અંબાણી થી પણ મોટા બિઝનેસમેન છે સંતરા ની ગોળી વાળા આ બાબા, પુરી ખબર વાંચી ને તમે પણ થઈ જશો હેરાન….

0

‘આ દોલત પણ લઈ લો, આ શોહરત પણ લઈ લો, ભલે છીનવી લો મારાથી મારી જવાની… પણ મને આપી દો બાળપણ નો સાવન તે કાગળ ની કશ્તી તે વરસાદ નુ પાણી…’ આ લાઈનો શાયદ તમે પહેલા પણ સાંભળી હશે. એટલે જવાની કે પછી ગઢપણ માં બધા તેના બાળપણ ના દિવસો ને યાદ કરે છે. બાળપણ ની કોઈ યાદો એવી હોય છે જેને માણસો ફરીથી જીવા માંગે છે. અમે તમને તમારા બાળપણ થી જોડાયેલી એવી જ યાદ વિશે એક ખબર બતાવવા જઈ રહ્યા છીએ, જે શાયદ તમારે જરૂર જાણવી જોઈએ. આજે અમે તમને સંતરા ની ગોળી વાળા એ બાબા થી મળાવવા જઈ રહ્યા છીએ. જી હા, એ જ સંતરા વાળી ગોળી જે આપણે બાળપણ માં ખૂબ ખાતા હતા.આ પેઢી માં કદાચ જ કોઈ એવુ બાળક હશે જેણે બાળપણ માં આ ખાટી-મીઠી ગોળી નો આનંદ ન લીધો હોય. તે બાળકો સમય ની સાથે મોટા થઈ ગયા. ઘણા ના લગ્ન થઈ ગયા. પરંતુ, આ બાબા ની સંતરા વાળી ગોળીઓ નો સ્વાદ મોટા થઈ ગયેલા બાળકો ને હજુ યાદ છે. તમને હેરાની થશે કે આટલા વર્ષો થી આ બાબા આજે પણ સંતરા ની ગોળીઓ વહેંચે છે. સંતરા ની ગોળી વાળા બાબા આજે પણ એ ગોળીઓ વેચે છે અને નાના-નાના બાળકો તેને ખરીદે છે.અમે વાત કરી રહ્યા છીએ ગ્વાલિયર, મધ્યપ્રદેશ ના રહેવા વાળા 91 વર્ષ ના બુઝુર્ગ મૂલચંદ્ર સોની પરાત વિશે. મૂલચંદ્ર એ વર્ષો પહેલા સંતરા ની ગોળી બનાવવા નો બિઝનેસ શરૂ કર્યો હતો. કદાચ તમે પણ બાળપણ માં આ ગોળીઓ નો સ્વાદ ચાખ્યો હશે. પણ, આટલા વર્ષો પછી પણ હવે જ્યારે સમય પૂરી રીતે બદલી ગયો છે આ બુઝુર્ગ આજે પણ સંતરા ની ગોળીઓ વહેંચે છે. તેમણે તેને પોતાનો બિઝનેસ અને જીવવા નો આધાર બનાવી લીધો છે.તમને યાદ હશે કે સ્કૂલ ના દિવસો માં તે સંતરા ની ગોળીઓ આપણે બધા ખૂબ ખાતા હતા. આ બાબા આજે પણ એ છોકરીઓ ના લગ્ન માં જાય છે જે ક્યારેક તેની પાસેથી સંતરા ની ગોળીઓ ખરીદતી હતી. શહેર ના લોકો પણ બાબાની એટલી જ ઈજ્જત કરે છે. બાબા વિશે બતાવાય છે કે તે દરેક છોકરી ના લગ્ન માં એક સાડી લઈને આશીર્વાદ આપવા જાય છે, જેણે બાળપણ માં તેને ત્યાંથી સંતરા વાળી ગોળી ખરીદી હોય. બાબા ના બાળકો ના પ્રત્યે એવો સ્નેહ છે કે તે ગોળી વહેંચવા થી થયેલી કમાણી થી એક-એક રૂપિયો જોડી ને તે બાળકીઓ માટે સાડી ખરીદે છે.જણાવી દઈએ કે બાબા એ લગ્ન નથી કર્યા. બાબા માટે આ બાળકીઓ જ તેની દીકરીઓ છે. મૂલચંદ્ર સોની નામના આ બુઝુર્ગ મધ્યપ્રદેશ ના ગ્વાલિયર સ્થિત બાલાબાઈ ની બજાર માં રહે છે. 91 વર્ષ ના થઇ ગયેલા મૂલચંદ્ર સંતરા ની ગોળીઓ વહેંચતા નજર આવી જાય છે. તમને જણાવી દઈએ કે મૂલચંદ્ર સોનીએ આખી ઉંમર આ જ કામ કર્યુ છે. મૂલચંદ્ર સોની એ ભલે વધારે પૈસા ન કમાયા હોય પરંતુ તેમણે સ્નેહ અને પ્રેમ નો બિઝનેસ કર્યો છે. મૂલચંદ્ર સોની તેના માટે પૈસા નહીં ઈજ્જત કમાયા છે. તેથી તે અંબાણી જેવા બિઝનેસમેન થી પણ ખૂબ મોટા બિઝનેસમેન છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here