમને એ વાતની હજી ખબર નહી હોય છે આખા ભારતની બીજા નંબરની IIM અમદાવાદમા આવેલી છે. જે બનાવવામાં વિક્રમ સારાભાઈ, કસ્તુર ભાઈ લાલ ભાઈ અને જીવરાજ મહેતાનો મોટો ફાળો હતો.
૨૦મી સદીમાં અમદાવાદ કાપડ બજારમાં એટલું આગળ હતું કે આખા વિશ્વમાં અમદાવાદે ડંકો વગાડયો હતો ને અમદાવાદને અંબાલાલ સારાભાઈએ અને કસ્તુર ભાઈ લાલભાઈ એ ‘માઞ્ચેસ્ટર ઓફ ઈસ્ટ’નો ખિતાબ આપી દીધેલ.
રિવરફંટના કિનારે આવેલ ઉસમાનપુરાગામ ની સ્થાપના એક હિંદુએ કરી હતી….અને ત્યાં હાલમાં પણ મોટાભાગના લોકો જૈન છે. અને નામ સાંભળતા જ એવું લાગે છે કે આ કોઈ ઈસ્લામિક વિસ્તાર હશે…સાચું ને મિત્રો ?
આખા ભારતમાં રામજીમંદીર ગામોગામ બંધાયા છે..એ બધા જ મંદિરોમાં ભગવાન રામ એ મર્યાદા પુરુષોતમ રામ હોવાથી બધી જ જગ્યાએ રામ ઊભા જ હશે. પરંતુ અમદાવાદમા આવેલ એક રામજી મંદિરમાં ભગવાન રામ એ આરામ કરતાં હોય એવી મુર્તિ બીરજમાન છે અને તેનો રંગ પણ કાળો છે. મોટેભાગે કૃષ્ણની જ મુર્તિ કાળી હોય છે. અને આ રામજીમંદિરની ખાસવિશેષતા એ છે કે આ મંદિરમાં ભગવાન રામની જન્મપત્રિકાનું વાંચન દર રામ નવમીના દિવસે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે અમદાવાદમા આવેલ વસ્ત્રાપુર ગામ એ ઠાકુરોનું ગામ હતું. પરંતુ આ જગ્યાએ હાલ મોટી મોટી કોર્પોરેટ ઓફિસો છે. મોટીમોટી દુકાનો છે ને ભવ્ય બંગલાઓ પણ છે..જે કોઈ ઠાકુરોના નથી.
અમદાવાદમા આવેલ માણેકચોકમાં દિવસે સોનીની બજારો ધમધમે છે અને એ જ જગ્યાએ રાતના 9 પછી ખાણીપીણીની લારીઓ ધમધમે છે. ખાસ વાત તો એ છે કે આખી રાત ચાલતી આ બજાર સવારે પાંચ વાગતા જ જોશો તો કોઈ નામ નિશાન નથી રહેતું કે અહીંયા રાતના પણ કોઈ ખાણીપીણીની બજાર હતી….એટલી ચોખ્ખી થઈ જાય છે….ને સવારે 6 વાગતા જ સોનીની દુકાનો ખૂલી સોની બજાર બની જાય છે.
અમદાવાદની સૌથી પહેલી પોલનું નામ મુર્હુત પોળ છે. જે હાલમાં પણ જોવા મળે છે અને ત્યાં ધોળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર પણ આવેલું છે.
રાણીના હજીરામા રાજવીકુળની સ્ત્રીઓને દફન કરવામાં આવતી હતી. અને હાલમાં પણ આ જગ્યાએ સ્ત્રીઓના જ શૃંગારના વસ્ત્રો મળે છે. અને આ જગ્યાએ સ્ત્રી શૃંગારની વસ્તુઓની જ દુકાનો આવેલી છે જે ધમધોકાર ચાલે છે, આ માણેકચોક જતાં વચ્ચે આવે છે.
જુહાપુરા ગામમાં ભલે હાલ મુસ્લિમો વાસ કરતાં..પણ આ ગામ બંધાવનાર એક ઠાકોર હતો ને તેનું નામ હતું જુહાજી ઠાકોર ને આ ગામ ઠાકુરોના ગામથી પ્રસિદ્ધ હતું.
અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે.જે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને ગુજરાત સરકારને સત્તાવાર રીતે પણ અમદાવાદ શહેરને હેરિટેજ સાઈટ હોવાનુ પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમા આવેલ એલિસબ્રિજને લવ લોકથી પણ નામના મળી છે. એલીસબ્રિજની પિલની જાળી પર દરેક પ્રેમી પોતાના પ્રેમીને પામવા માટે એક તાળું મારે છે ને તેની ક્ ચાવી નદીમાં ફેંકી દે છે…એવું કહેવાય છે કે આમ કરવાથી પોતાનો પ્રેમ પોતાના નામે થઈ જાય છે.
અમદાવાદમા સૌ પ્રથમ 1856 માં ઊંઝાના શિવાજીએ આગળિયા પેઢી શરૂ કરી હતી. જે એટલી ચાલી હતી કે પોસ્ટઓફિસને પણ બીક લાગી હતી કે ક્યાંક પોસ્ટ ઓફિસ બંધ ન થઈ જાય. અને આજે આખા દેશમાં આવી અનેક આંગળિયાપેઢી પ્રખ્યાત બની ગઈ છે.
સીદી સૈયદની જાળી અમદાવાદ ની મહત્વની ઓળખછે. જે લાલ દરવાજા પાસે આવેલી છે અને તેને સુલતાન શમસુદ્દીન મુઝફ્ફર શાહના દરબારમાં રહેલી સેનામાં સામેલ એક બિલાલ ઝાઝર ખાન નામના યુવાન સેનાપતિ દ્વારા બનાવવામાં આવી હતી. આ સેનાપતિના કાફલામાં મહત્વના ગણાતા સીદી સૈયદ નામના એક માણસે આ મસ્જિદનું નિર્માણ કરેલ હતું..તેથી આજે પણ એના નામ પરથી જ એ ઓળખાય છે.

રાણી સિપ્રીની મસ્જિદ સુલતાન મહમૂદ બેગડાએ પોતાની સિપ્રી નામની રાણીએ 1514માં બનાવડાવી હતી.
અમદાવાદમા એક એવું મંદિર આવેલું છે જ્યાં હડકાયું કૂતરું કરડયું હોય અને ત્યાં દર્શંકરવા જઈએ તો દુખાવોમટી જાય છે ને માણસને કૂતરું કરડ્યાની કોઈ જ આડઅસર થતી નથી. આ મંદિરનુ નામ છે હડકેશ્વરી દેવી મંદિર.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here