અંબાણી થી કઈ કમ નથી સુનિલ શેટ્ટીનું રાજ્ય, આલીશાન હોટેલોના માલિક અને કમાણી તો છે અરબોમાં…

0

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાની ફિટનેસ અને લગ્ઝરી લાઈફસ્ટાઇલ માટે ફેમસ સુનિલ શેટ્ટી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. હવે તેની દીકરી આથિયા અને દીકરો અહાન બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. સુનિલે પોતાના કેરિયરમાં 110 ફિલ્મો માં કામ કર્યું છે. તેના ફિલ્મી કેરિયરમાં તો ઘણા ઉત્તર ચઢાવ આવ્યા પણ સુનિલ નો સાઈડ બિઝનેસ દિવસ-રાત તરક્કી કરતો જઈ રહ્યો હતો. સુનિલ શેટ્ટીની ઘણી રેસ્ટોરેન્ટ અને પત્ની માના શેટ્ટી ના ડેકોર સેન્ટર છે. સુનિલે 25 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘બલવાન’ હતી.આ ફિલ્મમાં તેમણે દિવ્યા ભારતી ની સાથે કામ કર્યું હતું. અમુક રિપોર્ટ્સની માનીયે તો બલવાન માં સુનિલ શેટ્ટી ની સાથે કામ કરવા  માટે કોઈપણ એક્ટ્રેસ તૈયાર ન હતી. આવું એટલા માટે કેમ કે સુનિલ શેટ્ટી તે સમયે એકદમ નવા હીરો હતા.  આખરે દિવ્યા ભારતી એ સુનિલ સાથે કામ કરવા માટે સાઈન કરી નાખી. સુનિલ શેટ્ટી એ પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલા જ લગ્ન કરી ચુક્યા હતા. હિન્દી સિવાય સુનિલે મલયાલમ, તમિલ અને ઈંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનિલ ફિલ્મોમાં એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે.
સુનીલે ‘હેરા-ફેરી’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ગોપી-કિશન’ અને ‘વેલકમ’ જેવી ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2001 મા આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનિલ શેટ્ટી ને બેસ્ટ વિલેન નો ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો હતો. એક દશક સુધી બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યા પછી સુનીલનું કેરિયર નીચે જાવા લાગ્યું. તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઇ તો મેકર્સે તેને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કાસ્ટ કરવાનું શરૂ કરી દીધું. સુનિલ પણ બોલીવુડમાં બની રહેવા માટે ફિલ્મો કરતા રહ્યા પણ વાત બની નહિ.
57 વર્ષના સુનિલ શેટ્ટી આગળના અમુક સમયથી લાઇમલાઈટ થી દૂર છે અને પોતાના બિઝનેસ પર ધ્યાન આપી રહ્યા છે. તેના સિવાય સુનિલ શેટ્ટીનું પ્રોડક્શન હાઉસ પોપકોર્ન મોશન પિક્ચર પણ છે. સુનિલે ફિલ્મ ખેલ, રક્ત અને ભાગમ ભાગ જેવી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. સુનિલ નું FTC નામથી એક ઓનલાઇન વેન્ચર પણ છે. જે બોલીવુડને એક નવું ટેલેન્ટ શોધીને આપે છે. મુંબઈમાં સુનીલનું Mischief Dining Bar અને Club H20 ના નામથી ક્લબ પણ છે.સુનિલ શેટ્ટી બાળપણમાં ભારત માટે ક્રિકેટ રમવાનું સપનું જોઈ રહ્યા હતા. પણ તેમણે પોતાનું કેરિયર બોલીવુડમાં બનાવ્યું. હવે સુનિલ થોડા ફ્રી થયા તો તેમણે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. હવે તે મુંબઈ હીરો ક્રિકેટ ટીમના કેપ્ટ્ન છે. સાથે જ સુનીલની પત્ની માના ની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે. માના એક એનજીઓ પણ ચલાવે છે. સાથે જ તેનું એક હોમ ડિકોર સ્ટોર પણ છે. માના પોતાના પતિ સુનીલની બિઝનેસ મેનેજર પણ છે.સુનિલ શેટ્ટી ની હોટેલ ‘રોયલ ઈન’ નામથી રેસ્ટોરેન્ટ ચેન પણચાલે છે. સાઉથ માં પણ સુનિલ શેટ્ટીનું રેસ્ટોરેન્ટ છે જ્યા સાઉથ નું સ્પેશિયલ વ્યંજન ઉડ્ડુડપી પણ મળે છે. પોતાના આ બિઝનેસથી સુનિલ દરેક વર્ષ 110 કરોડ રૂપિયા કમાણી કરે છે. સુનિલ શેટ્ટી ની લાઈફસ્ટટાઈલ કોઈ રાજાથી ઓછી નથી. આવળો મોટો કારોબાર સાંભળવાની સાથે સાથે સુનિલ શેટ્ટી પોતાના ફિઝીક પર પણ ધ્યાન આપે છે. સુનિલ ટીવી ના ફિટનેસ રિયાલિટી શો ‘ઇન્ડિયાજ અસલી ચૈમ્પિયન હૈ દમ’ ને હોસ્ટ કરી ચુક્યા છે.
ફિટનેસના મામલામાં સુનિલ શેટ્ટી યુવાઓ ને પણ માત આપે છે. સુનિલ ની કમર માત્ર 28 ઇંચની છે અને તે આગળના 25 વર્ષોથી આજ માપના જીન્સ પહેરે છે. આ વાતને તે ખુદ ગર્વથી જણાવે છે. પોતાની આ કમરની સાઈજને મેન્ટેન કરવા માટે સુનિલ શેટ્ટી એક કઠિન રૂટિનને પણ ફોલો કરે છે. સુનિલ હેલ્દી અને ઘરનું ભોજન જ ખાય છે. જંક ફૂડ અને તળેલો ખોરાકને તે હાથ પણ નથી લગાવતા, સુનિલ ની જેમ તેનો દીકરો અહાન શેટ્ટી પણ જિમ ફ્રીક છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!