આંબા હળદર: શરદી નાં મોસમ સ્વાસ્થ્ય વર્ધક ચમત્કારિક ફાયદાકારક વાંચો

0

હેલો મિત્રો, 🙋‍♀
શિયાળા ની સિઝન આવી ગઈ છે.. માર્કેટ માં જાત જાતના શાકભાજી મળતા હશે.. ગાજર, બીટ, મૂળા, પાલક, આંબા હળદર,… વગેરે વગેરે.. આ બધાં શાકભાજી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે…જો તમે શિયાળા માં આ શાકભાજી નું સેવન કરશો તો તમે આખું વર્ષ બિમાર નહીં પડો..બધી શાકભાજી નાં પોતાના સ્વાસ્થ્ય વર્ધક ફાયદા હોય છે..

આપણે આજે એક એવી જ શિયાળા સ્પેશિયલ શાકભાજી વિશે વાત કરવાનાં છે.જેનું નામ છે આંબા હળદર…!!શરદી નાં મોસમ માં આંબા હળદર નો ઉપયોગ સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે.આંબા હળદર માં હળદર પાવડર કરતાં પણ વધારે ગુણ હોય છે.

તો ચાલો આજે આપણે જાણીએ આંબા હળદર ના સ્વાસ્થ્ય વર્ધક અને ચમત્કારિક ફાયદાઓ વિશે….

ઈજા થાય ત્યારે :-
આંબા હળદર ને વાટીને ગરમ કરીને તેનો લેપ જ્યાં વાગ્યું હોય ત્યાં લગાડવાથી દર્દ જલ્દી મટી જાય છે.

પેટ નાં દુખાવા માં રાહત માટે :-
આંબા હળદર અને સંચળ ને મિકસ કરીને પાણી સાથે ફાકવાથી પેટ દર્દ માં તુરંત આરામ મળે છે. અને પેટ દર્દ મિનિટો મા ગાયબ થઈ જાય છે.

ખરજવું-ખુજલી માં રાહત માટે :-
જો તમને ખરજવું-ખુંજલી છે તો તમે આંબા હળદર ને પીસી લો અને જ્યાં જ્યાં ખુજલી છે ત્યાં લગાવી દો. તો તમને તુરંત રાહત મળશે અને જે બળતરા છે એ પણ ઓછી થઈ જશે.

વજન ઘટાડવામાં ઉપયોગી :-
આંબા હળદર નું નિયમિતપણે સેવન કરવાથી વજન માં જલ્દી ઘટાડો જોવા મળે છે. અને આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે.

બ્લડ સુગર લેવલ ની માત્રા ઘટાડે :-
આંબા હળદર નો નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે અને આ ઘણાં અભ્યાસ માં પણ સાબિત થઈ ચૂક્યું છે.

મહિલાઓ માટે એક રામબાણ ઔષધિ:-
આંબા હળદર ખાવાથી કુંવારી કન્યાઓ ને અને મહિલાઓ ને માસિક દરમિયાન જે પ્રોબ્લેમ થાય છે એ દૂર થઈ જાય છે. જેમ કે માસિક અનિયમિત આવવું કે થકાન અનુભવવી વગેરે માં રાહત આપે છે.

દાંત ના દુખાવા માં રાહત માટે :-
આંબા હળદર માં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આંબા હળદર અને હિંગ લો અને થોડું પાણી ઉમેરીને તેની ગોળી બનાવી લો અને જ્યાં દાંત દુખતો હોય ત્યાં દબાવી ને મુકી દો. તેનાથી દાંત નો દુખાવો તરત મટી જાય છે અને આને તમે દંત મંજન તરીકે પણ ઉપયોગ માં લઈ શકો છો.

શારીરિક સુંદરતા માટે :-
જો તમે તમારી ત્વચા ને સુંદર બનાવવા માંગતા હોવ તો તમે રોજ કાચી આંબા હળદર ખાવો. કાં તો એને એક સલાડ તરીકે ખાવો. આમ કરવાથી તમારી ત્વચા નો નિખાર આવશે અને લોહી પણ શુધ્ધ થશે.

સુજન અને દર્દ માં રાહત માટે :-
આંબા હળદર માં એન્ટી ઈંફ્લિમેન્ટરી ગુણ હોય છે. જેથી સુજન, દર્દ અને ત્વચા ના રોગ માં રાહત મળે છે. આંબા હળદર અને કુંવારપાઠા ની જેલ ની પેસ્ટ બનાવી ને ગરમ કરવાથી જે જગ્યા એ સુજન કે ઘાવ હોય ત્યાં લગાવી ને રાખવાથી તરત રાહત મળે છે.

સ્વાસ્થ્ય સંબંધિત માં ઉપયોગી :-
આયુર્વેદ માં કફ દોષ ને બધી બીમારીઓ નું મૂળ માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિને કફ સંબંધિત બીમારી છે તો તેને ફેફસાં ની બીમારી, અસ્થમા, શરદી ખાંસી થાય છે.
આંબા હળદર નું નિયમિતપણે સેવન કરવાથી તમે આ સમસ્યા થી બચી શકો છો.

ખાસ નોંધ :-
1. ગર્ભવતી મહિલાઓ એ આંબા હળદર નો ઉપયોગ ડૉક્ટર ની સલાહ લઈને કરવો જોઈએ.

૨.જે વ્યક્તિ ની સર્જરી કરવાની હોય તો તેવા લોકો એ આંબા હળદર નો ઉપયોગ કરવો નહીં.

લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here