અ’વાદ: પિતાએ પુત્રને ગિફ્ટ કર્યું 38 લાખનું BMW બાઇક, દેશનું પ્રથમ બાઈક જુવો તસ્વીરો

અમદાવાદ: દેશનું પહેલું BMW GTL Pro 1600 બાઇક અમદાવાદીએ ખરીદ્યું છે. આ 38 લાખનું બાઇક કિરણકુમાર ચૌહાણે પોતાના દીકરાને ગિફ્ટમાં આપ્યું છે. ઓટો મોબાઇલનો બિઝનેસ ધરાવતાં કિરણકુમારે પોતાની પત્નીના જન્મદિવસે દીકરાને સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે. તેમનું કહેવું છે કે, BMWનું આ બાઇક અમદાવાદના ‘ડાન્સિંગ રસ્તાઓ’ પર પણ કમ્ફર્ટેબલ ફિલ કરાવે છે.

પત્નીના જન્મદિવસે પુત્રને ગિફ્ટ
કિરણ ચોહાણે divyabhaskar.com સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મને નાનપણથી જ ઓટો મોબાઇલ ક્ષેત્રે રસ હતો તેથી જ પિતાનું બિઝનેસ છોડી આ વ્યવસાયમાં ઝંપલાવ્યો. મારી જેમ જ મારા પુત્રને પણ બાઇકનો સખત શોખ છે. હું પોતે બાઇક પર હજારો કિલોમીટરની સફર કરી ચૂક્યો છું. ત્યાં જ મારો પુત્ર મારા કરતાં વધુ નોલેજ બાઇક્સ વિશે ધરાવે છે. મારી પત્નીની ઇચ્છા હતી કે મારા પુત્રને કોઇ સરપ્રાઇઝ ગિફ્ટ આપવી જોઇએ. આજે મારી પત્નીનો જન્મદિવસ હતો તેથી મેં આ બાઇક ખરીદ્યું છે અને મારા પુત્રને ગિફ્ટ આપી છે.

દેશનું પહેલું બાઇક

કિરણ ચોહાણે જણાવ્યું હતું કે, GTL Pro 1600 BMWનું રિવર્સ ગિયર બાઇક છે. આ મોડેલ દેશમાં સૌથી પહેલાં મેં મારા પુત્ર માટે ખરીદ્યું છે. મારો પુત્ર કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મને બિઝનેસમાં પણ સાથ આપે છે. તે બાઇક્સમાં મારા કરતાં વધારે નોલેજ ધરાવે છે. એ જોતાં હું તેને BMWનું ગિફ્ટ કરવા માગતો હતો. આ બાઇક સ્મૂથ રાઇડિંગને લીધે પસંદ કર્યું છે, જેના સસ્પેન્શનને કારણે દોઢ ફૂટ ઊંડા ખાડામાં પણ કમ્ફર્ટ ફિલ કરી શકાય છે.

Source: divyabhaskar.com

વિશેષતાઓ:

મોડેલ: BMW GTL Pro 1600સ્પીડ: 397 k.m.

CC: 1650
કિંમત: 38 lakh

વજન: 350 Kg
સિલિન્ડર: 6

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!