આલિયા, કરિના કપુરની ન્યૂટ્રિશન એક્સપર્ટ ઋજૂતા દિવાકરે સુરતીઓને ન્યુટ્રિશન-ફિટનેસ ટીપ્સ આપી….

0

જો તમારૂ વજન ઓછું કરવાની કોશિશ કઈ ખાસ અસર નથી દેખાડી રહી, તમે દરેક ચીજને માપીને ખાઓ છો, છતાં પણ મોટાપો તમારી સમસ્યા બનતું રહ્યું છે તો હવે તમારે આ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જેમાં તમારે ડાયટિંગ ની નહિ પણ સારા એવા ડાયટિશિયન ની જરૂર છે. મોટાભાગે લોકો જલ્દી પોતાનું વજન ઓછું કરવાના ચક્કરમાં ઘણા દિવસો સુધી ભૂખ્યા રહે છે, જેને લીધે શરીરમાં કમજોરી આવવા લાગે છે.

આવો તો જાણીએ કરીના કપૂર ની ડાઈટિશિયન રૂજુતા દિવાકર પાસેથી, કે આખરે કઈ રીતે જલ્દી હેલ્દી તરીકાથી તમારો અનેક ગણો વજન ઓછો કરી શકાય છે.

1. ઘી:રૂજુતા દિવાકર જણાવે છે કે રોજના ખાનપાન માં ઘી ને જરૂરથી શામિલ કરવું જોઈએ. ઘી ની માત્રા કેટલી રાખવી તે જે તે વ્યંજન પર નિર્ભર છે. ઘી કોલેસ્ટ્રોલ ની માત્રા ને ઓછું કરે છે.

2. પરંપરાગત ભોજન લો:પિઝ્ઝા, પાસ્તા, બ્રેડ, બિસ્કિટ, કેક થી બને ત્યાં સુધી દૂર રહેવું જોઈએ. રૂજુતા કહે છે કે તમે ખુદને પૂછો કે શું આ બધી ચીજો તમારા દાદી-નાની ખાતા હતા, જો હા, તો તેને બેજિજક ખાઓ. પણ તમને જવાબ ‘ના’ માં જ મળશે.

3. નાશ્તામાં પણ સાદા પરંપરાગત વ્યંજન:રૂજુતા કહે છે કે નાશ્તા માં ઓટ્સ કે કોઈ પેક્ડ ફૂડ ખાવા ન જોઈએ, આવું ભોજન દિવસની શરૂઆત માટે યોગ્ય નથી. નાશ્તામાં તમે પૌઆ, ઉપમા, ઈડલી-ઢોસા, પરોઠા વગેરે ખાઈ શકો છો.

4. વ્યાયામ અને વોકિંગ:તમારા ખાન-પાનમાં કૈલેરી નહીં પણ પોષક તત્વોને ધ્યાનમાં રાખો. તમને જમતી વખતે જેટલી પણ ભૂખ લાગી હોય તેટલું જ ખાઓ સાથે જ ખુદને સ્વસ્થ રાખવા માટે અને પાચનને બેહતર બનાવી રાખવા માટે વ્યાયામ અને વોકિંગ ને પણ પોતાની દિનચર્યામાં શામિલ જરૂર કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!