અંબાણી પરિવારની મહિલાઓએ પહેર્યા હતા કરોડોના ઘરેણાં, જાણો કેટલી હતી કિંમત…

0

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ખુશીનો માહોલ છવાયેલો છે, અને કેમ ના હોય પોતાના મોટા દીકરાની સગાઇ જો હતી. આકાશ અંબાણી પોતાની એક નવી જ દુનિયા વસાવા જઈ રહ્યા છે. આકાશે શ્લોકા મેહતા સાથે સગાઈ કરી છે. જણાવી દઈએ કે આકાશ શ્લોકોની પ્રિ-એંગેજમેન્ટ પાર્ટી શુક્રવારના રોજ મુંબઈમાં યોજવામાં આવી હતી. જયારે દેશના આવેલા મોટા વ્યાપારી ના ઘરે સમારોહ હોય તો સ્વાભાવિક છે કે લોકો પણ એકથી એક શાનદાર આઉટ ફિટમાં આવી પહોંચ્યા હોય. એવામાં નીતા અંબાણી અને ઈશા અંબાણીના આઉટ ફીટની ચર્ચા થવી તો બને જ છે. નીતા અને ઈશા અંબાણીએ જે આઉટ ફિટ પહેર્યું હતું તે ડિઝાઈનર પરફેક્ટ આઉટફિટ કદાચ જ કોઈએ પહેર્યું હોય. અને સાથે જ તેઓએ ટ્રેડિશનલ વેયરની સાથે લગઝરિયસ જવેલરી પહેરી રાખી હતી. આ જવેલરીની કિંમત કરોડોમાં જણાવામાં આવી રહી છે. બંને માં-દીકરીનો આ ફંક્શનમાં ગજબનો લુક દેખાઈ રહ્યો હતો.

આવો તો જાણીએ આખરે કેટલી કિંમતની હતી તેઓની જવેલરી:

જણાવી દઈએ કે તેઓની જવેલરી ફેમસ જવેલર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી હેન્ડમેડ જવેલરી છે. વાત કરીયે નીતા અંબાણીની તો તેમણે પોતાના દીકરાના પ્રિ-એંગેજમેન્ટ સેરિમનીમાં માંગ ટીકા, નથ, ઈયરરિંગ, અને હેવી રાની હાર પહેરી રાખ્યો હતો. જે ટ્રેડિશનલ ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ સમારોહમાં નીતાએ 3 થી 4 કરોડની જવેલરી પહેરી રાખી હતી, જેમાં તે પુરી સજેલી હતી અને તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
સાથે જ ઈશા અંબાણીએ ઇન્ડિયન વિક્ટોરિયા સ્ટાઇલ માંગ ટીકા, નાની સાઈઝના ઝુમકા અને નેકલેસ પહેરી રાખ્યો હતો. ખાસ વાત એ છે કે ઈશાની જવેલરી પર વ્હાઇટ અને રોઝ ગોલ્ડ વર્ક કરવામાં આવ્યું હતું જેની કિંમત 10 થી 15 કરોડ હતી.

હવે જો વાત કરીએ અંબાણી ખાનદાનથી થનારી ભાવિ વહુ શ્લોકા મેહતાની તો તેમણે હેવી એમ્બ્રોડરી વર્ક લહેંગા પહેરી રાખ્યો હતો અને સાથે જ તેણે જગાઉ બ્રાઈડ નેકલેસ પહેરી રાખ્યો હતો જેને જોધા અને અકબર સ્ટાઇલ નેકલેસ પણ કહેવામાં આવે છે. તેની સાથે ફ્લેટ ડાયમંડ અને ગોલ્ડન ઝુમકા, ક્રિસ્ટલ માંગ ટીકા અને હાથમાં ટ્રેડિશનલ બેંગલ પહેરી રાખી હતી જે તેંને એકદમ બ્રાઇડલ લુક આપી રહી હતી. તમને જાણીને હેરાની લાગશે કે આ સમારોહમાં શ્લોકા મેહતાએ લગભગ 2 થી 3 કરોડની જવેલરી પહેરી રાખ હતી.

ફંક્શનમાં શ્લોકા મેહતા કોઈ રાનીથી કમ લાગતી ન હતી:અંબાણી પરિવારની મહિલાઓ હંમેશા પોતાના ગોર્જીયસ લુકને લીધે ચર્ચામાં રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!