એલોવેરા જેલ થી મેળવો ગોરો ચહેરો, ત્વચા માટે છે ખુબ જ ફાયદાકારક – 9 ટિપ્સ વાંચો

0

એલોવેરા આમતો એક પ્રકાર નો છોડ છે. જે ત્વચામાટે બહુ જ ફાયદાકારક છે. દરેક સ્ત્રી નુ સ્વપ્ન હોય છે સુંદર ત્વચા પામવાનુ. આજે હું તમને એલોવેરા જેલ વાપરી ત્વચા નીખારવાનાં થોડા ટીપ્સ આપિશ.

એલોવેરા જેલ અત્યારે બજાર માં મળે જ છે. અને તમે એલોવેરાનાં છોડમાંથી પણ ડાયરેક્ટ વાપરી શકો છો.એલોવેરા માં બેક્ટેરિયા મારવાનો ગુણ હોય છે. જેનાથી ત્વચા ક્લિન રહેશે.

એલોવેરા જેલમાં મધ ભેળવીને ૫ ૧૦ મિનીટ રાખી અને પછી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા એકદમ ખિલિ ઊઠશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવામાં આવે તો ફાયદો થાય.

રોજ રાત્રે સુતા પહેલાં ચહેરા ને પાણીથી સાફ કરવુ અને એલોવેરા જેલ લગાવવુ. સવારે ચહેરો પાણી થી સાફ કરવો. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસો માં તમારો ચહેરો ગોરો અને કાંતિવાન બની જશે.

રાત્રે ડાર્ક સર્કલ પર એલોવેરા લગાવવામાં આવે તો એ પણ ઘટવા લાગશે. પણ રેગ્યુલર પ્રયોગ કરવામાં આવે એનો તો જ.

એલોવેરા જેલ ચહેરા પર લગાવવા થી ચહેરા નાં ખુલ્લા રોમછિદ્રો માં પણ ફાયદો થશે.

એલોવેરા જેલ લગાવવા થી બ્લેક હેડ્સ પણ ઓછા થઈ જશે.

એલોવેરામાં ગુલાબજળ ભેળવી કોટન થી ચહેરો સાફ કરિ મોઢું ધોવા થી ચહેરા નો બધો મેલ નિકળિ જાય છેઅને ચહેરો સુંદર લાગે છે.

એલોવેરા જેલ માં ખાંડ ઉમેરી એનુ સ્ક્રબ બનાવી વાપરવા થી પણ ફાયદો થાય છે.

આમ નેચુરલ રિતે તમે પોતાનો ચહેરો ગોરો અને સુંદર બનાવી શકો છો. તો આજે જ અપનાવો આ અને મેળવો કાંતિવાન ચહેરો.

Author: બંસરી પંડ્યા GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here