અંબાણી પરિવારની ભાવિ વહુ ભગવાન શિવ પાસે “વરદાન” માંગવા પહોંચી – જુઓ તસવીરો

રાધિકાએમિત્રમંડળ સાથે પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અનંત અંબાણીની ક્લોઝ ફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ રવિવાર સાંજે ગુજરાતના ફેમસ સોમનાથ મંદિર પહોંચી હતી. તેણે શિવજીનો અભિષેક કરતા પોતાના ફેમીલીની ખુશીઓની પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ અનંત અંબાણી ની સગાઈની ખબરો ચર્ચામાં આવી હતી, જો કે તે વાતની અંબાણી ફેમિલી તરફથી કોઈ ખાસ પુષ્ટિ કરવામાં આવી નથી.રાધિકા વિશેષ પૂજા અર્ચના માટે સોમનાથ મંદિર પહોંચી હતી. શ્રાવણ નો મહિનો હોવાને લીધે મંદિર માં ખુબ જ ભીડ લાગેલી હતી. રાધિકા એ લોકોને અભિવાદન આપ્યા. તેમણે ગંગાજળ અને પછી દૂધ થી શિવજીનો અભિષેક કર્યો. આ અવસર પર મંદિરના મુખ્ય પૂજારી એ રાધિકાને રુદ્રાક્ષની માળા પહેરાવી, તેના પછી ટ્રસ્ટના જનરલ મેનેજરે તેને સોમનાથ મહાદેવ ની ફોટોફ્રેમ આપીને સમ્માનિત કર્યા હતા.રાધિકા એન્કર હેલ્થકૅયર ના CEO અને વાઇસ ચેયરમેન વીરેન મર્ચેન્ટની દીકરી છે. અનંત અને રાધિકા લાંબા સમયથી ખુબ જ સારા એવા મિત્રો છે. હાલમાં જ જયારે અનંત અંબાણી ની બહેન ઈશાની સગાઈ પીરામીલ અને ભાઈ આકાશની સગાઈ શ્લોકા મેહતા સાથે થઇ હતી, ત્યારે આ મેસેજ વાઇરલ થયો કે અનંત અંબાણી એ પણ પોતાની ભાવિ પત્ની શોધી લઈ છે. આવી ચર્ચા એટલા માટે થયેલી હતી કેમ કે ઈશા ની સગાઈ માં રાધિકા એ સ્ટેજ પર ઘુમર ગીત પર ડાંસ કર્યો હતો.જેને લઈને લોકો સમજવા લાગ્યા હતા કે અંબાણી ફેમિલી એ પોતાના નાના દીકરા માટે પણ વધુ શોધી લીધી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!