અમદાવાદ મા આવેલી 24 કલાક મફતમાં સારવાર આપતી મલ્ટીસ્પેશિયાલીટી ધરાવતી આ હોસ્પીટલમાં સર્વરોગની બિલકુલ મફતમાં સારવાર મળશે

0

અત્યારે સમય ખૂબ જ મોંઘો બની ગયો છે એમ માનવી પણ મોંઘેરો બની ગયો છે. કોઈને કોઇની સેવા કરવી કે આગતા સ્વાગતા કરવી પણ ગમતી નથી, જમાનો ખૂબ જ બદલાયો છે. આજકાલ ઘરમાં કોઈને ઘરડા માણસ ગમતા નથી. ત્યાં સેવા કરવી તો એક બાજુ રહી. પરંતુ અમદાવાદમા એક એવી હોસ્પિટલ ખોલવામાં આવી છે જ્યાં કોઈપણ રોગની સરવાર અને સેવા એકદમ મફતમાં કરવામાં આવશે.. આ આજના જમાનમાં વિચારવા જેવી વાત છે. આટલી મોટીસેવા કરે કોણ ? કદાચ તમને આ સાચું નહી લાગે પણ આ સત્ય છે જે અમે તમને આ હોસ્પિટલની સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા આપી રહ્યા છીએ, તમે પણ આગળ આ માહિતી જરૂર મોકલજો..સેવા કર્યાનું પુણ્ય મળશે ને કોઈ ગરીબના મળશે આશીર્વાદ. આજે વાત કરવાની છે આદતન સુખ સગવડતા ને ભરપૂર ટેક્નોલીજીથી યુક્ત  મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલની જે 24 કલાક દરદેને   ચાલો આજે વામફત કાર્યરત છે અપછી ભલે  નિકેન્સર નો દર્દી જ કેમ ના હોય !

આ હોસ્પીટલમાં અલગ અલગ એમ અગિયાર વિભાગો આવેલા છે. જેમાં જે તે વિભાગમાં જે તે દર્દીની સારવાર કરવામાં આવશે, ઉપરાંત આ હોસ્પીટલમાં જ લેબોરેટરી ને મેડિકલ સ્ટોર પણ ઉપલબ્ધ છે જેથી દર્દીને ત્યાં જ દવા અને રિપોર્ટ કરવવાની સેવા મળી રહે ને ક્યાંય બહાર જવાની જરૂર પડે નહી ને ઈલાજ કરવામાં પણ સ્પીડ થશે. આ હોસ્પિટલની ખાસ વાત એ છે કે અહીંયા 350 પલંગ સમય તેટલી સગવડતા કરવામાં આવી છે.
તો ચાલો જાણીએ આ હોસ્પિટલના અલગ અલગ વિભાગ અને તેની સારવારને :

બાળ વિભાગ –

આ વિભાગમાં નવજાત બાળકની સરવારથી લઈને બધા જ બાળ રોગોનો ઈલાજ તેમજ રસીકરણ ને આંચકી ના રોગની પણ મફત સારવાર કરવામાં આવશે ને બાળકોને લગતી તમામ વ્યવસ્થા અહિયાં ઉપલબ્ધ છે.

જનરલ મેડીસીન વિભાગ :

આ વિભાગમા લોહીનુ દબાણ,હ્રદયના રોગ,ડાયાબિટીસ, વા, અને બીજા અનેક રોગોનું મેડિકલ ચેકઅપ અને તેની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

જનરલ સર્જરીનો વિભાગ:
આ વિભાગમા ચાંદા, ભગંદર, મસા, નાનું અને મોટું આતરડાની સર્જરી ને સારવાર, કિડનીના રોગો, સ્તનને લગતી બીમારીની ટ્રીટમેંટ, થાઈરૉઈડ ઉપરાંત બીજા ઘણા રોગોનું નિદાન કરી મફત સારવાર કરવામાં આવશે.

પ્રસુતિ વિભાગ અને સ્ત્રી રોગ વિભાગ –

આ વિભાગમાં તમામ સ્ત્રી રોગની મફત સારવાર કરી આપવામાં આવશે તેમજ પ્રસૂતી અને ઓપરેશન પણ ફ્રીમાં જ કરી દેવામાં આવશે..ઉપરાંત કોથળીના ઓપરેશન ને ગર્ભાશયની સમસ્યાનો ઈલાજ કરવામાં આવશે.

હાડકાંનો અલગ વિભાગ –

આ વોર્ડમાં કમર દર્દનું નિદાન તેમજ તૂટેલા હાડકાનું નિદાન અને સારવાર કરવામાં આવશે તેમજ ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

માનસિક રોગનો વિભાગ :

બધા પ્રકારના મગજના રોગની સારવાર આપવામાં આવશે.

નાક, કાન અને ગળાનો વિભાગ :

કાનની બહેરાશ, કાનમાથી પરુ નીકળવા, પડદામાં કાણું હોવું, કાનની બહેરાશ, ગાળામાં સોજો, કાકડા, એ તમામ રોગની સારવાર કરવામાં આવશે.
આંખ રોગનો વિભાગ :

આંખની સંપૂર્ણ તપાસ, આંખ રોગની સારવાર અને ઓપરેશન તેમજ મોતિયા, વેલ અને આંખ જો ત્રાંસી હશે રો તેનું ઓપરેશન પણ કરવામાં આવશે.

ચામડીના રોગનો વિભાગ :

ચામડીના દરેક રોગની સારવાર કરવામાં આવશે.

દાંતનો વિભાગ

આ ભાગમાં રૂટકેનાલ, ચોકઠાની સારવાર, તેમજ દાંતની સફાઈ અને દાંતને સીધા કરવાની ટ્રીટમેંટ કરવામાં આવશે..ટી.બી અને શ્વાસના રોગની સારવાર – દમ, ટી બી, ન્યુમોનિયા ના રોગનું નિદાન તેમજ દૂરબીનની મદદથી શ્વાસ નળી થી તપાસ,કરવામાંઆવશે અને સાથે સાથે ફેફડાના રોગની પણ સારવાર કરવામાં આવશે.આમ અધતન સાધન અને ટેક્નોલીજીથી સજ્જ આ હોસ્પીટલમાં કોઈપણ રોગની સારવાર તદ્દન મફત કરવામાં આવશે, તેમજએક્સ-રે,સોનોગ્રાફી,ઈસીજી,હ્રદયના ઈકો, ઉપરાંત 24 ક્લાક લેબોરેટરીએ ટેસ્ટની સેવા આપવામાં આવે છે.

હાલમાં જે સારવાર ઉપલબ્ધ નથી તે ભવિષ્યમાં શરૂ થવાની શક્યતા છે.

ઉપરાંત આ હોસ્પિટલમાં સરકાર દ્વારા ચાલતીયોજનાઓનો પણ લાભ મળી શકશે. ચિરંજીવી યોજનાઑ, આર.એસ.બી.વાય યોજના ,કુટુંબ કલ્યાણ યોજના કાર્ડ ધારકને સારવાર ઉપરાંત મફતમાં જમવાની સેવા પણ પૂરી પાડવામાં આવશે.

આ હોસ્પિટલનું નામ છે શ્રીમતી સુશીલા બેન મનસુખલાલ શાહ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ
Website: http://www.mkshahmcrc.org
Address: SMS Multi-Speciality Hospital-Ahmedabad
Visat, Sarkhej – Gandhinagar Highway, Near, Tapovan Cir, Chandkheda, Ahemedabad, Gujarat 382424
Contact: 079 3982 0000 – Hospital

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here