એલર્જીના આસાન અને આરોગ્યલક્ષી ઉપચારો વાંચો

0

સંકલન અને આલેખન :- મુકેશ સોજીત્રા

“મને તો આ વસ્તુની એલર્જી છે” “મને તો કોઈ દવા લાગુ નથી પડતી કારણકે ડોકટરે કહ્યું કે મને એલર્જી છે”

આવા વાક્યો અવારનવાર આપણી આસપાસ સંભળાતા હોય છે!! શું છે આ એલર્જી?? શું એના કોઈ જ ઉપચાર નથી!! શું એ કાયમી મટી ના શકે?? તો આવો આજે જાણીએ આ એલર્જી વિષે અને એ પણ સરળ ભાષામાં!!

એલર્જી એટલે કોઈ પણ ચીજ કે વસ્તુ પ્રત્યે આપણું શરીર જરૂર કરતા વધારે પડતી સંવેદનશીલતા અનુભવે ને ત્યારે તેના શરીરમાં નકારાત્મક પરિણામો આવે એને દેશી ભાષામાં એલર્જી કહી શકાય!! ઘણી વખત કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ પ્રત્યે એલર્જી છે એમ કહીએ છીએ અને એ વ્યક્તિ પેલી વ્યક્તિની પાસે જાય ત્યારે એ રીતસરનો વધારે પડતો વ્યથિત થઇ જાય છે!! શરીરની એલર્જીનું આવું જ છે!! આ એલર્જીની માત્રા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે!!  એલર્જીના લક્ષણો નીચે મુજબ હોય છે

  •   વારંવાર છીંક આવવી.
  •    અચાનક નાકમાંથી પાણી વહેવા લાગે.
  •   ચહેરો અચાનક લાલ થઇ જાય.. નાક એકદમ લાલ થઇ જાય.
  •   ચામડીમાં અચાનક ખંજવાળ આવવા લાગે.
  •   આંખ અને નાકમાં બળતરા થવા લાગે અને આ બળતરાની માત્રા સતત વધતી જાય.
  •   શરીરનો કોઈ પણ ભાગ અચાનક સોજી જાય અથવા નાના નાના ઢીમચા થઇ જાય.
  •   શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે..શરીરની એક્સાઈડ અચાનક પરસેવો વળવા લાગે..
  •    મન અચાનક બેચેન થવા લાગે.પેટમાં લોચા વળવા લાગે.. ઉલટી અને ઉબકા થશે એમ લાગે પણ  થાય નહિ.. મોળો જીવ થવા લાગે..

એલર્જીથી બચવાના ઉપાયો.

સારા એવા આ બાબતના નિષ્ણાત ડોકટરનો સંપર્ક કરવો. વિગતે વાત કરવી.મનમાં થી એ ખ્યાલ કાઢી નાંખવો કે એલર્જી ક્યારેય મટે જ નહિ. સામાન્ય રીતે મોટાભાગની એલર્જી ધૂળથી થતી હોય છે એટલે જયારે બહાર નીકળો ત્યારે શરીરને ઢાંકતા પુરા કપડા પહેરવા.. મોઢા પર માસ્ક નો ઉપયોગ કરી શકાય.

એક કરતા વધારે હાથ રૂમાલ સાથે રાખવા. છીંક આવે ત્યારે રૂમાલનો ઉપયોગ કરીને સમયાંતરે રૂમાલ બદલાવી નાંખવો.

મેલા ઘેલા કપડા પહેરવા નહિ. આવા કપડા તમને એલર્જી નહિ કરે તો ઘરના સભ્યોને એલર્જી કરશે.દિવસમાં ત્રણ વાર નહાવાથી લગભગ ચામડીને અનુલક્ષીને થતી એલર્જીથી બચી શકાય છે.

ઘરમાં સુવાની જગ્યા એકદમ ચોખ્ખી તેમજ હવાની અવરજવર પુરતી હોય તે રીતે હોવી જોઈએ, ઓશિકાના ગલેફ અને પલંગ પરની ચાદર સમયાન્તરે બદલાવાવી નાખવી.

ઘરની સફાઈ કરતી વખતે મો ઢાંકેલું રાખવું.

રસોઈ કરતી વખતે રસોડાની બારી તેમજ બારણા ખુલ્લા રાખવા. ઘણાએ વઘારની પણ એલર્જી હોય છે.

ઘણાને તીવ્ર વાસ વાળા અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. બને ત્યાં સુધી આવું વાપરવું જ નહિ અને વાપરવું પડે એમ જ હોય તો માઈલ્ડ સુગંધ ધરાવતા અત્તર કે પરફ્યુમ્સ વાપરવા.

ઘણા ને ફૂલોની પરાગ રજની એલર્જી હોય છે. આવી વ્યક્તિઓ ખાસ કરીને ઉનાળામાં બગીચાથી દૂર રહેવું. મુસાફરી કરતી વખતે વાહનોના ધુમાડાથી બચવા માટે નાક પર રૂમાલ રાખવો.

કારનો ઉપયોગ કરતી વખતે દસ મિનીટ કારના તમામ દરવાજા દસ મિનીટ સુધી ખુલ્લા રાખીને કારની અંદરની દુર્ગંધયુક્ત હવા બહાર નીકળી જાય એ જોવું

આંખ પર કાળા ચશ્માં લગાવી રાખવા ખાસ કરીને ઉનાળામાં.. રોડ સાઈડ વેચાતા સસ્તા ચશ્માં આંખોને નુકશાન કરે છે સારી જાતના અને ઊંચ ગુણવતા ધરાવતા લેન્સના જ ચશ્માં પહેરવા.. જીવનમાં એક વાત યાદ રાખવી કે આંખ માટે અને દાંત માટેની વસ્તુ ક્યારેય હલકી ગુણવતાની ના હોવી જોઈએ.

એલર્જી ના લક્ષણો શરૂઆતની અવસ્થામાં હોય ત્યારથી જ તેને ડામવાના ઉપાયો વિચારી લેવા.. લાંબા ગાળા સુધી અવગણના કરવાથી એલર્જી ગંભીર રૂપ ધારણ કરી શકે છે..

શિયાળામાં ઘણા લોકો ઘરના બારી બારણા આખો દિવસ બંધ જ રાખે છે પરિણામે નાના બાળકોના શારીરિક વિકાસમાં અવરોધ આવે છે.ઘરમાં સમયાંતરે શુદ્ધ હવા આવવી જરૂરી છે.

એસી કરતા ઘરની આજુબાજુ દેશી વ્રુક્ષો  વાવવાથી ઘરની પર્યાવરણીય શુદ્ધતા જળવાઈ રહે છે. નાનપણથી જ શરીરને ત્રણ ઋતુઓ સહન કરવાની યોગ્ય માત્રામાં ટેવ પાડેલી હોય તો એલર્જી લગભગ થતી નથી!!

આલેખન અને સંકલન :- મુકેશ સોજીત્રા

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here